SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭ ૧ ફરી કહ્યું : “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને; પરથમ પહેલાં મસ્તક મૂકી, વરતી લેવું નામ જોને.” કાયર પુરુષો આ મનનો રોઘ કોઈ રીતે કરી શકે નહીં. કેમકે આ મનડું તો વહેમ એટલે સંદેહ, મિથ્યાત્વ, સંશય, ભ્રાંતિ અને કલ્પના વડે જીવને ચૌદ રાજલોકરૂપ વિશ્વમાં નાચ નચાવે છે અને તેને નભવે છે અર્થાત્ તે નાચને અનાદિથી આ મનડું નવા કર્મ બંઘાવીને નભાવી રાખે છે. /૧૧ાા. ચિત્ત-પ્રપંચથી વિકાર થતા હણે જે, મુક્તિવલ્થ પરણશે, મુનિઓ ભણે છે. સવાર્થસિદ્ધિ સહજે મન દૈત્ય જીત્ય; ક્લેશો બઘા અફળ ચંચળતાથી નિત્ય. ૧૨ મનરૂપી રાક્ષસને વશ કરવાથી જ સર્વ સિદ્ધિ સાંપડે છે, તે જણાવે છે – અર્થ :- ચિત્તના પ્રપંચથી એટલે મનના વિકલ્પથી ઉત્પન્ન થતાં વિકારને જે હણશે તે મુક્તિરૂપી સ્ત્રીને પરણશે એમ મુનિ મહાત્માઓ જણાવે છે. મનરૂપી દૈત્ય એટલે રાક્ષસને જીતવાથી સર્વ અર્થની સિદ્ધિ સહજે થાય છે, અને ક્લેશના કારણો પણ બઘા અનુકૂળ થઈ જાય છે. જ્યારે મનની ચંચળતા તો જીવને સદા ક્લેશરૂપ છે. કેમકે – “ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે.” (વ.પૃ.૧૨૮) /૧૨ાા તાદાભ્ય જે સ્વપરનું શૂરવીર ભેદે, તે જ્ઞાની ચંચળપણું મનનું ય છેદે. શુદ્ધિ ખરી મન તણી, નહિ કાયશુદ્ધિ; ભ્રાંતિ ગયે મનન, જાય ઉપાધિ-બુદ્ધિ. ૧૩ સાચી શુદ્ધિ મનની છે, શરીરની નથી, તે હવે જણાવે છે – અર્થ - અનાદિથી ચાલ્યા આવતા સ્વ આત્માના દેહાદિ એવા પર પદાર્થ સાથેના તાદાભ્યપણાને એટલે એકમેકપણાને જે શૂરવીર પુરુષ જ્ઞાનરૂપી છીણી વડે ભેદી નાખશે, તે જ્ઞાની આત્મબળે કરીને આ મનના ચંચળપણાને પણ જરૂર છેડશે. ખરી શુદ્ધિ મનની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” મનની શુદ્ધિ વડે જ જીવ મોક્ષને પામે છે; નહીં કે કાયશુદ્ધિ વડે. આત્મા સિવાય પરપદાર્થમાં સુખ છે એવી મનની ભ્રાંતિ જો ચાલી ગઈ તો પરપદાર્થને ગ્રહણ કરવાની બુદ્ધિ પણ ચાલી જાય છે. પછી તે સંસારની ઉપાધિને કદી વહોરતો નથી. II૧૩ના જો ચિત્તશુદ્ધિ નથ સાથ યથાર્થ ભાવે, તો મોક્ષ-વાત વચને, ફળ અન્ય આવે; સ્વચ્છેદ વર્તન મનોરથનું ન રોકે ને ધ્યાન-વર્ણન કરે, નહિ લાજ લોકે. ૧૪ જો ચિત્તશુદ્ધિ કરીને સ્વચ્છંદ વર્તન રોકશે નહીં તો જીવનો મોક્ષ થશે નહીં એમ જણાવે છે. અર્થ - જો મનની શુદ્ધિને સાચા ભાવથી નહીં સાથી તો મોક્ષની વાત માત્ર વાણીમાં રહેશે અને ફળ પણ મનના વ્યાપાર પ્રમાણે બીજાં જ આવશે. શેઠ સામાયિકમાં બેઠા હોય પણ મન બહાર વ્યવહાર કે વ્યાપારમાં હોય તો તેનું ફળ અશુભ જ આવશે. તેમ પોતાની મરજી પ્રમાણે સ્વચ્છેદથી વર્તન કરવાનું જે રોકતા નથી અને લોકોમાં ધ્યાનનું વર્ણન કરતાં પણ જેને લાજ આવતી નથી, તેવા જીવો મોક્ષ પામવાને યોગ્ય થતા નથી. ૧૪ ભ્રાંતિ ટળી મન બને સ્થિર જેથી તત્ત્વ તે ધ્યાન, તત્ત્વ પણ તે જ ગણો મહત્વે; ગુણો પલાયન કરે, મન જો ન શુદ્ધ, આવી ઘણા ગુણ વસે, મન નો વિશુદ્ધ. ૧૫
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy