SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રમ્યા કરે છે. જે સંસાર વૃદ્ધિનું કારણ છે એવા આ પદાર્થોમાં જ મન પ્રિયતા ઘટે છે. પણ આ ચંચળ એવા મનરૂપી માંકડાને અર્થાત્ વાંદરાને મોહવશ આ દુઃખરૂપ સંસારવૃદ્ધિનો ભય લાગતો નથી. કેમકે અજ્ઞાન છે. માથે મરણ સદાય ભમી રહ્યું છે તો પણ આ રાંકડાને એટલે વિવેકબુદ્ધિથી હીન એવા આ ગરીબડાને કંઈ પણ તેનું ભાન આવતું નથી. //ળી સંસાર-ભાવ જનયોગથી જીવ ઘુંટે, માહાભ્ય બાહ્ય નજરે પરનું ન છૂટે; સાધુ બની, બહુ ભણી, યશલાભ લૂંટે, તોયે ન ભ્રાંતિ ઘટતી, ચઢતી જ ઊંટે. ૮ સંસારી જીવોને ભ્રાંતિથી જગતની બાહ્ય વસ્તુનું જ સદા માહાભ્ય રહ્યા કરે છે તે જણાવે છે : અર્થ - સંસારી જીવોના સંગથી જીવ સદા સંસારભાવને જ ઘૂંટ્યા કરે છે. તથા તેમની દ્રષ્ટિ સદાય બાહ્ય ભૌતિક પદાર્થો ઉપર હોવાથી તેનું માહાત્મ મનમાંથી છૂટતું નથી. સાધુ બનીને, બહુ શાસ્ત્રાભ્યાસ કરીને પણ યશનો લાભ લુંટવા મંડી પડે છે. અનાદિની જે આત્મભ્રાંતિ છે તે તો ઘટતી નથી પણ વિશેષ અભિમાન કરીને તે આત્મભ્રાંતિને વઘારી ઊંટીયું ઊભું કરે છે. IIટા જો પુણ્ય-યોગ-ઉદયે ઘટ મોહ, જાગે વૈરાગ્ય, ને અનુભવી ગુરુ હાથ લાગે; સેવા કરી સુગુરુની રુચિ મોક્ષની જો, સ્થાપે ઉરે અચળ, તે જ ખરા મુનિ તા. ૯ કોઈ સદ્ગુરુનો યોગ મળી જાય તો બધું સીધું થઈ જાય એમ જણાવે છે : અર્થ - જો પુણ્યયોગના ઉદયે મોહનીય કર્મ ઘટી જઈ સાચો વૈરાગ્યભાવ જાગે અને આત્મા અનુભવી સગુરુ જો હાથ લાગે તો જીવનું કલ્યાણ થવા સંભવ છે. એવા સદ્દગુરુ ભગવંતની સેવા કરીને અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસીને રૂચિ માત્ર મોક્ષની જ હૃદયમાં અચળપણે સ્થાપે, તે જ ખરા આરાધક મુનિ કહેવા યોગ્ય છે. લા. સમ્યકત્વ પામી મમતા તર્જી વિચરે જે, ભ્રાંતિરહિત મન-શાંતિ અનુભવે છે; સન્માર્ગ હસ્તગત જો, નહિ મોક્ષ દૂર, પ્રારબ્ધ પૂર્ણ કરી, લે ઑવ શિવ-પુર. ૧૦ આત્મજ્ઞાની મહાત્માઓ જ ખરી આત્મશાંતિને અનુભવી મોક્ષને સાથે છે. તે વિષે જણાવે છે – અર્થ - સમ્યગ્દર્શનને પામી મમતાભાવને તજી દઈ જે જગતમાં વિચરે છે, એવા મુનિઓ જ આત્મભ્રાંતિ રહિત થઈને મનની શાંતિને અનુભવે છે. સમ્યગ્દર્શન વડે સાચો મોક્ષમાર્ગ હસ્તગત છે તો તેમને હવે મોક્ષ બહુ દૂર નથી. તે તો પોતાના બાંઘેલ પ્રારબ્ધ કર્મને ઉદયાથીન ભોગવી શિવપુર એટલે મોક્ષનગરમાં જઈ અનંતસુખમાં સર્વકાળને માટે બિરાજમાન થાય છે. ૧૦ાા સમ્યકત્વ કે સુગુરુ-આશ્રય મોક્ષ માટે છે ઉત્તમોત્તમ ઉપાય જ શિર-સાટે; ના કાયરો કરી શકે મનરોઘ કેમે, આ વિશ્વનાચ નભવે મનડું વહેમે. ૧૧ મનભ્રાંતિને ટાળવા માટે સદ્ગુરુનો આશ્રય સદૈવ કર્તવ્ય છે, તે જણાવે છે : અર્થ - મનભ્રાંતિને ટાળવાનો ઉત્તમોત્તમ ઉપાય સદ્ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધારૂપ સમકિત અને તેનો આશ્રય છે. તે વડે જીવનો મોક્ષ થાય છે. પણ તે મોક્ષની પ્રાપ્તિ શિરના સાટે થાય છે. સંતોએ કહ્યું છે કેઃ હરિરસ મોંઘે અમૂલ છે, શિરને સાટે વેચાયજી; શિરના સાટાં રે સંતો જે કરે, મહારસ તેને દેવાયજી. હરિરસ મોંધે અમૂલ છે.”
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy