SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૫ ૧ મૂકાય છે. કોઈનો પણ સંગ કરવાનો અભિલાષ નહીં હોવાથી અસંગ બને છે. તથા ઉદયાથીન માત્ર વર્તન હોવાથી સર્વ પ્રકારના વિકલ્પથી તેઓ રહિત થાય છે. એવા પુરુષો કેવળજ્ઞાન પામી સર્વથા ઘાતીયા કમોંથી મૂકાઈ જઈ જીવતાં છતાં મુક્તપણે પામે છે. ઉપરોક્ત પ્રમાણે ભગવાન સમાન સન્દુરુષો અસંગપદમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરે છે. “તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.” (વ.પૃ.૪૦૪) ત્રણે કાળમાં પોતાને આ દેહાદિ પદાર્થોથી કોઈ સંબંઘ જ નથી એવી અપૂર્વ અસંગદશા જેણે પ્રાપ્ત કરી છે, તેવા મહાત્માઓને હું તનથી એટલે શરીર નમાવીને દ્રવ્યથી તથા મનથી એટલે સાચા હૃદયના ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી વારંવાર પ્રણામ કરું છું. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંઘ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.” (વ.પૃ.૯૦૪) I/૩૬ાા મહાત્માઓને અસંગતા જ પ્રિય છે. તે પ્રાપ્ત થયે જીવની સર્વોત્કૃષ્ટ શુદ્ધિ થાય છે. તે માટે “શ્રીમદ્ રાજચંદ્ર” પત્રાંક ૮૩૨માં જણાવે છે કે – “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ” અર્થાત્ પાંચ ઇન્દ્રિયના વિષયો. ક્રોથાદિ કષાયો તથા પરિગ્રહાદિમાં મમત્વભાવનો ત્યાગ કરી આત્માની શુદ્ધિ કરો. જેટલી શદ્ધિ તેટલો આત્માનો આનંદ અનુભવવામાં આવશે. એવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ મુક્તિ કેમ મેળવવી તેના ઉપાય અત્રે બતાવવામાં આવે છે. (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ (મનમંદિર આવો રે કહું એક વાતલડી-એ રાગ) મનમંદિર આવો રે, મહા પ્રભુ, રાજ ઘણી, દિલ દર્શન તરસે રે, અપૂર્વ પ્રત્યક્ષ ગણી. મન૦ ૧ અર્થ - હે મહાપ્રભુ રાજ રાજેશ્વર! આપ મારા ઘણી એટલે આત્માના નાથ છો. માટે મારા મનરૂપી મંદિરમાં આપ પધારો. મારું મન સમ્યગદર્શન માટે તલસી રહ્યું છે. જેની પ્રાપ્તિ પૂર્વે અનાદિકાળના ભવભ્રમણમાં ક્યારેય થઈ નહીં, તે હવે આપના દ્વારા પ્રત્યક્ષ થઈ શકશે, એમ માનીને મારા મનમંદિરમાં પઘારવા આપને હું વિનંતી કરું છું. /૧|| તુજ વાણી મનોહર રે સ્વભાવ-પ્રકાશશશી, ઊડે ચિત્ત-ચકોરી રે શ્રી રાજપ્રભા-તરસી. મન ૨ અર્થ :- હે પ્રભુ! આપની અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી વાણી મનોહર છે, અર્થાત્ મારા મનને હરણ કરનારી છે. તથા મારા આત્મસ્વભાવને પ્રકાશવામાં તે શશી એટલે ચંદ્રમા સમાન છે. વળી મારું ચિત્તરૂપી ચકોર પક્ષી આપ રાજપ્રભુના ચંદ્રમા સમાન જ્ઞાનપ્રકાશને પામવા અર્થે જ તરસી રહ્યું છે.
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy