________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
૩૨૨
સઘળા પદાર્થોની પંચાતમાં પડો નહીં, પણ માત્ર તમારા આત્માનો ઉદ્ધાર કરવા માટે જ હે ભાઈ! હવે તો કમર કસીને તૈયાર થાઓ. ।।૪।।
શરીર માત્ર પરિગ્રò આરંભ-વૃદ્ધિ જાણ; અશરણ, અનિત્ય દેહ પર રાગ કરે ન સુજાણ, ૪૬
અર્થ :– આ શરીર માત્રના પરિગ્રહ વડે સંસારી જીવ તેને સુખી કરવા માટે અનેક પ્રકારના આરંભ એટલે હિંસાના કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ સુજાણ એટલે સમ્યક્ત્તાનને ઘરનારા એવા સત્પુરુષો તે આ અનિત્ય અને અશરણવાળા દેશ પ્રત્યે રાગ કરતા નથી. ૧૪૬॥
દ્વેષ પરિગ્રહ પર કરો, ઘરો મુક્તિ પર રાગ;
તજી દુર્ધ્યાન સુધ્યાનથી ગ્રહો પરમપદ-લાગ. ૪૭
અર્થ :— દ્વેષ કરવો હોય તો આ પરિગ્રહ વિષેની મૂર્છા પ્રત્યે કરો અને રાગ કરવો હોય તો સર્વ દુઃખના ક્ષયરૂપ એવા મોક્ષ પ્રત્યે કરો. કેમકે -
“પરિગ્રહ જેટલો છે તેટલું પાપ છે. જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે.’” બો. ભા.-૧ (પૃ.૨૬૦) પરિગ્રહવડે થતા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગી દઈ ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આદરી પરમપદ પ્રાપ્તિનો આવેલ લાગનો લાભ લઈ લો. ।।૪।। લોભ મમત્વે ઊપજે, લોભ રાગનું મૂળ;
રાગે દ્વેષ થતો તથા દ્વેષે દુખની શૂળ, ૪૮
અર્થ :– પરિગ્રહ પ્રત્યે મમત્વભાવ કરવાથી જીવને લોભ થાય ઉત્પન્ન થાય છે. લોભ કષાય એ
=
રાગનું મૂળ છે. તથા રાગભાવ જીવમાં હોવાથી તેમાં વિઘ્ન કરનાર પ્રત્યે દ્વેષભાવ ઊપજે છે. અને દ્વેષભાવ એ જીવને પ્રત્યક્ષ દુ:ખની શૂળનું કારણ થાય છે. ।।૪।।
નિર્મમત્વ વર તત્વ છે, નિર્ગમના સુખ-ખાસ,
નિર્મમતા બીજ મોક્ષનું-જ્ઞાન-સાર આ જાણ. ૪૯
અર્થ :- મમતા રહિતપણું એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે. જીવને નિર્મમત્વભાવ જ સુખની ખાણ છે. મોક્ષનું બીજ પણ નિર્મમત્વભાવ છે. માટે એને જ હું સર્વજ્ઞાનનો સાર જાણ.
તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર,
પર્રિકર પહિર મોહ તું, કર કર આત્મ-વિચાર. ૫૦
અર્થ :– ઘન ઘાન્યાદિ દસ પ્રકારના બાહ્ય પરિગ્રઇનો તથા કષાય, નૌકષાય અને મિથ્યાત્વરૂપ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કર, ત્યાગ કર. તથા હિંસાના કારણરૂપ આરંભને શીઘ્ર નિવાર. ૫૨ પદાર્થો પ્રત્યેના મોહનો પરિત્યાગ કર, પરિત્યાગ કર અને આત્મનો વિચાર કર, વિચાર કર. ॥૫ના
ઘર ઘર, જીવ, ચારિત્ર નું, દેખ દેખ નિજ રૂપ;
કર કર સત્પુરુષાર્થ એ શિવ-સુખ ચાખ અનુપ. ૫૧
અર્થ :– હે જીવ! હવે તું સર્વસંગ પરિત્યાગ કરી સમ્યક્ચારિત્રને ધારણ કર, ધારણ કર. તથા પોતાના આત્મસ્વરૂપને દેખ, આત્મસ્વરૂપને દેખ. આત્મસ્વરૂપને પામવા સત્યપુરુષાર્થ કર, સત્ પુરુષાર્થ