SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨ ૩ કર. તથા અનુપમ એવા મોક્ષસુખનો તું આસ્વાદ લે, આસ્વાદ છે. ૫૧ નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકારઃ “અગ્નિ આરંભ-પરિગ્રહ બળી મરશો, નિર્ધાર.” પર અર્થ - નિષ્કારણ કરુણા કરી સંતપુરુષો પોકાર કરીને કહે છે કે આરંભ-પરિગ્રહ એ અગ્નિ જેવા છે. જો તેને છોડશો નહીં અને તેમાં જ પડ્યા રહ્યા તો નિર્ધાર એટલે નક્કી ત્રિવિઘ તાપાગ્નિરૂપ આરંભપરિગ્રહમાં બળી મરશો અને તેના ફળસ્વરૂપ જન્મજરામરણથી યુક્ત એવી ચોરાશી લાખ જીવયોનિમાં ઘોર દુઃખને પામશો. એ દુઃખ ન ગમતા હોય તો અલ્પારંભી અને અલ્પ પરિગ્રહી થઈ સત્સંગ ભક્તિમાં આ અમૂલ્ય માનવદેહનો સમય ગાળજો. તથા આત્મકલ્યાણ માટે મળેલી આ અદભુત તકને જવા દેશો નહીં. પરા સંપૂર્ણ આરંભ-પરિગ્રહની જેણે નિવૃત્તિ કરી છે એવા શ્રી નેમિનાથ ભગવાનનું જીવનચરિત્ર હવે વર્ણવે છે. પ્રભુએ પશુઓના આરંભ નિમિત્તે લગ્ન કરવાનું પણ માંડી વાળી સર્વસંગ પરિત્યાગ કરીને શાશ્વત એવાં મોક્ષસુખને મેળવ્યું; એવા શ્રી નેમિનાથ ભગવંતની કથા નીચે પ્રમાણે છે : (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ - ૧ (હરિગીત) લૌકિક દ્રષ્ટિ દૂર કરી શ્રી રાજચંદ્ર ગુરુ સ્મરું, તે પદ અલૌકિક ઓળખીને નમન નિત્ય કર્યા કરું; જે બ્રહ્મપદ પામ્યા મહા પ્રભુ તે જ પદ મુજ સંપદા, પ્રભુ નેમિનાથ-કથા કહું, હરનાર સઘળી આપદા. ૧ અર્થ - જગતને રૂડું દેખાડવારૂપ લૌકિક દ્રષ્ટિને દૂર કરી, મારા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યનું સ્મરણ કરું છું. તે પરમકૃપાળુદેવના અલૌકિક આત્મપદને ઓળખી તેમના ચરણકમળમાં નિત્ય હું નમન કર્યા જ કરું એવી મારી આકાંક્ષા છે. જે બ્રહ્મપદ એટલે આત્માના શુદ્ધસ્વરૂપને મહાપ્રભુ પામ્યા, તે જ શુદ્ધ આત્મપદ મારી પણ ખરેખરી સંપત્તિ છે. તે મારી ખરી આત્મસંપદાને પામવા માટે પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનની તમને કથા કહું છું. જે કર્મને આધીન આવતી સઘળી આપત્તિને, માર્ગદર્શન આપી હરવા સમર્થ છે. II૧ાા હું ગાન ગાઉં, પાદ પૂજું નેમિ તીર્થકર તણા, નવ ભવ કરી ભવ પાર પામ્યા; જીવ તાર્યા, ના મણા. છે ભરત ક્ષેત્રે અચલ નગરી રાય વિક્રમશન, ગણો; ત્યાં રાણી ઘારિણી રાયને કહે: “સ્વપ્ન આવેલું સુણો : ૨
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy