________________
૩૧૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
તથા પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપની ઓળખાળ કરો.
'રે! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.’’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૭૧।। જન્મમરણ દુ:ખો હણો રે કરો પરાક્રમ સાર રે-ગુરુજીને વંદીએ રે.
જીવ બચાવો આપણો રે ક્રિયાસ્થાન તાઁ બાર રે-ગુરુજીને વંદીએ રે. ૭૨ અર્થ :- જન્મમરણના દુઃખોનો નાશ કરવા માટે હવે તમારા પરાક્રમને વાપરો કેમકે એ જ જગતમાં સારરૂપ છે. ઉપર જણાવેલ બાર પ્રકારની પાપમય ક્રિયાનો ત્યાગ કરીને પોતાના આત્માને સંસારના દુઃખરૂપ સમુદ્રમાં પડતા જરૂર બચાવો. એવી સમ્મતિ આપનાર પરમકૃપાળુ સદ્ગુરુદેવને મારા વારંવાર વંદન હો. ।।૭।।
જ્ઞાનસહિત સમ્યક્ ક્રિયાને આચરવા માટે જ્ઞાનીઓએ આરંભ-પરિગ્રહની નિવૃત્તિ કરવા ઉપર ઘણો ભાર આપેલ છે. તે વિષે વિસ્તારથી હવે આ પાઠમાં જણાવશે.
આરંભ એટલે શું? તો કે જ્યાં છ કાય જીવોની હિંસા થાય એવી બધી પ્રવૃત્તિ તે આરંભ છે. જેમકે ધંધાની પ્રવૃત્તિ, મકાન બંધાવવા કે રસોઈ વગેરેના કામ અધવા સંસાર કામની કોઈપણ પાપની પ્રવૃત્તિ તે સર્વ આરંભ છે. “પ્રમાદવશે જીવોને મારવાનો જે સંકલ્પ તે સમરંભ; હિંસાદિ પાપોની પ્રવૃત્તિનાં સાધનને એકઠાં કરવાં તે સમારંભ; હિંસાદિ કાર્યો કરવાં તે આરંભ.' નિત્યનિયાદિ પાઠ (પૃ.૨૮)
તથા પરિગ્રહ એટલે આરંભની પાપવાળી પ્રવૃત્તિ કરીને જે વસ્તુ મેળવવી તે બાહ્ય પરિગ્રહ છે, અને તે તે પદાર્થોમાં મમતાભાવ લાવી મૂર્છા કરવી તે અંતરંગ પરિગ્રહ છે. પરિગ્રહ પ્રત્યે મૂર્છા કરી આનંદ માનવો તે પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન છે, જે જીવને નરકગતિનું કારણ છે. તેથી રૌદ્રધ્યાનના કારણરૂપ એવા આરંભ પરિગ્રહને અવશ્ય ત્યાગવા માટેની ભલામણ આ પાઠમાં કરવામાં આવે છે :—
(૨૭)
આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર
(દોહરા) *
જન્મી જગમાં નરરૂપે જૈવન સફળ તો થાય,
જો ગુરુરાજ ભજી લો મુક્તિ-માર્ગ ઉપાય, ૧
જ
અર્થ :— આ જગતમાં મનુષ્યરૂપે અવતાર પામીને જીવન સફળ તો જ થઈ શકે કે જો શ્રી ગુરુરાજ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના શુદ્ધસ્વરૂપને ભજીને મોક્ષમાર્ગનો ઉપાય જાણી લઈએ તો.
છઠ્ઠું પદ —તે ‘મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંઘ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંઘથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાઘન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.’” (વ.પૃ.૩૯૫)