________________
(૨૬) ક્રિયા
૩૦૯
ભૂલતા નથી. પણ ક્રમશઃ વસ્તુઓના ત્યાગનો યથાર્થ નિયમ કરીને કાયાને કૃષ કરે છે તેમજ કષાયભાવોને સૂકવે છે. ૬૬ા
સમાધિ સહ તજી દેહ તે ૨ે બનતા દેવ મહાન રે-ગુરુજીને વંદીએ રે. પછી સુંદર નર ભવ ઘરી રે મોક્ષે જશે પ્રમાણ રે-ગુરુજીને વંદીએ રે. ૬૭
અર્થ :– આમ સમાધિપૂર્વક દેહત્યાગ કરીને જે મોટા વૈમાનિક દેવ બને છે. પછી દેવલોકમાંથી ચ્યવી સુંદર મનુષ્ય અવતાર પામી મોક્ષને સાથે છે. એ વાત પ્રમાણસિદ્ધ છે. ।।૬।ા
મંદ પ્રયત્ની હોય તો રે સાત-આઠ ભવ થાય રે-ગુરુજીને વંદીએ રે. ક્રિયા મિશ્ર આવી રીતે રે મોક્ષનિદાન ગણાય રે-ગુરુજીને વંદીએ રે. ૬૮
અર્થ :– કોઈ જીવ મંદ પુરુષાર્થી હોય તો તે સાત-આઠ ભવ કરીને મોક્ષને પામે છે, અર્થાત્ વધારેમાં વધારે સાત ભવ દેવલોકના અને આઠ ભવ મનુષ્યના ધારણ કરીને અંતે મુક્તિને મેળવે છે. આવી રીતે શ્રાવકની મિશ્રક્રિયા પણ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. ।।૮।।
*
બાર ક્રિયાસ્થાનો વિષે ૨ે વર્તન તે જ અધર્મ રે-ગુરુજીને વંદીએ રે. પાપોથી ના વિરમે રે કેમ છૂટશે કર્મ ૨ે?-ગુરુજીને વંદીએ રે. ૬૯
અર્થ :– પ્રથમ જણાવેલ બાર ક્રિયાસ્થાનો વિષેનું વર્ણન તે જ અધર્મ છે. તે ક્રિયાઓ આ પ્રમાણે છે. (૧) પ્રયોજનભૂત, (૨) અપ્રયોજનભૂત, (૩) હિંસક, (૪) અજ્ઞાનથી, (૫) અવળી સમજણથી, (૬) જૂઠથી, (૭) ચોરીથી, (૮) માઠાભાવથી, (૯) માનથી, (૧૦) ક્રૂરતાથી, (૧૧) માયાથી અને (૧૨) લોભથી જે ક્રિયાઓ થાય છે તે સર્વ અધર્મ ક્રિયાઓ છે. જે જીવ આવી પાપવાળી ક્રિયાઓથી વિરામ પામશે નહીં, તે જીવ કર્મોથી કેવી રીતે છૂટી શકશે? ।।૬૯।।
તે બાળક સમ મૂઢને રે દુર્લભ મુક્તિ જાણ રે-ગુરુજીને વંદીએ રે. ક્રિયાસ્થાનક તેરમું રે સેવી લ્યો નિર્વાણ રે-ગુરુજીને વંદીએ રે. ૭૦
અર્થ – બાર પ્રકારની પાપવાળી ક્રિયામાં પ્રવર્તતા બાળક જેવા મૂઢ અજ્ઞાની જીવને મુક્તિ પ્રાપ્ત થવી દુર્લભ છે એમ તું જાણ. માટે તેરમું ક્રિયાસ્થાનક સાધુ જીવન છે, તેને યથાર્થપણે પાળીને નિર્વાણ એટલે મોક્ષસ્થાનને હે ભવ્યો! તમે મેળવી લ્યો. ।।૭૦।।
સર્વ દુઃખનો ક્ષય કરો રે બનો સિદ્ધ ને બુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. દયા થરો નિજ જીવની ૨ે સ્વરૂપ ઓળખો શુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. ૭૧
અર્થ :– સદ્ગુરુ ભગવંતની આજ્ઞા આરાધીને હવે સર્વ પ્રકારના દુઃખનો અંત આણી સિદ્ધ અને
બુદ્ધ થાઓ, અર્થાત્ પોતાના મૂળ સિદ્ધ સ્વભાવને પ્રગટ કરી બુદ્ધ એટલે સર્વજ્ઞ બની જાઓ.
“શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; શ્રીમદ્ રાજચંદ્ર
હવે પોતાના આત્માની દયાને ધારણ કરો.
ત્રીજી સ્વદયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે ‘સ્વદયા’. (પૃ.૬૪)