________________
(૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર
(૧) “દર્શન = સર્વજ્ઞ ભગવાને જડ ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય તેને ભગ-વાને સમ્યક્દર્શન કહ્યું છે. ‘મૂળમાર્ગ'માં પણ તે જ વાત બીજારૂપે કહી છે કે સદ્દગુરુના ઉપદેશથી દે અને આત્મા ભિન્ન છે. તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી તે સમ્યક્દર્શન કે સમકિત છે એમ ભગવાને કહ્યું છે. (૨) જ્ઞાન “મૂળમાર્ગ’માં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન છે, જ્ઞાનલક્ષણવાળો અને અવિનાશી આત્મા છે એવું સદ્ગુરુના ઉપદેશથી જાણવું તે આત્મજ્ઞાન કે સમ્યજ્ઞાન છે.
૩૧૧
(૩) સમાધિ = ‘મૂળમાર્ગ’માં આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તેવો સ્થિર સ્વભાવ પ્રગટવો તે શુદ્ધ વૈષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે.
(૪) વૈરાગ્ય = આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં તે વૈરાગ્ય. (૫) ભક્તિ = અલ્પ મત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ.” -ધો.ભાગ૰ ||૧|| કનક-કામિની-સૂત્રથી બંઘાયા ત્રણ લોક;
તે તોડી વિરલા બને સ્વાર્થીન, સુખી, અશોક. ૨
અર્થ :– કનક એટલે સોનારૂપ પરિગ્રહ તથા કામિની એટલે સ્ત્રી તેના પ્રત્યેના મોહરૂપી સૂત્ર એટલે તાંતણાથી ઉર્ધ્વ, અઘો અને મઘ્ય એ ત્રણેય લોકના જીવો બંઘાયેલા છે, અર્થાત્ સ્ત્રી અને તેને લઈને ઘનમાં થતી આસક્તિ વડે સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપમાં સદા બળ્યા કરે છે.
એક નક અરુ કાકિંમની, દો મોટી તરવાર;
ઊઠ્યો થો જિન ભજન કું, બિચમેં લિયો માર.’-આલોચનાદિ પદ સંગ્રહ
આર્દ્રકુમારનું દ્રષ્ટાંત • આર્દ્રકુમાર મુનિને ભોગાવલી કર્માનુસાર દીક્ષા લીધા પછી સંસાર માંડવો પડ્યો. પુત્ર થોડોક મોટો થયો કે ફરીથી ઘર છોડી દીક્ષા લેવા માટે તૈયાર થયા, ત્યારે પુત્રે કાચા તાંતણાથી આર્દ્રકુમારના પગે બાર આંટા મારી દીધા. તે જોઈ પુત્ર માટે ફરીથી બાર વર્ષ સંસારમાં રોકાવું પડ્યું. ત્યારબાદ ફરી દીક્ષા લઈ એકવાર તાપસના આશ્રમમાં જતાં હાથીને તેમના પ્રભાવે દર્શન કરવાના ભાવ થવાથી તેની બેડીઓ તૂટી ગઈ. તેથી કોઈએ મુનિને કહ્યું કે આપના પ્રભાવે હાથીની બેડીઓ તૂટી ગઈ ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે લોખંડની બેડીઓ તોડવી સહેલી છે પણ રાગના કાચા તાંતણા તોડવા દુર્લભ છે. ।।૨।
હું દેઠાદિ સ્વરૂપ નથી, અને દે સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારા નથી, એવી આત્મભાવના સાચા ભાવથી ભાવીને કનક કામિનીના બંધન તોડી આત્મામાં જ રહેલ સ્વાધીન સુખને પામવા શોક રહિત બની જાય એવા જીવો આ વિશ્વમાં કોઈ વિરલા જ છે. ।।૨।।
પડી મુમુક્ષુના પગે બેડી બે બળવાન, આરંભ-પરિગ્રહ-જનક કનક-કામિની માન. ૩
અર્થ :— જેને સંસારના જન્મજ૨ામરણાદિ દુઃખોથી છૂટવાની ઇચ્છા છે એવા મુમુક્ષુના પગમાં પણ
=
કર્મને આધીન બે બળવાન બેડીઓ પડેલ છે. તે આરંભ અને પરિગ્રહને જન્મ આપનાર એક કનક એટલે સોનાદિ-પરિગ્રહ પ્રત્યેનો રાગ છે અને બીજો સ્ત્રીઆદિ પ્રત્યેનો મોહભાવ છે.