________________
૩૦૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એવા ભૌતિક સુખની ઇચ્છા કરે છે. તે જીવો તૃષ્ણારૂપી દીપકમાં પડી જઈ પતંગની જેમ ભસ્મ થઈ જશે. પતંગને દીવામાં પડતા ભાન નથી કે હું બળી મરીશ. તેમ અજ્ઞાની જીવોને વિષયોમાં પડતા ભાન નથી કે તેના ફળમાં હું કેવા ભયંકર ચારગતિના દુઃખોને પામીશ. ૨૪
| ક્રિયાસ્થાન અથર્મ આ રે માન અશુદ્ધ અનાર્ય રે-ગુરુજીને વંદીએ રે.
અન્યાયે એ ટકી રહ્યું રે ચુકાય મુક્તિ-કાર્ય રે-ગુરુજીને વંદીએ રે. ૨૫ અર્થ :- ઉપર કહ્યા તે બધા ક્રિયાના સ્થાનકો અઘર્મના છે. તેને તું અશુદ્ધ અને અનાર્ય જીવોના કયો માન. જેમ મિથ્યાત્વના આધારે સત્તર પાપો ટકી રહ્યા છે તેમ અન્યાય વડે આ અઘર્મ ક્રિયાઓ ટકી રહી છે. જેથી મુક્તિ પ્રાપ્ત કરવાનું ઉત્તમ કાર્ય તે સુકાઈ જાય છે. If૨પા.
સદા અપૂર્ણ, અયોગ્ય એ રે અસંયમે ભરપૂર રે-ગુરુજીને વંદીએ રે.
મિથ્યા માની ન ઇચ્છતા રે સજ્જન ખસતા દૂર રે-ગુરુજીને વંદીએ રે. ૨૬ અર્થ – ઉપર કહેલ અઘર્મના કાર્યો સદા તૃષ્ણાને લીધે અપૂર્ણ રહે છે, તથા આત્માર્થ માટે સાવ અયોગ્ય છે, તેમજ અસંયમથી એટલે કુચરિત્રથી સદા ભરપૂર છે. માટે તેને ખોટા માની સજ્જન પુરુષો કદી ઇચ્છતા નથી, પણ તેથી સદા દૂર ખસતા રહે છે, અર્થાત્ તેવા કાર્યોથી સદા ડરતા રહે છે. રકા
ક્રિયા સ્થાનક ઘર્મરૂપ રે કહ્યું આર્ય, અનુકૂળ રે-ગુરુજીને વંદીએ રે.
ક્ષયકારક સૌ દુઃખનું રે શુદ્ધ તત્ત્વનું મૂળ રે-ગુરુજીને વંદીએ રે. ૨૭ અર્થ – ઘર્મ ક્રિયા સ્થાનક– હવે સર્વ દુઃખને હરનાર એવા મુનિઘર્મ ક્રિયાના સ્થાનકોનું વર્ણન કરે છે – આર્ય પુરુષોને અનુકૂળ એવા ઘર્મરૂપ ક્રિયાસ્થાનકોને હવે જણાવું છું. જે સર્વ દુઃખને ક્ષય કરનાર છે તથા જે શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્તિનું મૂળ છે. સુરક્ષા
માનનીય કુળના ઑવો રે, સમજું, ગર્ભશ્રીમંત રે-ગુરુજીને વંદીએ રે.
ભવદુખથી ત્રાસી ગ્રહે રે સગુરૂશરણ મહંત રે-ગુરુજીને વંદીએ રે. ૨૮ અર્થ :- જે માનનીય એટલે આદર કરવા યોગ્ય એવા ઉત્તમકુળના સમજા જીવો શાલિભદ્ર, ઘનાભદ્ર કે જંબુસ્વામી વગેરે ગર્ભથી શ્રીમંત હોવા છતાં સંસારના ત્રિવિધતાપના દુઃખોથી ત્રાસી મહાન એવા શ્રી સદ્ગુરુના શરણને સ્વીકારે છે.
જો ભવવાસ વિષે સુખ હોતો, તીર્થકર કર્યું ત્યાગે;
કાહે કો શિવ સાથન કરતે, સંયમ સૌ અનુરાગે.” ૨૮ શાશ્વત સત્ક્રાંતિ ચહી રે ભીખથી કરી નિર્વાહ રે-ગુરુજીને વંદીએ રે.
સત્ય સનાતન ઘર્મનો રે ગ્રહે સુગુરુથી રાહ રે-ગુરુજીને વંદીએ રે. ૨૯ અર્થ - જે શાશ્વત આત્માની સત્ક્રાંતિને ઇચ્છી, તે મેળવવા માટે સર્વ ભૌતિક અનુકૂળતાનો ત્યાગ કરી, ભિક્ષા મેળવીને પોતાનો નિર્વાહ કરે છે તથા સત્ય સનાતન એટલે શાશ્વત આત્મસ્વભાવરૂપઘર્મ પામવાના માર્ગને સદ્ગુરુ દ્વારા જાણી ગ્રહણ કરે છે. ૨૯
સર્વ શક્તિએ આચરે રે તર્જી સૌ પાપ-સ્થાન રે-ગુરુજીને વંદીએ રે. સતુ સાથન સંપન્ન તે રે બને સિદ્ધ ભગવાન રે-ગુરુજીને વંદીએ રે. ૩૦