SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ક્રિયા ૨૯ ૭ કારણ વિના પણ કરે રે મૂઢમતિ જીંવ પાપ રે-ગુરુજીને વંદીએ રે. હિંસાની ક્રિયા કરે રે વેર વઘારી અમાપ રે-ગુરુજીને વંદીએ રે. ૬ અર્થ :- બીજા પ્રકારમાં કારણ વિના એટલે વગર પ્રયોજને પણ મૂઢમતિ એવો આ જીવ અનર્થદંડ, વિકથાઓ કરે, નિંદા કરે, પાપોપદેશ કરે કે ટીવી વગેરે જોઈને રાગદ્વેષ કરી કર્મ બાંધ્યા કરે છે. અથવા હાલતા ચાલતા પાંદડા તોડે વગેરે. ત્રીજા પ્રકારમાં, જીવોને મારી હિંસા કરીને અમાપ વેર વઘારી દે છે. જેમકે કોઈ સાપ કે વીંછીને જોઈ તેને ઝેરી પ્રાણી જાણી મારી નાખે છે. ત્રિપુષ્ટ વાસુદેવનું દ્રષ્ટાંત - ભગવાન મહાવીરના જીવે પૂર્વે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ભૂજા વડે સિંહને ફાડી નાખેલ. તે સિંહનો જીવ ભગવાન મહાવીરના ભવમાં ખેડૂત થયો હતો. તેણે ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી, પણ ભગવાન પાસે આવતાં પૂર્વભવના વેરના સંસ્કારથી તે પાછો ભાગી ગયો. કાા પા૫ અજાણ્ય” પણ થતાં રે કર્મ સદા બંઘાય રે-ગુરુજીને વંદીએ રે. અવળી સમજણથી હણે રે જીંવ નિર્દોષી ઘણાય રે-ગુરુજીને વંદીએ રે. ૭ અર્થ - ચોથા પ્રકારમાં અજાણપણાથી પણ જીવો પાપ બાંધ્યા કરે છે. જેમકે પાણી, વનસ્પતિ આદિ પાંચ સ્થાવર જીવો છે, તેનો અલ્પ ઉપયોગ ન છૂટકે જરૂર પૂરતો જ કરવો જોઈએ. પણ તેનું યથાર્થ ભાન ન હોવાથી છૂટથી ઉપયોગ કરી કર્મ બાંધ્યા કરે છે. અથવા છઠ્ઠી ત્રસકાય પણ આપણા જેવા જીવો જ છે. તેની પણ રક્ષા કરવી જોઈએ. પાંચમું કારણ જીવની અવળી સમજણ હોવાથી પણ બિચારા અનેક નિર્દોષ પ્રાણીઓ હણાઈ જાય છે. જેમકે અભક્ષ્ય પદાર્થો, મઘ, માખણ કંદમૂળ વગેરેમાં ક્યા જીવ છે એમ માની તેને સેવે છે. શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત - શ્રેણિક રાજા જેવા ભગવાન મહાવીર મળતાં પહેલા હિંસા વગેરેમાં પાપ છે એવી સમજણ ન હોવાથી નિશાન તાકી બાણ માર્યું, તે ગર્ભિણી હરણીના પેટને ચીરીને ઝાડમાં પેસી ગયું. તે હરણી અને તેનું બચ્ચું મરી ગયું. પણ તે સમયે અવળી સમજણના કારણે હિંસાનંદી રૌદ્રધ્યાન સેવવાથી નરકગતિનું આયુષ્ય બાંધ્યું. અને તેમને નરકગતિમાં જવું પડ્યું. કા. જૂઠા વચને વીંટતો રે ઑવ નિજ પાપ અનેક રે-ગુરુજીને વંદીએ રે. ચોરી કરી ભવમાં ભમે રે, માઠા ભાવે છેક રે-ગુરુજીને વંદીએ રે. ૮ અર્થ – બંઘ માર્ગનો છઠ્ઠો પ્રકાર તે જૂઠ છે. જૂઠા વચન બોલી અનેક પ્રકારે જીવ પાપથી વીંટાઈ જાય છે. એક જૂઠને છુપાવવા અનેક જૂઠ બોલે છે. વસુદેવ રાજાનું દૃષ્ટાંત :- નારદ પર્વતના ચુકાદામાં વસુદેવ રાજા જૂઠ બોલવાથી દેવોએ સિંહાસન પરથી તેને હેઠો નાખ્યો. મરીને તે સાતમી નરકે ગયો. કર્મબંઘનું સાતમું કારણ ચોરીની ક્રિયા છે. ચોરી કરીને જીવ આ લોકમાં નિંદાને પાત્ર બને છે અથવા જેલ કે ફાંસીની સજાને પણ પામે છે. ' લોહખુરચોરનું દ્રષ્ટાંત - શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાના ભોજન સમયે એક ચોર અંજન આંજી તેમના ભેગો બેસી રોજ જમી લેતો. અંજન આંજવાથી તેને કોઈ જોઈ શકતું નહીં. મંત્રીએ યુક્તિથી ત્યાં પાંદડા પાથર્યા. તે આવ્યો ત્યારે પાંદડાનો અવાજ થવાથી ધૂપ કર્યો. તેની આંખમાંથી અંજન નીકળી ગયું. તેથી પકડાઈ ગયો. પછી આખા શહેરમાં ફેરવી તેને શૂળીએ ચઢાવ્યો. (ઉ.પ્રા.ભા.ભાગ-૨)
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy