________________
૨૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કર્મબંઘનું આઠમું કારણ માઠા ભાવો છે. તેથી જીવઅંતર્મુહૂર્ત માત્રમાં પણ સાતમી નરકનું આયુષ્ય બાંધી લે છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત – પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ધ્યાનમાં લડાઈના ભાવો કરી સાતમી નરક સુઘીના કર્મના દલીયા બાંધી લીધા. પણ તરત જ પાછા ફરી તે બધા કર્મ ખપાવી કેવળજ્ઞાન પણ પ્રગટાવી લીધું એવી આશ્ચર્યકારી ભાવની લીલા છે. દા.
મદ-માતો માને કરી રે ભમે અઘોગતિમાંય રે-ગુરુજીને વંદીએ રે.
સ્વજનો પણ ત્રાસી જતાં રે જૂર સુખી નહિ ક્યાંય રે-ગુરુજીને વંદીએ રે. ૯ અર્થ:- નવમું બંઘનું કારણ માન છે. કુલ, જાતિ, રૂપ, ઘન, બળ, તપ, જ્ઞાન અને ઐશ્વર્ય એમ આઠ પ્રકારના મદમાં માતો એટલે મસ્ત બનીને માનમાં તણાઈ જઈ અઘોગતિમાં જીવ ભમ્યા કરે છે.
જેમ સુભમ ચક્રવર્તીએ છ ખંડ સાથી લીઘા છતાં હું બારે ખંડ સાથું તો વિશેષ નામાંકિત થઈ જગતમાં મોટો ગણાઈશ. એમ કરવાથી સમુદ્રમાં તે બુડી મુઓ.
દશમું બંઘનું કારણ ક્રૂર ભાવ છે. ક્રૂરતાના સ્વભાવ વડે સ્વજનો પણ ત્રાસી જાય છે તથા પોતે પણ ક્યાંય સુખી થતો નથી.
કંસનું દ્રષ્ટાંત – કંસે પોતાના પિતાને જેલમાં નાખી દીઘા. તથા ક્રૂર સ્વભાવે વસુદેવ સાથે તેમના પુત્રોને આપી દેવાની શરત કરી. તે મેળવી મારી નાખ્યા. પણ દૈવયોગે બીજાને ત્યાંથી મરેલા પુત્રો જ તેને આપવામાં આવતા હતા. પણ તેવા ભાવના ફળમાં પોતે મરીને નરકે ગયો.
કોણિકનું દ્રષ્ટાંત :- કોણિક પણ રાજ્યના લોભે પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખી રોજ સો કોરડાનો માર મરાવતો હતો. તે પણ મરીને છઠ્ઠી નરકે ગયો. III
માયાવી જન તુચ્છ છે રે પરને ઠગી ઠગાય રે-ગુરુને વંદીએ રે
નિંદે નહિ નિજ દુષ્ટતા રે અઘોગતિમાં જાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૦ અર્થ :- કર્મબંધનો અગ્યારમો પ્રકાર માયા છે. માયાવી જન તુચ્છ છે કે જે પરને ઠગવાથી ખરી રીતે પોતે જ ઠગાય છે. જો તે પોતાની દુષ્ટતાને નિંદે નહીં તો મરીને અધોગતિમાં જાય છે.
“નૈગમ એક નારી ચૂતી પણ, ઘેબર ભૂખ ન ભાગી;
જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદિશા તવ જાગી. ભૂલ્યો બાજી -પૂજાસંચય (પૃ.૧૪૩) એક વાણિયાનું દ્રષ્ટાંત - નૈગમ એટલે એક વાણિયાએ એક નારીને છેતરીને એક રૂપિયો વઘારે કમાઈ લઈ તેના બદલામાં ઘરે ઘેબર બનાવડાવ્યા. પણ પોતે ઘેર ગયો તેના પહેલાં પોતાનો જમાઈ તેના મિત્ર સાથે આવીને તે ઘેબર જમી ગયો. તે જાણી પોતાની જ્ઞાનદિશા સદ્ગુરુના સંગથી જાગૃત થઈ કે અહો! પાપ તો મેં કર્યું અને ઘેબર બીજા જ જમી ગયા. હવે કદિ એવું પાપ થાય નહીં એમ વિચારી દીક્ષા લઈ પોતાનું કલ્યાણ કર્યું. ૧૦ના
લોભ પાપનો બાપ છે રે કષ્ટ મુનિથી મુકાય રે-ગુરુજીને વંદીએ રે.
સાથુજીંવન જીંવવા કરો રે સૌ સમ્યક ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૧ અર્થ – બંઘમાર્ગનો બારમો પ્રકાર લોભ છે. લોભ પાપનો બાપ છે મુનિથી પણ કષ્ટ મુકાય છે.