________________
૨૨૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
લૌકાંતિક સુર આવિયા જાણી જિન-વૈરાગ્ય; સ્તુતિમંગલમય ઉચ્ચરે : “ઘન્ય !જિન, મહાભાગ્ય. ૪૧
અર્થ :– ભોગથી વિમુખ અને મોક્ષની સન્મુખ એવા પ્રભુના વૈરાગ્ય જાન્ની લોકાંતિક દેવો ત્યાં આવી ચઢ્યા. ભગવાનની મંગલમય સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હૈ મહા ભાગ્યવાન! ઇન્દ્રિયોને જીતનાર જિન આપને ધન્ય છે.' ।।૪।।
ઉદાસીન-અસિ આપની દેખી મોઠ પલાય,
શિવ-રમણી રાજી થઈ, ભવિજન-મન હ૨ખાય. ૪૨
અર્થ :– પ્રભુની ઉદાસીનતારૂપી અસિ એટલે તરવારને જોઈને ચારિત્રમોહની સેના ભાગવા માંડી. તેથી મોક્ષરૂપી રમણી રાજી થઈ કે હવે મને પ્રભુ આવીને મળશે. તેમજ ભવ્યાત્માઓના મન પણ પ્રભુનો વૈરાગ્યભાવ જોઈ હર્ષિત થયા. ।।૪૨।।
ભવજળ નિજ ભુજા બળે કેમ અપાર તરાય? પ્રભુવાણી-વિમાનથી બહુજન શિવપુર જાય. ૪૩
અર્થ :— આ સંસારરૂપી અપાર સમુદ્ર પોતાના ભુજબળે કેમ તરી શકાય? એ તો પ્રભુવાણીરૂપ વિમાનમાં બેસીને ઘણા ભવ્યો ભવસમુદ્રને ઓળંગી મોક્ષનગરીએ જાય છે. માટે આપનો આ સંસારત્યાગ ઘણા જીવોને કલ્યાણકારક થશે. ૪૩।।
સ્વયંબુદ્ધને બોધ આ, રવિ જોવાને દીપ; અણઘટતું અમને છતાં, વિનતિ આપ સમીપ : ૪૪
અર્થ : = • સ્વયંબુદ્ધ એવા આપ પ્રભુ સમક્ષ આવા બોધસ્વરૂપ વચનો ઉચ્ચારવા તે તો સૂર્યને જોવા માટે દીપક ઘરવા સમાન છે. તે અમને અઘટિત છે, છતાં આપ સમીપ અમે એક વિનંતિ કરવા આવ્યા Art. 118811
અવસર આ દીક્ષાતો જણાવવાને કાજ,
અમે નિયોગે આવિયે; જાણો છો જિનરાજ.” ૪૫
અર્થ :– આ અવસર આપનો દીક્ષા ગ્રહણ કરવાનો છે, એમ જણાવવાને માટે અમે નિયોગથી આવ્યા છીએ. તે હે જિનરાજ! આપ તો સર્વ જાણો છે. અનાદિકાળથી આવી પ્રથા છે કે ભગવાનને વૈરાગ્ય ઉપજે ત્યારે પાંચમા દેવલોકના અંતમાં રહેનારા આ બ્રહ્મચારી એકાવતારી લોકાંતિક દેવો આવીને પ્રભુને ધર્મોદ્ધાર કરવા દીક્ષા ગ્રહણ કરવાની વિનંતિ કરે છે. ।।૪૫।।
પ્રભુ-ચરણે વંદન કરી લૌકાંતિક્ર સુર જાય,
સૌધર્માદિ સ્વર્ગના ઇન્દ્રાદિક હરખાય. ૪૬
અર્થ • પ્રભુના ચરણકમળમાં વંદન કરીને આ લોકાંતિક દેવો પોતાના સ્થાને ગયા. પછી પ્રભુના
=
દીક્ષા ગ્રહણ કરવાના ભાવ જાણી સૌધર્મ આદિ સ્વર્ગલોકના ઇન્દ્રો પણ હર્ષિત થયા. ॥૪૬
તપ-કલ્યાણૢ કારણે આવે દેવ અને;
ક્ષીર-સાગર જળ લાવીને કરે પ્રભુ-અભિષેક. ૪૭
અર્થ :– પ્રભુના તપ કલ્યાણક અથવા દીક્ષા કલ્યાણક નિમિત્તે લાખો દેવો આવી પહોંચ્યા. ક્ષીર