________________
૨ ૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
છેલ્લા અંતર્મુહૂર્વે રે પ્રભુ સૂક્ષ્મ ક્રિયા કરે,
પછી થાય અયોગી રે દશા અક્રિય વરે. મન. ૨૫ અર્થ - તેરમે ગુણસ્થાનકે સ્થિત એવા સયોગી કેવળી પરમાત્મા તે હવે અયોગીદશાને પામવા માટે આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત શરીરની ક્રિયાને સૂક્ષ્મ કરે છે, અર્થાત્ શુક્લધ્યાનનો ત્રીજો ભેદ જે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનો છે તે વડે આ શરીરથી રહિત થવા માટે સર્વ ક્રિયાને સૂક્ષ્મ કરે છે. પછી તે મન વચન કાયાના યોગથી પણ રહિત બનીને અક્રિયદશાને પામે છે. તે અયોગી કેવળી નામનું ચૌદમું ગુણસ્થાનક છે. ત્યાં ભુપતક્રિયાનિવર્સી નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ હોય છે. વ્યુપરત એટલે અટકી જવું ત્યાં સર્વ ક્રિયાઓ અટકી જઈ નિવૃત્ત થાય છે. આ અયોગી ગુણસ્થાનમાં પ્રભુ આ પાંચ હ્રસ્વ સ્વર ‘ફુ ૩ 8 ' બોલીએ તેટલો સમય રહે છે. આપણા
છેક છેલ્લા સમયે રે નિર્મળ, શાંત બને;
જન્મ-જરાદિ છૂટ્યાં રે રહે આનંદઘને. મન ૨૬ અર્થ - ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમયે પર્વત જેવી અડોલ શૈલેશીકરણ અવસ્થા પામીને પ્રભુ સંપૂર્ણ શુદ્ધ બની સ્વભાવમાં સર્વથા શાંત થાય છે. સર્વકાળના જન્મજરામરણાદિ જેના છૂટી ગયા છે એવા પ્રભુ હવે આનંદઘન બનીને રહે છે, અર્થાત ભવિષ્યમાં આવનાર અનંતકાળ સુધી તેઓ અનંત આનંદનો અનુભવ કરશે. ૨૬ાા
સિદ્ધાત્મા પ્રસિદ્ધ રે નિરંજન શુદ્ધ સદા,
અતિ નિર્મળ નિષ્કલ રે પ્રગટ નિજ સૌ સંપદા. મન. ૨૭ અર્થ :- સર્વ કર્મોથી રહિત થયેલ પરમાત્મા સિદ્ધદશાને પામે છે તે સર્વોત્કૃષ્ટ કૃદ્ધિના કારણે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામ્યા છે. જગતમાં એવા સિદ્ધાત્માઓ પ્રસિદ્ધ છે કે જે સદા કર્મરૂપી અંજનથી રહિત થઈને નિરંજન બની સદા શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કરે છે. તેઓ અતિ નિર્મળ છે તથા નિષ્કલ એટલે શરીરથી રહિત છે. તેમજ પોતાના આત્માનું સર્વ સ્વાધીન ઐશ્વર્ય તેમને પ્રગટ થયેલ છે. રક્ષા
યથાખ્યાત ચારિત્ર રે વીર્ય અનંત ઘરે,
જ્ઞાન-દર્શન કરી રે સર્વોત્તમ શુદ્ધિ વરે. મન૨૮ અર્થ :- જેમને યથાખ્યાત એટલે ક્ષાયિક ચારિત્રદશા તથા અનંત વીર્યગુણ પ્રગટ થયેલ છે તેમજ અનંતજ્ઞાન અને અનંત દર્શનને પામેલ હોવાથી તેઓ સર્વોત્તમ આત્મશુદ્ધિના ઘારક છે. ૨૮
કર્મ-મુક્ત પ્રભુ તે રે સિઘાવે લોકાગ્ર ભણી,
ઊર્ધ્વ ગતિથી સહજે રે અચળ સ્થિતિ ત્યાં જ ગણી. મન૦ ૨૯ અર્થ - હવે સર્વ કર્મોથી મુક્ત થયેલ પ્રભુ લોકના અગ્રભાગે રહેલ મોક્ષનગરીએ સિઘાવે છે. આત્માનો ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી સર્વકર્મથી મુક્ત એવો આત્મા સહેજે ઉપર ઉઠીને લોકાંતે પોતાની અચળ એવી આત્મસ્થિતિમાં સર્વકાળને માટે બિરાજે છે. રા.
સિદ્ધ દેવાધિદેવનું રે સૌખ્ય અકથ્ય કહ્યું, અત્યંત અતીન્દ્રિય રે બાઘારહિત રહ્યું. મન. ૩૦