SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭૫ એ માન્યતા જ ભવહેતુ, અનાદિ સેવી, અજ્ઞાન એ જ, જનની-જનકાદિ એવી કુંકલ્પના કરી અનેક ગણી સગાઈ, તે જાય તો જફૅર મોક્ષ થનાર, ભાઈ. ૨૫ અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહસ્ત્રી પુત્રાદિ મારા છે એ માન્યતા જ ભવ એટલે સંસાર વૃદ્ધિનું કારણ છે. “બીજા દેહોતણું બીજ આ દેહે આત્મભાવના.” -સમાધિશતક અનાદિકાળથી આ જ ભાવનાને જીવે તેવી છે, એ જ તેનું અજ્ઞાન છે. તેના કારણે પરમાં માતાપિતા, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિની કુકલ્પના કરીને અનેકગણી સગાઈ આ જીવે વઘારી દીધી છે. પણ હે ભાઈ, હવે એવી ભાવ કલ્પનાઓ જાય તો જરૂર તારો મોક્ષ થાય એમ છે. એ જ માન્યતા તે સંસાર છે તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે.” (વ.પૃ.૪૩૬) //રપી તે ટાળવા જ સહુ સાઘન સાધવાનાં, સત્સંગ, સપુરુષ આદિક સેવવાનાં; તે કાજ જો બળ બધું વપરાય જેનું, તેને જ સિદ્ધિ સહજે, બળ ઘન્ય તેનું! ૨૬ દેહમાં આત્મબુદ્ધિ ટાળવા માટે જેનું બળ વપરાશે તે જ સિદ્ધિને પામશે એ વાત હવે જણાવે છે – અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારાં છે, એ માન્યતાને ટાળવા માટે જ સત્સંગ, સપુરુષ આદિ સર્વ સાઘન ઉપાસવાના છે. તે અર્થે જેનું બધું આત્મબળ વપરાશે તે આત્મસિદ્ધિને સહજ પામશે; અને તેનું જ આત્મબળ ઘન્ય ગણવા યોગ્ય છે. એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાઘન કહ્યાં છે; અને તે સાઘન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વઘારે શું કહીએ?” (વ.પૃ.૪૩૬) //રકા જો આટલું જ જીંવમાં પરિણામ પામે, તો સો વ્રતો નિયમ ભક્તિ વિના વિરામે; શાસ્ત્રો બઘાં ભણી ગયો, ભ્રમ જો મટે તો, ભ્રાંતિ જશે મનન, જો પરથી હઠે તો. ૨૭ જો દેહમાં રહેલી આત્મબુદ્ધિ ટળે તો જીવે વ્રત, નિયમ, ભક્તિ આદિ સર્વ કરી લીઘા એમ કહે છે : અર્થ :- જો આટલું જ એટલે દેહમાં પર બુદ્ધિ અને સ્વઆત્મામાં આત્મબુદ્ધિ યથાર્થ પરિણામ પામી જાય તો તે સર્વ વ્રત, નિયમ, જપ, ભક્તિ કર્યા વિના જ સર્વ વિભાવભાવથી વિરામ પામશે; કેમકે સર્વ ક્રિયા કરીને પણ દેહમાં આત્મબુદ્ધિ ટાળવાની છે. તેથી આમ જેણે કરી લીધું તે સર્વ શાસ્ત્રો ભણી ગયો. પણ આવું થશે ક્યારે ? તો કે પરને પોતાના માનવારૂપ મૂળ ભૂલ અર્થાત્ મનની ભ્રાંતિ જ્યારે મટશે ત્યારે જ ખરેખર આત્મસિદ્ધિની તેને પ્રાપ્તિ થશે. “આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.” (વ.પૃ.૪૩૬) /રશા રાગાદિ ભાવ મનમાં મૂંઢતા જગાવે, ભ્રાંતિ અતિ ઊભું કરે ભયમાં ભમાવે; લેશિત, શંકિત કરે મન રોગ-કાળે, મોક્ષાર્થી તેથી રિપુ જાણી વિભાવ ટાળે. ૨૮ આત્મભ્રાંતિનું મૂળ રાગાદિ ભાવ છે તે જણાવે છે – અર્થ – પરવસ્તુમાં થતાં રાગ દ્વેષાદિ ભાવ મનમાં મૂઢતાને જન્મ આપે છે. તે મૂઢતા અત્યંત
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy