________________
(૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨
૨૦૯
અર્થ :– એકવાર આનંદરાજા વિપુલમતિ નામના મુનિરાજને કહે છે કે મારા મનમાં એક સંશય થયો છે, તે આપની કૃપાથી જાય એમ છે. ।।૫।।
પ્રતિમા પથ્થર આદિની, પ્રગટ અચેતન આપ; પૂજક–નિંદકને મળે કેમ પુછ્યું કે પાપ?' ૬
અર્થ :– પથ્થર આદિની ભગવાનની પ્રતિમા તે પ્રગટ અચેતન એટલે જડરૂપ જણાય છે તો તેની પુજા કરનારને કે તેની નિંદા કરનારને પુછ્યું કે પાપનું ફળ કેવી રીતે આપી શકે ? ।।૬।। જ્ઞાની મુનિવર બોલિયા : ‘“સમાઘાન સુણ, રાય; શુભ અશુભ ભાવો વડે પુણ્ય, પાપ બંઘાય. ૭
અર્થ :— મુનિઓમાં શ્રેષ્ઠ એવા વિપુલમતિ જ્ઞાની ભગવંત બોલ્યા કે હે રાજા! તેનું સમાઘાન સાંભળ. શુભ અને અશુભ ભાવો વડે જીવ પુણ્ય કે પાપનો બંધ પાડે છે. ગા
પુષ્પ-રંગના યોગથી સ્ફટિક ક્રાંતિ બદલાય, તેમ નિમિત્તાથીન નિજ ભાવો પણ પલટાય. ૮
-
અર્થ : જેમ રંગીન ફુલનો સંયોગ થવાથી સ્ફટિક રત્નની કાંતિ પણ તે રંગવાળી જણાય છે તેમ નિમિત્તને આધીન પોતાના ભાવ પણ પલટાય છે. ।।૮।।
દ્વિવિધ નિમિત્તો જાણિયેઃ અંતરંગ, બહિરંગ;
સત્ય વસે તેને ઉરે, જે સમજે સર્વાંગ. ૯
અર્થ :– નિમિત્તો બે પ્રકારના છે. અંતરંગ અને બહિરંગ. તેના હૃદયમાં સત્ય વસે છે કે જે સર્વાંગે
=
આ નિમિત્તોના સ્વરૂપને જાણે છે. તે જીવ બર્નિમિત્તો વડે અંતર્આત્માની શુદ્ધિ કરે છે, ચાલ્યા
અંતરંગ-અર્થે ગણો બાહ્ય મુ-સમુદાય;
જેવા અંતરભાવ નિજ, તેવો બંઘ સદાય. ૧૦
અર્થ :– અંતરના ભાવ સુધારવા માટે જ બાહ્ય નિમિત્તોના સાધનો છે એમ જાણો, જેવા અંતરના ભાવ છે તેવો જ હમેશાં કર્મનો બંધ પડે છે. ૧૦૦
વીતરાગ મુદ્દા નીરખ, સાંભરશે ભગવાન;
તે જ ભાવ કારણ સમજ મહા પુણ્યકર જાણ. ૧૧
અર્થ :– વીતરાગ ભગવંતની મુદ્દાના દર્શન કરતાં ભગવાનના ગુણોનું સ્મરણ થશે. આવા શુભ નિમિત્તો વડે જે ભાવ થાય છે તે જ મહાપુણ્યના કરનાર જાણ. ।।૧૧।।
દર્પણવત્ ભગવાન છે, સુખ-દુખદાતા નાંતિ,
રાગદ્વેષ નહિં તેમને; સમજો એ ઉર માંહિ. ૧૨
અર્થ :– ભગવાન તો દર્પણ સમાન રાગદ્વેષરહિત નિર્મળ છે. તેના જ્ઞાનરૂપી દર્પણમાં આખું વિશ્વ ઝળકે છે. તે ભગવંત કોઈને પણ સુખના કે દુઃખના દેનાર નથી. કારણ તેમનામાં રાગદ્વેષનો સર્વથા અભાવ છે. આ વાતને હૃદયમાં ખૂબ વિચારીને સમજો કે ભગવાન તો વીતરાગ છે. ।।૧૨।