SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અભ્યાસ કરતા જ્ઞાનનો તે ધ્યાન-સ્વાધ્યાયે રહે. તપની કરે રક્ષા મુનિ જે મોક્ષનાં સુખને ચહે. ૧૩ અર્થ - આ મનુષ્યભવ જો સમ્યજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત થયો તો જ તેને સફળ માન. તેમજ જ્ઞાનનું ફળ વિરતિ છે. તેથી જેણે તે સમ્યજ્ઞાનના બળે સુસંયમ અર્થાત સમ્યકુચારિત્ર પ્રગટાવી લીધું તેનો તો આ ભવ અતિ ઉજ્વળતાને પામ્યો. મુનિ મહાત્માઓનું મુખ્ય કર્તવ્ય ધ્યાન અને સ્વાધ્યાય છે. તે હમેશાં જ્ઞાનનો અભ્યાસ કરતાં આત્મધ્યાનમાં કે સ્વાધ્યાયમાં લીન રહે છે. જે મુનિ મહાત્માઓ મોક્ષના ઇચ્છુક છે તે તો હમેશાં ઇચ્છાઓના નિરોઘ કરવારૂપ તપની રક્ષા કરે છે. /૧૩ વિદ્વાન તે જ ગણાય જે નિજ વીર્ય તપમાં વાપરે, સુજ્ઞાન કર્મ વિદારવા સુપાત્ર કાજે ઘન ઘરે; તર્જી વિષય-સ્વાદની લાલસા, જીંવ અપ્રમાદી જે બને, ત્રણ રત્ન સમ્યક જ્ઞાન-દર્શન-ચરણને નિત્યે ગણે. ૧૪ અર્થ - તે જ ખરેખરા વિદ્વાન ગણાય કે જે પોતાના આત્મવીર્યને ઇચ્છાઓ રોકવારૂપ તપમાં વાપરે છે, તથા જેનું સમ્યજ્ઞાન પણ કર્મને વિદારણ એટલે કર્મ કાપવા માટે હોય છે અને જેનું ઘન પણ જ્ઞાનદાન, અભયદાન, આહારદાન તેમજ ઔષધદાનરૂપે સુપાત્ર એટલે યોગ્ય સ્થાનોમાં વપરાય છે. જે ઇન્દ્રિય વિષયના સ્વાદની લાલસાને તજી દઈને સદા અપ્રમાદી બની સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નને મેળવવા માટે પુરુષાર્થ કરે છે, તે જ ખરેખરા વિદ્વાન ગણવા યોગ્ય છે. ૧૪ હિંસા તજી જે એકલા વનમાં ઉપદ્રવ સહુ સહે, વનવૃક્ષ જેવા તે મુનિ, સુજ્ઞાન-ભાવ ન જો લહે. છે જાગતી જ્યોતિ ઉરે સુજ્ઞાનની વિદ્વાનને, વિકલ્પ તેથી ના ઊઠે “સુખ-દુઃખ દે છે આ મને.” ૧૫ અર્થ:- હિંસાને તજી દઈ એકલા વનમાં રહી જે સર્વ ઉપદ્રવને સહન કરે, પણ જો તે સમ્યગુજ્ઞાનના રહસ્યને જાણતા નથી તો તેને વનમાં વૃક્ષ જેવા જ ગણવા યોગ્ય છે. વૃક્ષ પણ વનમાં સદૈવ ઊભા રહી ઠંડી, ગરમી, તાપ વગેરેને તો સહન કરે છે. પણ જે વિદ્વાન એટલે જ્ઞાનીપુરુષના હૃદયમાં સદૈવ સમ્યજ્ઞાનની જ્યોતિ જાગૃત છે તેને આ વિકલ્પ ઊઠતો નથી કે આ મને સુખ કે દુઃખ આપે છે; તે તો હમેશાં સમ્યજ્ઞાનના બળે સ્વરૂપમાં જ સમાઈને રહે છે. ||૧૫ા દેહાભિમાનીની નીંદમાં બહુ કાળ જીવ પડી રહ્યો, જાણ્યું હવે નિજરૂપ સદ્ગુરુ-બોઘથી બેઠો થયોઃ સર્વ વિચારો પૂર્વના મતિ-કલ્પનાથી જે ગ્રહ્યા, તે સૂર્ય ઊગતા તારલા સમ દૂર દૃષ્ટિથી થયા. ૧૬ અર્થ :- દેહાભિમાનરૂપ મોહની નીંદમાં મારો આત્મા ઘણા કાળથી પડી રહ્યો છે. તેણે જે ભવમાં જે જે દેહ ઘારણ કર્યા તેમાં અભિમાન કરીને વર્યાં છે. પણ હવે સદ્ગુરુના ઉપદેશથી પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ, જે આ સર્વ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાયથી સાવ જાદું છે એમ જાણવાથી આત્મામાં
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy