________________
(૨૫) જ્ઞાન
૨૮૯
જાગૃતિ આવી. તથા પૂર્વ અજ્ઞાનને કારણે મતિ કલ્પનામાં જે જે વિપરીત વિચાર્યા ગ્રહ્યા હતા તે હવે સમ્યજ્ઞાનરૂપ સૂર્ય ઊગતા, તારલા એટલે તારાઓ જેમ અદ્રશ્ય થઈ જાય તેમ થવા લાગ્યા. ૧૬ાા
જે શાસ્ત્રવનમાં ભટકતી મતિ સતી સમી નહિ જાણવી, ચૈતન્ય-કુળ-ઘર જે તજે કુલટા નઠારી માનવી. મતિરૂપ નદ દૂર દૂર દોડે શાસ્ત્ર-સાગર શોઘતી,
પરમાત્મવેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. ૧૭ અર્થ - કેવળ શાસ્ત્રરૂપીવનમાં ભટકતી બુદ્ધિને સતી સમાન જાણવી નહીં. જો તે આત્માર્થના લક્ષરૂપ પોતાના કુલીન ઘરને મૂકી દઈ પરઘરરૂપ શાસ્ત્રમાં જ ફર્યા કરે તો તેને નઠારી એવી કુલટા સમાન માનવી. કારણ આત્માર્થના લક્ષ વગરનું અધ્યયન મોક્ષાર્થે થતું નથી; પણ માત્ર અભિમાન પોષી સંસાર વઘારનાર થાય છે. બુદ્ધિરૂપી નદી માત્ર દૂર દૂર દોડ કરીને શાસ્ત્રરૂપી સમુદ્રને શોધ્યા કરે તેથી કંઈ વળે નહીં. શાસ્ત્રરૂપી દૂધપાકમાં બુદ્ધિરૂપી કડછી ફર્યા કરે તેથી કંઈ તે આત્માના આસ્વાદને પામે નહીં; પણ વિષયકષાયથી વિરક્ત બનીને પરમાત્મસ્વરૂપ એવા આત્માના અનુભવથી હૃદય ભેદાય તો જ આત્મામાં સ્થિરતા આવે છે. ||૧૭થી
જે મોહથી પરદ્રવ્યમાં અણુ જેટલી રતિ આદરે, તે મૂઢ અજ્ઞાની બનીને સ્વરૃપ-વિપરીતતા ઘરે; તર્જી વિષય-આસક્તિ, અરે! લ્યો ઓળખી આત્મા ખરો,
કરી ભાવના આત્મા તણી, તપગુણથી મુક્તિ વરો. ૧૮ અર્થ:- જે મોહવશ બનીને આત્માથી પર એવા પૌલિક પદાર્થમાં અણુ એટલે અંશમાત્ર પણ રતિ અર્થાત્ રાગ કરશે તે મૂઢ અજ્ઞાની એવો પ્રાણી સ્વરૂપ વિપરીતતાને પામશે, અર્થાત્ દેહભાવને દ્રઢ કરશે. તેથી હવે તો અરે! આ વિષયાસક્તિને તજી દઈ આ વાસ્તવિક આત્માની ઓળખાણ કરી લ્યો.
રે આત્મ તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખો;
સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મભાવનાને ભાવી, ઇચ્છાઓને રોકવારૂપ તપગુણને આદરી, હવે શીધ્ર મુક્તિને પ્રાપ્ત કરો. પરમકૃપાળુદેવે આ વિષે મંત્ર યોજી દ્રઢ કરાવ્યું કે :
આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૮ સંક્લેશ મિથ્યાભાવ તર્જી, જિન-વચનમાં રાચી રહ્યા, આજ્ઞા ગુની પાળતા ભાવે, નિકટભવ તે કહ્યા; જિન-વચન ઔષધિ અમ સમી, વિષયે વિરક્તિ આપતી,
વ્યાધિ, જરા, મરણાદિ દુઃખો ક્ષય કરી ભવ કાપતી. ૧૯ અર્થ - આત્મામાં રાગદ્વેષ મોહથી ઉત્પન્ન થતા સંકલેશ પરિણામરૂપ જે મિથ્યાભાવો છે, તેને તજી દઈ જે વીતરાગ વચનમાં રાચી રહ્યા છે, તથા જે ભાવપૂર્વક શ્રી ગુરુની આજ્ઞાને પાળે છે, તેને નિકટભવી ગણવામાં આવ્યા છે. વીતરાગના વચનામૃત ભવરોગને મટાડવા માટે અમૃત ઔષઘ સમાન