SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧૭ આવે છે. આ અંતરંગ ક્રોઘ, માન, માયા, લોભાદિ ચૌદ પરિગ્રહ જે ઉપર જણાવ્યા તે બાહ્ય ઘન, સોનુ, ઘર, વાહન વગેરે પરિગ્રહનો સંગ મળવાથી વિશેષ પ્રફુલ્લિત થાય છે, અર્થાત્ વિશેષ ફાળી ફૂલીને કર્મબંઘન કરાવનાર નિવડે છે. ૨૧ના ઊંડી જડ વૈરાગ્યની પરિગ્રહે છેદાય; સમજું-જન-મન પણ અહા! લક્ષ્મીમાં લટકાય. ૨૨ અર્થ - વૈરાગ્યભાવ ગાઢ થયો હોય છતાં જો પરિગ્રહનો સંગ રહ્યા કરતો હોય તો તે વૈરાગ્ય પણ નાશ પામી જાય છે. સમજા માણસોના મન પણ અહા! આશ્ચર્ય છે કે લક્ષ્મીમાં લુબ્ધ થઈ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંથી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે.” (વ.પૃ.૭૬) ૨૨ાા પિશાચ સમ પરિગ્રહ નડે ભોળવી લૂંટે ભેખ; તપ-શમ-જ્ઞાનજનિત સુખ મુનિ પણ તજતા, દેખ. ૨૩ અર્થ :- પિશાચ એટલે રાક્ષસ સમાન પરિગ્રહ છે કે જે મુનિના ભેખ એટલે વેષને પણ ભોળવીને લૂંટી લે છે, અર્થાત્ મુનિ પણ પરિગ્રહમાં રાગી થઈને મુનિનો વેષ મૂકી દઈ ફરીથી સંસારી થઈ જાય છે. કુંડરિકનું દ્રષ્ટાંત - કુંડરિકે હજાર વર્ષ દીક્ષા પાળીને અંતે મૂકી દઈ ફરીથી રાજ્ય ગ્રહણ કર્યું. તે જ દિવસે અતિઆહાર કરવાથી પીડાયો. ચારિત્રથી ભ્રષ્ટ થવાથી કોઈએ તેની સેવા કરી નહીં. તેથી સવારે બધાને ફાંસીએ ચઢાવી દઈશ એવા રૌદ્રધ્યાનથી મરીને સાતમી નરકે ગયો. ઇચ્છાઓને રોકવારૂપ તપ વડે તથા કષાયના ઉપશમનથી તેમજ સાચી સમજથી ઉત્પન્ન થતાં સુખને પણ તજી દઈને મુનિઓ પરિગ્રહના રાગી બની જાય છે. તે ઉપર એક સાથ્વી, ગરોળીના અવતારને પામી તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે : એક સાધ્વીનું દ્રષ્ટાંત - એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પોતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રત્નો લઈને એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી પાસે રાખ્યા હતા. તેની ઉપરના મોહથી તે મરણ પામીને ગરોળી થઈ, તિર્યચપણું ને તેમાં પણ હિંસકપણું પામી. તે ગરોળી નિરંતર પેલી પાટલી ઉપર આવીને બેસે. પૂર્વભવના મોહનું અવ્યક્તપણે પણ દર્શન થાય છે. આમ વારંવાર થવાથી અન્યદા કોઈ જ્ઞાની ગુરુ ત્યાં પઘાર્યા. તેને અન્ય સાધ્વીઓએ તેનું કારણ પૂછ્યું. એટલે જ્ઞાનનો ઉપયોગ દઈ તે ગરોળીનો પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યો. તે સાંભળતા જ ગરોળીને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે અણસણ કર્યું. મરણ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની મૂર્છા આવી રીતે તિર્યંચગતિમાં ઘસડી જાય છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ (પૃ.૬૯) //ર૩ી. જન્મે કામ પરિગ્રહે, કામ ક્રોઘ નિહાળ, ક્રોધે સ્વ-પર-હિંસા થતી-કર્મ અશુભની જાળ. ૨૪ અર્થ - પરિગ્રહ ભેગો કરવાથી પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવાની ઇચ્છાઓ તીવ્ર બને છે. તેમાં કોઈ વિદન કરે તો તે પ્રત્યે ક્રોથ જન્મે છે. ક્રોધથી પોતાના આત્મગુણની ઘાત થાય છે તથા બીજાને પણ
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy