SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ 'જિન્હેં કહ્યું નહિ ચાહિએ, વે શાહન કે શાહ. “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રહ્યા, યમ, નિયમ, પરોપકાર, અક્ષરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેવો નિયિતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.” સંતોષી નરની પાછળ કામઘેનુ ફરે, તેમજ નવે નિધાન પણ તેની પાસે આવવા ઇચ્છે છે. ૩૧૬ નવનિધિ : (૧) પાંડુ, (૨) કાલ, (૩) મહાકાલ, (૪) પદ્મ, (૫) નૈસર્પ, (૬) મનુષ્ય, (૭) શંખ, (૮) પિંગલ, (૯) રત્ન એ નવ નિધિઓ ક્રમથી ધાન્ય, દરેક ઋતુ સંબંધી પદાર્થ, વાસણ, કપડાં, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણાં અને રત્ન આપે છે. -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૮) સનત્કુમાર ચક્રવર્તી બધું ત્યાગી દીક્ષા લઈ નીકળી પડ્યા. તો પણ છ મહિના સુધી બધુ કુટુંબ, રાજરિદ્ધિ, નવ નિધાન વગેરે તેમના પાછળ ફર્યા છતાં તેઓ ચલાયમાન થયા નહીં. ।।૧૭।। અભય મુનિ સંતોષથી, જે સુખ પામ્યા ગુઢ, ઇન્દ્ર, ચક્રવર્તી સમા, પામે ક્યાંથી મૂઢ?૧૮ અર્થ :– અભયકુમાર મુનિ બની પરમ સંતોષભાવવડે જે ‘ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી’ એવા આત્મિસુખને પામ્યા, તે સુખ ઇન્દ્ર કે ચક્રવર્તી જેવા પણ જે સંસારસુખમાં ડૂબી રહેલા હોય તે ક્યાંથી પામી શકે? ‘સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી.’ "संतोषामृत तृप्तानाम्, यत्सुखं शांत चेतसाम् कुतस्तद् धन लुब्धानाम्, इतस्ततश्च धावताम्” અર્થ :— સંતોષરૂપ અમૃત પીને તૃપ્ત થયેલા જીવોને જે શાંતિનું સુખ પ્રાપ્ત છે તે અહીં તહીં દોડતા એવા ધનલુબ્ધ જીવોને ક્યાંથી હોય? ।।૧૮। ધાન્ય, ધાતુ, ઘન, વાસણો, ઘર, ખેતર, પશુ, યાન, દાસ, દાસી દશ સૌ મળી બાહ્ય પરિગ્રહ માન. ૧૯ : અર્થ :– ઘન, ધાન્ય, સોનુ વગેરે ઘાતુ, વાસણો, ઘર, ખેતર, પશુ કે યાન અર્થાત્ વાહન કે નોકર તથા દાસી મળીને કુલ આ દશ બાહ્ય પરિગ્રહ છે. ।।૧૯।। ક્રોઘ, માન, માયા અને લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ વળી વેદ ત્રણે વિલોક, ૨૦ હવે ચૌદ અંતરંગ પરિગ્રહ જણાવે છે :– અર્થ :ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ તેમજ સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસકવેઠ, એમ ત્રોય વેદ મળીને તેર પ્રકાર થયા. ।।૨ા મિથ્યાત્વ મળી ચૌદ એ પરિગ્રહ અંતરંગ, બને પ્રફુલ્લિત જો મળે બાહ્ય પરિગ્રહ-સંગ, ૨૧ અર્થ :– તથા મિથ્યાત્વને અંદર ભેળવવાથી બધા મળી કુલ ચૌદ અંતરંગ પરિગ્રહ માનવામાં
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy