________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૮૧
ઇત્યાદિક ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણા લોકોને ઘર્મમાં આસ્થાવાળા કર્યા. પરંતુ એક જય નામનો વણિક નાસ્તિક હતો. તે ઘણા લોકોને ભરમાવતો કે પુણ્ય, પાપ, પરભવ વગેરે કંઈ નથી. તેથી રાજાએ તેને શિક્ષા કરવા માટે પોતાનો હાર જયના દાગીનામાં ગુપ્ત રીતે મુકાવી દીધો. પછી ઘોષણા કરાવી કે રાજાનો હાર ખોવાઈ ગયો છે તેને લાવીને જે આપશે તેને શિક્ષા કરવામાં આવશે નહીં. નહીં તો શિક્ષા કરવામાં આવશે. પછી બધી તપાસ કરતાં જયના ઘરમાંથી હાર નીકળવાથી જયને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ વધ કરવાની આજ્ઞા કરી. સ્વજનોએ એને છોડાવવા માટે રાજાને પ્રાર્થના કરી. ત્યારે રાજાએ કહ્યું કે તેલનો ભરેલો થાળ લઈ આખા ગામમાં ફરીને આવે. ટીપું એક પણ પડશે તો તલવારથી માથું ઉડાડી દેવામાં આવશે. એ બચવાનો ઉપાય મળવાથી તે જાય તેલનો થાળ લઈ ઉપયોગપૂર્વક આખા ગામમાં ફરીને રાજા પાસે આવ્યો. પછી રાજાએ તેને આસ્તિક થર્મનો ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોધ પામી તેણે શ્રાવક ધર્મના વ્રતો અંગીકાર કર્યા. રાજાને ભગવાને કહેલા તત્ત્વ ઉપર જેવી દૃઢ શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા રાખવાથી સમ્યગ્દર્શન નિર્મળ થાય.
એ પાંચેય લક્ષણ વિષે શ્રીમદ્લ જણાવે છે કે —
“સમ્યક્દશાનાં પાંચ લક્ષણો છે : શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા."
ક્રોથાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે ‘શમ',
મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે ‘સંવેગ’.
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે પણી થઈ, અરે જીવ! હવે થોભ, એ ‘નિર્વેદ’.
માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ઘા’–‘આસ્થા’. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે ‘અનુકંપા’.
આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અઘિક અન્ય પ્રસંગે’”. (વ.પૃ.૨૨૬) ||૩૪||
છ જયણા
છે જયણા ષટ્ ભેદ સુદર્શનન્દીપક તે વ્યવહાર દીપાવે, ક્રુગુરુ-દેવ પ્રતિ 'કર જોડી ન શિર નમાવી ભજે ગુરુભાવે. દાન' ન દે બહુ વાર ભલા ગી, વાત કરે ન પરિચિત દાખે, લાભ-અલાભ-વિચાર કરી વરતે, જયણા વ્યવહારથી રાખે.
અર્થ :– હવે સમ્યગ્દર્શનની જયણા એટલે જતના અર્થાત્ સાવધાનીઓ છે. તેના ષટ્ એટલે છ
=
ભેદ છે. તે સમ્યક્દર્શનરૂપ દીપકને દીપાવનાર હોવાથી સમકિતીના વ્યવહારને પણ દીપાવે છે. જે કુગુરુ, કુદેવને હાથ જોડે નહીં એ પહેલો ભેદ, બીજો તે કુગુરુ કુદેવને શિર નમાવે નહીં તે એ વિષે દૃષ્ટાંત મિથ્યાત્વી દેવોને હાથ જોડવા કે શિર નમાવી વંદન કરવું નહીં. (૧) કુદેવ કુગુરુને હાથ જોડવા નહીં અને (૨) તેમને શિર નમાવવું નહીં તે વિષે.
(૧) અન્ય તીર્થીઓના શંકરાદિ દેવોનું વંદન વગેરે કરવું નહીં કે શિર નમાવવું નહીં. (૨) સાંખ્ય, બૌદ્ધાદિક અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલ અરિહંત મૂર્તિઓનું પણ પૂજન વંદન કદાપિ કરવું નહીં.
—