SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એમ વિચારી ત્યાગી દે ચક્રવર્તી-પદ-ભાર, સોંપી સુતને રાજ્ય તે બને મહા અણગાર. ૯૦ અર્થ - એમ વિચારીને ચક્રવર્તીપદનો બધો ભાર મનથી ઉતારી પોતાના પુત્રને રાજ્ય સોંપી તેઓ મહા અણગાર એટલે મહા મુનિ મહાત્મા બની ગયા. /૯૦ના ઘન્ય!સમજ દેનારને, ઘન્ય! સમજ ઘરનાર, ઘન્ય વીર્ય ને ધૈર્યને, મોક્ષમાર્ગ-સરદાર. ૯૧ અર્થ - એવી ઉત્તમ સમજ દેનાર સદગુરુ ભગવંતને ઘન્ય છે. તેમજ એવી સમજ લેનાર એવા નિકટ મોક્ષગામી ચક્રવર્તીને પણ ઘન્ય છે. એના શુરવીરપણાને તેમજ એની ઘીરજને પણ ઘન્ય છે કે જે મોક્ષમાર્ગના સરદાર અર્થાત્ મોક્ષમાર્ગમાં પણ મુખિયા બનીને રહ્યા. II૯૧ાા શ્રુત-સાગરમાંહી રમે, વહે મોક્ષને પંથ, નિજ સ્વભાવે સ્થિર થતા, વજનાભિ નિગ્રંથ. ૯૨ અર્થ :- હવે વજનાભિ ચક્રવર્તી નિગ્રંથ મુનિ બનીને શાસ્ત્ર સમુદ્રમાં જ સદા રમી, મોક્ષના માર્ગે આગળ વધ્યા કરે છે, તથા નિજ સ્વભાવમાં સ્થિર રહીને આત્મધ્યાનને જ પોષે છે. ૯રા એક દિને વનમાં ઊભા મુનિવર ઘરને ધ્યાન, સ્તંભ સમાન અડોલ છે; પૂર્વ કર્મ બળવાન. ૯૩ અર્થ :- એક દિવસ વનમાં મુનિવર સ્તંભ સમાન અડોલ ધ્યાન ઘરીને ઊભા છે. પણ પૂર્વકર્મ બળવાન હોવાથી આવેલ ઉપસર્ગને સહન કરે છે. II૯૩યા કમઠ જીવ અજગર મટી છઠ્ઠી નરકે જાય, બાવીસ સાગર દુખ ખમી ભીલ ભીષણ તે થાય. ૯૪ અર્થ - કમઠનો જીવ અજગરના ભવમાંથી મરી છઠ્ઠી નરકમાં જાય છે. ત્યાં બાવીસ સાગરોપમ સુઘી દુઃખ ભોગવીને ભીષણ એટલે ભયંકર એવો ભીલનો અવતાર પામે છે. II૯૪ શિકાર ભીલ કરતો ફરે, આવ્યો જ્યાં ભગવાન, યોગારૂઢ રહ્યા, ગણે કાદવ કંકુ સમાન. ૯૫ અર્થ - તે ભીલ જંગલમાં શિકાર કરતો ફરે છે. હવે જ્યાં મુનિ ભગવંત ધ્યાનમાં ઊભા છે ત્યાં તે આવી ચઢ્યો. મુનિ ભગવંત તો મન, વચન, કાયાના યોગને દમી આત્મધ્યાનમાં આરૂઢ થઈને રહ્યાં છે. તેમને મન તો કાદવ હો કે કંકુ બન્ને સમાન છે. II૯પા કંચન કાચ સમાન છે, તેમ મહેલ મસાણ, દુષ્ટ, દાસ; જીવન, મરણ; નહીં દેહનું ભાન. ૯૬ અર્થ – સમભાવવાળા આ મુનિ ભગવંતને તો સોનું કે કાચનો ટુકડો બેય સમાન છે. મહેલ હો મસાણ એટલે સ્મશાન હો બન્ને સમાન છે. કોઈ દુષ્ટ બનીને દુઃખ આપે કે દાસ બનીને સેવા કરે, અથવા જીવન હો કે મરણ હો, બન્ને પ્રત્યે તેને સમભાવ છે. આત્માકાર વૃત્તિ થતાં પોતાના દેહનું પણ જેને ભાન નથી, એવા આ મુનિ ભગવંત છે. I૯૬ાા
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy