________________
૨ ૦ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ભીડ ભોગની ઘણી છતાં દેવ ન વિસરે ઘર્મ
સમ્યગ્દર્શન નિશદિન દર્શાવે શિવ-ન્શર્મ. ૬૪ અર્થ - દેવલોકમાં ભોગોની ઘણી ભીડ હોવા છતાં પણ તે દેવ, ઘર્મને વિસરતા નથી પણ સમ્યગ્દર્શન હોવાથી તે હમેશાં શિવ-શર્મ એટલે મોક્ષસુખને જ સર્વશ્રેષ્ઠ દર્શાવે છે. II૬૪
અશ્વપુરે વિદેહમાં વજવીર્ય નૃપનામ;
વિજયા પટરાણી-વૃંખે દેવ-જન્મ અભિરામ. ૬૫ અર્થ - વિદેહક્ષેત્રમાં અશ્વપુરમાં વજવીર્ય નામના રાજાની વિજયા નામે પટરાણીના કૂખે પાર્શ્વનાથ ભગવાનનો જીવ દેવલોકથી ચ્યવીને અભિરામ એટલે મનોહર સ્વરૂપે અવતર્યો. તેનું નામ વજનાભિ રાખવામાં આવ્યું. આ ભગવાનનો છઠ્ઠો ભવ છે. ૬પા
વજનાભિ સુલક્ષણો જનમન-રંજનહાર;
વિદ્યા ભણી યશ પામિયો, રાજ્ય કરે સુખકાર. ૬૬ અર્થ - વજનાભિ સુલક્ષણાયુક્ત હોવાથી લોકોના મનને રંજન કરનાર થયો. અનેક પ્રકારની વિદ્યા ભણીને જગતમાં યશ પામ્યો, તથા મોટો થયે તે સર્વને સુખ આપતો રાજ્ય કરવા લાગ્યો. II૬૬ાા
ચક્રરત્ન પુણ્યોદયે આયુઘ-શાળામાંય,
પ્રગટ્યા પછી જ ખંડને જીંતી વસે સુખમાંય. ૬૭ અર્થ - પુણ્યોદયે તેની આયુર્ઘ શાળામાં ચક્રરત્ન પ્રગટ્યું. તેથી છ ખંડને જીતીને સુખમાં વસવા લાગ્યો. આશ્ચર્યની વાત એ છે કે તે ચક્રવડે એકપણ જીવની હિંસા કર્યા વગર તેણે તે ખંડને સાધ્યા. ||૬૭ની
ચૌદ રત્ન, નવ નિધિ સૌ સુખ-સામગ્રી હોય,
પૂર્વ પુણ્યની વેલનાં અનુપમ ફળ એ જોય. ૬૮ અર્થ - તેના રાજ્યમાં ચૌદ મહારત્નો તથા નવ નિશાન હતા કે જે વડે ઇચ્છિત વસ્ત્ર, શસ્ત્ર, અલંકાર, શાસ્ત્ર, વાજીંત્ર, વાસણ અને રત્નાદિ મેળવી શકાય. તથા છન્ને કરોડ ગામ તેના તાબામાં હતા. બત્રીસ હજાર રાજા મહારાજાઓનો તે સ્વામી હતો. સાતસો ઉત્તમ રત્નની ખાણ હતી તથા જેને છન્નુ હજાર રાણીઓ હતી. કરોડોની સેના તથા ચોરાશી હજાર હાથી વગેરે હતા. અભુત સિંહાસન, છત્ર, ચામર વગેરે તેનો વૈભવ હતો. એમ સર્વ પ્રકારની ભૌતિક સુખસામગ્રી જેને ત્યાં ઉપલબ્ધ હતી. આ સર્વ પૂર્વ જન્મમાં કરેલ પુણ્યરૂપી વેલના, અનુપમ ફળો તેને પ્રાપ્ત થયા. //૬૮ાા
ખેડૂત દાણા ખાય પણ, બિજ સાચવતા જેમ;
ચક્રવર્તી સુખ ભોગવે ઘર્મ સાચવી તેમ. ૬૯ અર્થ - ખેડૂત લોકો દાણ ખાય છે પણ ફરીથી અનાજની વાવણી માટે બીજને સાચવી રાખે છે, તેમ આ ચક્રવર્તી પણ સુખને ભોગવતા છતાં ઘર્મરૂપી બીજને સાચવી રાખે છે. કલા
ક્ષેમંકરમુનિ-આગમન સુણી હરખ્યો નૃપરાય, સદગુરુભક્તિ-વેગથી વંદન કાજે જાય. ૭૦