________________
૧૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વાદળાની જેમ આ જગતમાં સર્વ અસ્થિર જણાય છે. છતાં આ મોહ મને કંઈ સવળું સૂઝવા દેશે નહીં. અને મારું આત્મહિત કરવું રહી જશે. ૩૪
ખાતાં મેણા કોદરા ભાન રહે નહિ જેમ,
ભાન વિના ભવ-દુઃખ હું સહું મોહવશ તેમ. ૩૫ અર્થ :- જેમ મેણા કોદરા ખાવાથી તેના નશા વડે કંઈ ભાન રહેતું નથી તેમ મારા સ્વરૂપના ભાન વગર હું પણ મોહવશ સંસારના અનંત દુઃખોને સહન કર્યા કરું છું. ૩૫
એમ વિચારી અંતરે સગુરુ-શરણે જાય,
ઉત્તમ દીક્ષા આદરે, અવધિજ્ઞાની થાય. ૩૬ અર્થ - એમ અંતરમાં વિચાર કરીને અરવિંદ રાજા સદગુરુના શરણે જઈ ઉત્તમ દીક્ષા આદરીને પુરુષાર્થ કરી અવધિજ્ઞાની થયા. [૩૬ાા
સાર્થવાહ સંગે મુનિ યાત્રા અર્થે જાય,
સલ્લકી વનમાં આવતાં કોપ્યો તે ગજરાય. ૩૭ અર્થ - હવે એ મુનિ કોઈ સાર્થવાહની સાથે યાત્રા અર્થે જતાં તે સલ્લકી નામના વનમાં આવ્યા. ત્યાં તે મરુભૂતિનો જીવ જે હાથી થયો હતો તે આ બઘા સાર્થવાહ વગેરેને જોતાં કોપાયમાન થયો. //૩૭ના
છિન્નભિન્ન કરી સંઘને માર્યા પ્રાણી અનેક,
મુનિ ભણી દોડ્યો કરી મદઝરતો અવિવેક. ૩૮ અર્થ :- આખા સંઘને છિન્નભિન્ન કરીને તેણે અનેક પ્રાણીઓને મારી નાખ્યા. મદઝરતો અવિવેકી એવો તે કરી એટલે હાથી હવે અરવિંદ મુનિ ભણી દોડવા લાગ્યો. ૩૮ાા
આત્મદર્શીના દર્શને, પૂર્વિક પાપ પળાય,
પુણ્યતરું ફળ ચાખતાં, શાંતિ ઉર ભળાય. ૩૯ અર્થ - આત્માનું દર્શન જેને થયેલ છે એવા આત્મદર્શી અરવિંદમુનિના દર્શન માત્રથી તેના પૂર્વે કરેલા પાપ ભાગવા લાગ્યા, અર્થાત્ પાપની અવધિ પૂરી થવા લાગી અને પુણ્યરૂપી વૃક્ષના ફળનો ઉદય થયો. તે ફળનો રસ ચાખતા તેના હૃદયમાં શાંતિનો ઉદય થયો. ૩૯
મુનિ-ઉર પર શ્રીવત્સનું દેખી લક્ષણ સાર,
ગજ જાણે અરવિંદ આ, પૂર્વસ્મૃતિ-અનુસાર. ૪૦ અર્થ - અરવિંદમુનિના હૃદય ઉપર શ્રીવત્સ એટલે સાથીઆનું સારભૂત લક્ષણ જોઈને હાથીને જાતિસ્મરણજ્ઞાન ઊપસ્યું તેથી જાણ્યું કે ઓહો! આ તો મારા પૂર્વજન્મના અરવિંદ રાજા છે. ૪૦.
મુનિચરણે માથું મૂંકી કરતો પશ્ચાત્તાપ,
કૃપા કરી મુનિ બોઘ દે હરવા ગજસંતાપઃ ૪૧ અર્થ - હવે મુનિભગવંતના ચરણમાં માથું મૂકીને તે હાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મુનિ પણ કપા કરીને હાથીનો સંતાપ દૂર કરવા બોથ દેવા લાગ્યા. ૪૧