SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ *આસ્રવપૂર્વક બંઘ છે, ક્ષીર-નીર સમ જાણ; સર્વે આત્મપ્રદેશમાં અષ્ટકર્મનું સ્થાન. ૯૨ અર્થ - કર્મોનો આસ્રવ થવાથી તે જીવની સાથે બંઘાય છે, તેને બંધ તત્ત્વ કહે છે. પણ જીવ સાથેના આ કર્મબંઘને ક્ષીર-નીરવતુ જાણવો, અર્થાત્ દૂઘ અને પાણીની જેમ જુદા હોવા છતાં એકમેક થઈને રહ્યાં છે, તેવી જ રીતે કર્મ અને આત્માનો સંબંઘ જાણવો. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે આત્મા સંસારી અવસ્થામાં પોતાના સર્વ પ્રદેશે જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોથી બંઘાયેલો છે. I૯રા. તેમાં મુખ્ય મોહનીય સદ્ગોથે વહીં જાય; વીતરાગતા આદર્યે ઘણી નિર્જરા થાય. ૯૩ અર્થ - તે આઠેય કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ છે. તેના વળી બે ભેદ છે. તેનો પહેલો ભેદ દર્શન મોહનીય છે. તે સત્પષના બોઘથી હણાય છે. અને બીજો ભેદ ચારિત્રમોહનીયનો છે. તે જેમ વીતરાગતા વધતી જાય તેમ ચારિત્ર મોહનીયને આશ્રયે રહેલા કમની ઘણી નિર્જરા થતી જાય છે. II૯૩ાા પસંવર આત્મ-સ્થિરતા, ભાવ-નિર્જરા તે જ, સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષતત્ત્વ પોતે જ.”૯૪ અર્થ - આત્મામાં સ્થિરતા થતાં દ્રવ્યકર્મો આવતા રોકાય છે. તેને સંવરતત્ત્વ કહે છે. એમ વીતરાગભાવને આદરવાથી સત્તામાં પડેલા ઘણા કર્મોની નિર્જરા થાય છે તેને નિર્જરાતત્ત્વ કહે છે. એમ કરતાં કરતાં સર્વે કર્મો જ્યારે આત્મા ઉપરથી નિર્જરી જાય અર્થાત્ ક્ષય થઈ જાય તેને મોક્ષતત્ત્વ કહેવામાં આવે છે. સર્વ કર્મોથી મુક્ત થયેલો આત્મા પોતે મુક્ત સ્વરૂપ જ છે. ‘છો મોક્ષસ્વરૂપ.” I૯૪ જિનવાણી સુણ સર્વને થયો અતિ આનંદ; સૂર્ય-કિરણ સ્પર્શી ખીલે જેમ કમળનાં વૃંદ. ૯૫ અર્થ :- આ પ્રમાણે જિનેશ્વર પ્રભુની વાણી સાંભળીને સર્વને ઘણો આનંદ થયો. જેમ સૂર્યની કિરણના સ્પર્શથી કમળના સમૂહો ખીલી ઊઠે છે તેમ સર્વજનો અતિ ઉલ્લાસને પામ્યા. II૯પા ઘણા મહાવ્રત આદરે, અણુવ્રત ઘરમાં કોઈ; પશુ-પક્ષી પણ વ્રત બને, સુરને સમકિત હોય. ૯૬ અર્થ :- ઘણા મુમુક્ષુઓએ પંચ મહાવ્રત ઘારણ કર્યા. વળી કોઈએ શ્રાવકના અણુવ્રત અંગીકાર કર્યા. પશુપક્ષીઓએ પણ વ્રત લીઘા અને કેટલાય દેવતાઓ સમતિને પામ્યા. II૯૬ાા. કમઠ-જીવ પણ પ્રભુ કને પામ્યો સમકિત રત્ન, તાપસ-જીવો સાતસો, સુણી સાથે શિવયત્ન. ૯૭ અર્થ - પ્રભુ સાથે અનેક ભવસુઘી વેર લેનાર એવો કમઠનો જીવ પણ પ્રભુ પાસે આવી ઉપદેશ સાંભળીને સમકિતરૂપી રત્નને પામ્યો. સાતસો તાપસ જીવો પણ પ્રભુનો બોઘ સાંભળીને મોક્ષ માટે સાચો પુરુષાર્થ કરવા લાગ્યા. I૯શા. ઇન્દતણી વિનતિ સુણી કરવા જન-ઉપકાર, અનેક દેશ વિષે પ્રભુ, કરતા રહ્યા વિહાર. ૯૮
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy