SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મણિશિખર શંખકુમારના શરણે આવ્યો અને ક્ષમા યાચીને મિત્ર બની ગયો. પછી પોતાની સાથે વૈતાઢયગિરિ ઉપર આવેલ સિદ્ધાયતનમાં લઈ જઈ શાશ્વત જિનબિંબોની પૂજા કરાવીને જસમતીના પિતા જિતઅરિ રાજાની નગરી ચંપાપુરીએ લઈ ગયો. દા જસમર્તી સહિત ઘણી ખેચરી વર શંખકુંવર ત્યાં રહ્યો; પિતા શ્રીષેણે પત્રથી બોલાવતાં નિજપુર ગયો. તે ભુક્તભોગી રાય શંખકુમારને નિજ ગાદ , ગુણઘર મુનિ ગુરુની કને શ્રીષેણ દીક્ષા-ભાર લે. ૯ અર્થ :- ત્યાં શંખકુમાર પ્રથમ જસમતી સાથે લગ્ન કરી પછી ઘણી ખેચરી એટલે વિદ્યાઘરોની કન્યાઓને પણ પરણી ત્યાં રહ્યો. પછી પિતા શ્રીષેણનો પત્ર આવતાં તે પોતાના નગર હસ્તિનાપુરમાં ગયો. પિતા શ્રીષેણ મુક્તભોગી થઈ હવે પોતાના પુત્ર શંખકુમારને પોતાની રાજગાદી આપી પોતે ગુણધર નામના ગુરુ ભગવંત પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. લા. પ્રગટાવ કેવળજ્ઞાન તો શ્રીષેણ જગજન બોઘતા, જ્યાં હસ્તિનાપુર આવિયાં નરનારી-ચિત્ત પ્રમોદતા. સુણ દેશના કે શંખનૃપ, જસમર્તી અતિપ્રભ આદિ લે દીક્ષા, પછી ભણી શાસ્ત્ર, તપ સર્વે કરે પૂરા બળે. ૧૦ અર્થ :- પુરુષાર્થવડે કેવળજ્ઞાન પ્રગટાવી જગતના જીવોને બોઘ આપતા શ્રીષેણ મુનિ પોતાની નગરી હસ્તિનાપુરમાં પઘાર્યા. જેથી નરનારીઓના મનને ઘણો જ આનંદ થયો. કેવળી ભગવંતની દેશના સાંભળીને રાજા શંખકુમાર, જસમતી, મંત્રી મતિપ્રભ તથા પૂર્વભવના ભાઈ સૂર અને સોમ કે અહીં પણ યશોઘર અને ગુણઘર નામે ભાઈરૂપે હતા તેમણે પણ સાથે દીક્ષા લીધી. પછી અનુક્રમે શાસ્ત્ર ભણી શંખમુનિ ગીતાર્થ થયા તથા સર્વે મુનિઓ મહાકઠીન તપને પૂરા બળપૂર્વક તપવા લાગ્યા. ૧૦ તે શંખમુનિ વળી તીર્થપતિપદ-કારણો આરાઘતા, શુભ પ્રકૃતિ તીર્થકર મનોહર શુભભાવે બાંઘતા; આયુષ્ય થોડું જાણીને તે અંત અનશન આદરે, પાદોપગમના વિધિએ તરુ જેવી તે સ્થિરતા ઘરે. ૧૧ અર્થ:- શંખમુનિ વળી અર્થભક્તિ વગેરે તીર્થંકરપદ પ્રાપ્તિના શુભ સ્થાનકોની આરાધના કરતા મનોહર એવું તીર્થકર નામકર્મ બાંધ્યું. હવે આયુષ્ય થોડું બાકી રહ્યું જાણીને અંતમાં પાદોપગમન નામના અનશનને વિધિપૂર્વક આદરી વૃક્ષ જેવી અડોલ સ્થિરતાને ઘારણ કરી ધ્યાનમાં ઊભા રહ્યાં. ૧૧ાા અંતે સમાધિમરણ કરી ઊપજે જયંત વિમાનમાં, તેત્રીસ સાગર સુઘી રહે અહમિન્દ્ર-સુખના તાનમાં; બની દેવ જસમતી આદિ જીવો તે જ વિમાને વસે, વ્રત-તપ-ત-ફળ રૂપ વૈભવ-સુખમાં સૌ વિલસે. ૧૨ અર્થ :- અંતમાં સમાધિમરણને સાથી પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાં ઉત્પન્ન થયા.
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy