________________
૨૫૪
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
પ્રગટે છે. તથા અંતરાય કર્મના ક્ષયથી (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય ગુણ પ્રગટે છે.
આ બધા આત્માના ગુણો છે અથવા આત્માની જ શક્તિઓ છે તે સંપૂર્ણ પ્રગટ થાય છે. ।।૫।। પામે અનંતું રે હવે નહિ કાંઈ કમી,
સુખ
બહુ ઇન્દ્ર-નરેન્દ્રો રે પૂંજે પ્રભુ-પાય નમી. મન૦ ૬
અર્થ હવે કેવળ લબ્ધિને પામવાથી મહામુનિઓ આત્માનું અનંતસુખ પામે છે. તેમના સુખમાં કોઈપણ પ્રકારની ખામી નથી. એવા કેવળજ્ઞાનને પામેલા તીર્થંકરોને ઘણા ઇન્દ્રો તથા નરેન્દ્રો એટલે ચક્રવર્તીઓ પણ આવીને પ્રભુના ચરણકમળમાં નમસ્કાર કરી તેમની પૂજા કરે છે. કા
ઉપકાર કરે, બહુ જીવ તરે. મન૭
=
અર્થ :– સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા શ્રેષ્ઠ તીર્થંકર પુરુષોત્તમ પ્રભુ જીવોને તારવા માટે હવે પ્રગટ ઉપકાર કરે છે, તેમનો અનુપમ ઉપદેશ સાંભળીને ઘણા જીવો સંસાર સમુદ્રને ત૨ી જાય છે. ગા
પુરુષોત્તમ ઉત્તમ રે પ્રગઢ ઉપદેશ અનુપમ રે સુણી
પ્રભુચરણ ઉપાસી રે પ્રભુરૂપ કોઈ થશે,
તજી સંસારન્સુખો રે, બની મુનિ મોક્ષે જશે. મન ૮
અર્થ :– સર્વોત્કૃષ્ટ સિદ્ધિના ઘારક એવા પ્રભુની આજ્ઞા ઉપાસી કોઈ શ્રીકૃષ્ણ, રાવણ કે શ્રેણિક
-
મહારાજા જેવા તો પ્રભુરૂપ થશે અર્થાત્ પોતે પન્ન તીર્થંકર બનશે અને બીજા અનેક જીવો પણ સંસારસુખને ત્યાગી મુનિ બનીને મોક્ષે જશે. સનત્કુમાર ચક્રવર્તી હોવા છતાં પણ સર્વ ત્યાગી મુનિ બનીને મોક્ષે પધાર્યા. ॥૮॥
દેશ-સંયમી ગૃહી રે. યથાશક્તિ ભક્તિ કરે,
ભાવો મુનિ સરખા હૈ સદા ઉરમાંહિ ઘરે. મન ૯
રે
અર્થ ઃ— જે મુનિદશાને અંગીકાર ન કરી શકે તે જીવો દેશ-સંયમ એટલે શ્રાવકના વ્રતોને ગ્રહણ કરીને યથાશક્તિ ભગવાનની ભક્તિ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય લખે છે કે ભગવાન મહાવીરનો શ્રાવક પરિવાર એક લાખ ઓગણસાઠ હજાર તથા શ્રાવિકાનો પરિવાર ત્રણ લાખ અઢાર હજારનો હતો. તેમાનાં મુખ્ય દશ શ્રાવકોની આરાઘનાને ભગવાને પણ વખાણી હતી. તે દશ શ્રાવકમાં (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલન્નીપિતા, (૪) સુરાદેવ, (૫) ચુલ્લશતક (૩) કુંડકોલિક (૭) સદાલપુત્ત, (૮) મહાશતક, (૯) નન્દિની પિયા અને (૧૦) સાલિટી પિયા નામે હતા.
સાચો શ્રાવક તે કહેવાય કે જેને મુનિ થવાની ભાવના હોય; પણ શક્તિના અભાવે તે મુનિવ્રત લઈ શકતો નથી. પણ મુનિ સરખા ભાવો રાખવાની જે હમેશાં કોશિશ કરે છે. ભરત ચક્રવર્તી ઘરમાં રહેતાં છતાં પણ તેવી ભાવનાવાળા હતા. ભરત ચક્રવર્તીને લડાઈ કરતાં જાણી ભગવાન ઋષભદેવને પુંડરિક ગણઘરે પૂછ્યું કે ભગવન્ ! ભરત ચક્રવર્તીના હવે કેવા પરિણામ હશે? ત્યારે ભગવાને કહ્યું કે તારા જેવા, કર્યાં ગણધર ભગવાન અને ક્યાં ભયંકર યુદ્ધ કરતાં ભરત મહારાજા. પણ બન્નેના ભાવો ભગવાને સરખા કહ્યા. આમ પરિણામની લીલા અજબ છે. જનક વિદેહી પણ ઘરમાં રહેવા છતાં વિદેહીપણે વસતા હતા. IIII