________________
૧૮૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગુણ-નિશાન તિજોરી સમાન, ભૈમિષ સમ સર્વ સહે સમકિતી,
ભાજન છે સત્, શીલતણું, નહિ પાત્ર વિના ટકતો રસ, નીતિ. અર્થ :- હવે સમ્યગ્દર્શનની છ ભાવનાઓ જણાવે છે :
સમ્યગ્દર્શનની નીચે પ્રમાણે છ પ્રકારની ઉપમાઓનું ચિંતવન કરવું તે આત્માને કલ્યાણરૂપ માનેલ છે. તેમાં પહેલું એ કે સમ્યગ્દર્શનને મોક્ષરૂપી વૃક્ષનું મૂલ જાણવું, બીજાં તેને આત્મઘર્મમાં પ્રવેશ કરવાનું દ્વારા જાણવું, ત્રીજાં તેને મોક્ષમંદિર ચણવામાં પીઠ એટલે પાયા સમાન જાણવું, ચોથું તેને તિજોરી સમાન ગુણનો ભંડાર જાણવું કેમકે “સર્વ ગુણાંશ તે સમકિત છે.', પાંચમું તેને ભૂમિ સમાન જાણવું કેમકે સમકિતી જીવ પૃથ્વી સમાન સર્વ સંકટને સહન કરે છે. છઠ્ઠ સમ્યગ્દર્શનને સત્ એટલે આત્મા અને શીલ એટલે સદાચારનું ભાજન અર્થાતુ પાત્ર જાણવું કેમકે પાત્ર વિના આત્મઅનુભવરૂપ રસ ટકી શકતો નથી. એ જ નીતિ અર્થાતુ રીતિ છે. એ વિષે શ્રીમદ્જીએ કહ્યું કે –
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિકજ્ઞાન;
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર છ ભાવનાઓ ઉપર દ્રષ્ટાંત નીચે મુજબ –
વિક્રમરાજાનું દ્રષ્ટાંત :- છ ભાવનાથી યુક્ત સમકિતમાં રાખેલ વૃઢતા. કુસુમપુરને વિષે હરિતિલક નામે રાજા હતો. તેને વિક્રમ નામે પુત્ર થયો. તેને બત્રીસ રાજકન્યા પરણાવી હતી.
એકદા અશુભ કર્મના ઉદયથી કુમારને કાસ, શ્વાસ અને જ્વરાદિક વ્યાધિઓનો ઉપદ્રવ થયો. તેણે નિવારવા માટે ઘણા મંત્ર તંત્ર અને ઔષઘાદિ કર્યા છતાં રોગ મટ્યો નહીં. છેવટે વ્યાધિ શાંત થવા માટે રાજાએ ઘનંજય નામના યક્ષની માનતા કરી કે જો પુત્રને સારું થઈ જશે તો સો પાડાનું બલિદાન આપીશ. તો પણ રોગ મટ્યો નહીં.
એક દિવસ નગરના ઉદ્યાનમાં કેવળી ભગવંત પઘાર્યા. તેના દર્શન માટે રાજા તેના પુત્રને પણ સાથે લઈ ગયો. દેશના સાંભળ્યા પછી રાજાએ પૂછ્યું કે મારા પુત્રને આ મહાવ્યાધિ થવાનું કારણ શું? કેવળી ભગવંત બોલ્યા કે – પૂર્વે આ કુમાર પાનામે રાજા હતો. તેણે એક દિવસ ધ્યાનમાં ઊભેલા મુનિને બાણવડે મારી નાખ્યા. તેથી પ્રઘાનોએ તે રાજાને પાંજરામાં નાખી તેના પુત્રને રાજ્ય પર બેસાડ્યો. થોડા દિવસો પછી રાજાને પાંજરામાંથી છોડી મૂક્યો. ત્યાંથી જંગલમાં ગયો. ત્યાં ફરીથી મુનિને જોઈ તાડન કર્યું. તેના ફળમાં અંતે મરીને સાતમી નરકે ગયો. બઘી નરકોમાં બબ્બે ત્રણ ત્રણવાર ઉત્પન્ન થયો. પછી ત્યાંથી પાંચે સ્થાવરમાં તથા અનંતકાયમાં ઘણું ભટક્યો. અનંત અવસર્પિણિ ઉત્સર્પિણિઓ વ્યતીત કરી પછી અકામ નિર્જરાવડે પૂર્વ ભવમાં શેઠ પુત્ર થઈ ત્યાં તાપસી દીક્ષા લીધી. ત્યાંથી હવે આ ભવમાં તારો પુત્ર થયો છે. મુનિઘાતના બાકી રહેલા પાપ કર્મોનાં ઉદયથી આ રોગની ઉત્પત્તિ થઈ છે.
એ સાંભળી કુમારને જાતિસ્મરણજ્ઞાન ઊપસ્યું. તેથી કેવળી ભગવંતને કુમારે કહ્યું કે હે પૂજ્ય! મારા પર કૃપા કરીને મને સંસારરૂપી કુવામાંથી ઘર્મરૂપી દોરડાવડે ખેંચી કાઢો. તે સાંભળી કેવળી ભગવંતે દયાવડે ઉપર જણાવેલ ભાવનાથી યુક્ત એવા સમકિતનું માહાત્ય વર્ણવ્યું. તેથી સમકિત સહિત તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો.
એક દિવસ તે યક્ષ આવ્યો અને કહે કે મારી શક્તિથી તારો આ વ્યાધિ શાંત થયો છે માટે મને સો પાડા આપ. કુમાર હસીને બોલ્યો કે મારો રોગ તો કેવળી ભગવંતની કૃપાથી ગયો છે. માટે તને પાડા