SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે.” (વ.પૃ.૪૬૯) “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રદાન કરી, સત્સંગને ગષવો; તેમ જ ઉપાસવો.” (વ.પૃ.૩૯૩) IITી. “તે સત્સંગતિ પ્રાપ્ત થયે કલ્યાણ કમાય ન જો ઑવ તો, જરૂર આ જીંવનો જ વાંક છે, અહિત-હેતું નથી તજતો. સત્સંગયોગ અપૂર્વ, અલભ્ય જ, અતિ દુર્લભ જગમાં જાણો, તેને બાદ કરે તે માઠાં કારણ ચાર ઉરે આણો : અર્થ:- તે સત્સંગ પ્રાપ્ત થયા છતાં પણ જો જીવ આત્મકલ્યાણરૂપી કમાણી કરે નહીં તો જરૂર આ જીવનો જ વાંક છે. કેમકે તેવા યોગમાં તેણે આત્માને અહિતકારી એવા માઠા કારણોનો ત્યાગ કર્યો નહીં. સત્સંગનો યોગ પ્રાપ્ત થવો તે અપૂર્વ વાત છે. તે અલભ્ય એટલે તેનો લાભ પ્રાપ્ત થવો સુલભ નથી. તે સત્સંગને આવા પાપમય જગતમાં પામવો તે અતિ દુર્લભ છે. એવો સત્સંગ પ્રાપ્ત થયો હોય છતાં પણ તેને બાથ કરે અથવા ફળવાન થવા ન દે એવા ચાર માઠી કારણ છે. તેને તમે ખાસ કરીને હૃદયમાં ધારણ કરી તેથી દૂર રહેવા સદા જાગૃત રહેજો. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાથ કરનાર એવા માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!” (વ.પૃ.૪૬૯) I/૧૦ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પરમાદ અને વિષયો–ચારે રોકી રહે જન-મન, તેથી સ–સંગ ઉપેક્ષા જીંવ ઘારે; તેથી જ સત્સંગ થાય સફળ ના, નિષ્ઠા એક ન સત્સંગે; જર્ફેર સફળ સત્સંગ થાય જો અપૂર્વ ભક્તિથી ઉર રંગે. અર્થ - તે ચાર માઠા કારણ નીચે પ્રમાણે છે – (૧) મિથ્યાગ્રહ (૨) સ્વચ્છંદપણું (૩) પ્રમાદ અને (૪) પાંચ ઇન્દ્રિયના વિષયો. એ ચારે વસ્તુઓ લોકોના મનને રોકી રાખે છે. તેથી જીવો સત્સંગની ઉપેક્ષા કરે છે, અર્થાત્ સત્સંગ કરવાની ખરી અભિલાષા થતી નથી. અને ઉપરોક્ત કારણોમાં મનને રોકી રાખવાથી મળેલ સત્સંગ પણ તેમને ફળવાન થતો નથી. અથવા સત્સંગમાં એકનિષ્ઠા એટલે દ્રઢશ્રદ્ધા ન આવી હોય કે આથી જ મારું કલ્યાણ થશે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. પણ જો હૃદયના સાચા અપૂર્વ ભક્તિભાવથી સત્સંગની ઉપાસના કરી હોય તો જરૂર સત્સંગની સફળતા થાય. ૧૦. “મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં.” (વ.પૃ.૪૬૯) “અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” (પૃ.૬૫૨) “સત્સંગ ને સત્યસાઘના વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૭૦૩) ૧૧ના
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy