________________
૨૬૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
એકાંતે મોક્ષની સિદ્ધિ કોઈ રીતે નહીં બને ‘આત્મા નથી”, કહે તે તો મોક્ષ કોનો થયો ગણે ૨૧
અર્થ :— આત્માના ગુણધર્મોને એકાંતે માનવાથી મોક્ષની પ્રાપ્તિ કોઈ રીતે પણ થાય તેમ નથી. ચારવાક દર્શનવાળા એટલે નાસ્તિક મતવાળા આત્મા નથી એમ માને છે તો પછી આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો પ્રશ્ન જ નથી. II૨૧||
‘આત્મા એક જ માને તો અનન્ય શુદ્ધ રૂપ તે;
ભવે દુઃખો ગણે શાને ? મોક્ષ સાધ્ય ન તેમને, ૨૨
અર્થ :— આ વિશ્વમાં ‘એક જ આત્મા છે’ એમ વેદાંત માને છે, તો તે અનન્ય છે અર્થાત્ તે બીજા રૂપે નથી માટે તે શુદ્ધ સ્વરૂપે જ છે. તો પછી સંસારમાં શુદ્ધ આત્માને દુઃખ શાનું? અને આત્માને દુઃખ જ નથી તો પછી મોક્ષ સાધ્ય કરવાનો ઉપાય શા માટે કરવો. તે વ્યર્થ જન્નાય છે. ।।૨૨।।
‘માત્ર ક્ષણિક આત્મા’ જો મોક્ષ શાશ્વત ના ઘટે;
'ઇશ્વરી યોજના' માન્યું, ના પરાર્થીનતા મટે, ૨૩
અર્થ :— ‘આત્મા તો ક્ષણિક માત્ર છે.' એમ બૌદ્ધ મતવાળા માને છે. એમ માનવાથી તે આત્મા મોક્ષમાં પણ શાશ્વત કરતો નથી. તથા આ જગતને ઇશ્વરી યોજના' એટલે ઇશ્વરની લીલા માનવાથી પ્રાણીભૂતને સદૈવ ઈશ્વરની પરાધીનતા રહી. તે કદી સ્વતંત્ર થઈ શકે જ નહીં. અને સ્વતંત્રતા વિના પરાધીન અવસ્થા જીવને કદી સુખનું કારણ હોઈ શકે નહીં. ।।૨૩।।
‘અકર્તા માત્ર આત્મા’ જો, બંધાયો કેમ તે દીસે ?
‘કર્મ-કર્તા સદા' માન્ય કર્મ-મુક્ત ન કો થશે. ૨૪
અર્થ :— સાંખ્ય મતવાળા આત્માને માત્ર અકર્તા માને છે. તે ચોવીસ પ્રકૃત્તિ અને પચ્ચીસમો પુરુષ
=
તે આત્મા એમ માને છે. ચોવીસ પ્રકૃતિથી પુરુષરૂપ આત્માનું ભિન્ન થઈ જવું તેને મોક્ષ માને છે, પણ જો આત્મા અકર્તા જ છે તો પછી તે કર્મોથી બંધાયો કેવી રીતે? તેનો વિચાર આવવો જોઈએ.
કોઈ મતવાળા એકાન્તે આત્માને કર્મનો સદા કર્તા જ માને છે. એમ માનવાથી કોઈ પણ આત્મા કદી પણ કર્મથી મુકાઈ શકશે નહીં. ।।૨૪।।
સર્વજ્ઞ જેમ જાગ્યો છે આત્મા તેમ જ માનતાં,
વિરોઘો કોઈ ના દીસે સ્યાદ્વાદ-ધર્મ સાધતાં - ૨૫
અર્થ :સર્વજ્ઞ પુરુષોએ કેવળજ્ઞાન વડે આત્માને જેમ જાણ્યો છે તેમ જ માનવાથી કોઈ પણ વિરોધાભાસ આવશે નહીં. સર્વ વિરોધના નાશને અર્થે ભગવંતે સ્યાદ્વાદ-ધર્મનો ઉપદેશ કર્યો છે. તે પ્રમાણે સર્વત્ર જોવા યોગ્ય છે. ।।૨૫।।
‘આત્મા’ ચૈતન્ય રૂપે ‘છે’, ‘નથી’ તે જડ સર્વથા;
સર્વ જ્ઞાનાદિ ગુણોનો ‘એક’ આધાર સર્વદા; ૨૬
સ્યાદ્વાદપૂર્વક સર્વશે આત્માને કેવી રીતે જાણ્યો તે હવે જણાવે છે :–
અર્થ :— આત્મા સદા ચૈતન્ય સ્વરૂપ છે. તે સર્વથા જડરૂપે કદી થતો નથી. નિગોદમાં પણ અક્ષરના