________________
(૨૫) જ્ઞાન
કરણાનુયોગ વિષે જણાશે સ્વરૂપ લોક-અલોકનું, ને કર્મ-ગતિનું ગણિત રૂપ એ દર્પણે અવલોક તું. ૨૩
-
અર્થ આદિપુરાણમાં કહેલી કથા સમાન પ્રથમાનુયોગ જાણવો. પ્રથમાનુયોગનું બીજું નામ ધર્મકથાનુયોગ પણ છે. જેમાં રત્નત્રયરૂપબોધી અને આત્મસમાધિરૂપ ગોળીને ધર્મકથારૂપ ગોળ સાથે વીંટીને આપવાથી તે સરળતાથી જીવોને ગળે ઊતરી જાય છે અને ધર્મની રૂચિ ઉત્પન્ન કરે છે.
“સત્પુરુષોના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈને જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે ‘ધર્મકથાનુયોગ’.’’ (૧.પૃ.૭૫૫)
કરણાનુયોગ વડે લોકાલોકમાં રહેલા પદાર્થોની ગણતરીનું સ્વરૂપ જણાય છે. તથા કર્મના ફળમાં જીવ ચૌદ રાજલોકમાં ક્યાં ક્યાં ભટકે છે તે જાણી શકાય છે. તેમજ કેવા કર્મથી કઈ ગતિ થાય, કેવા પ્રકારનો જીવને બંઘ પડે વગે૨ે ગણિત જાણવા માટે આ કરણાનુયોગ દર્પણ સમાન છે. આ દર્પણમાં જોઈ ખોટા કર્મો નિવારી શકાય છે. કરણાનુયોગનું બીજું નામ ગણિતાનુયોગ પણ છે.
“દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ‘ગણિતાનુયોગ’.’’ (વ.પૃ.૭૫૫) “કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે.’” (૨.પૃ.૭૮૫) ૨૩।। ચરણાનુયોગે અંશ ને સર્વાંશ આચારો કહ્યા ઃગૃહસ્થના આચાર અંશે, મુનિપદે પુરા રહ્યાં; વ્રત આદરે કેવી રીતે? પોષી વઘારે શી રીતે?
રક્ષા કરે કેવી રીતે? ગૃહી કે મુનિ મુક્તિ પ્રીતે. ૨૪
૨૯૧
અર્થ :— ચરણાનુયોગમાં અંશ તથા સર્વાંશ આચારનું વર્ણન છે. ગૃહસ્થના આચાર અંશરૂપ ગણાય છે. જ્યારે મુનિના આચાર સંપૂર્ણ ગણાય છે. મુનિઓ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ આચારોને સંપૂર્ણ રીતે શુદ્ધપણે પાળે છે. જ્યારે ગૃહસ્થમાં તે અંગે પળાય છે. મુનિ કે ગૃહસ્થના વ્રતોને કેવી રીતે આદરવા અથવા તેને પોષણ આપી કેમ વધારવા, અથવા તેની કેવી રીતે રક્ષા કરવી તેનું વર્ણન ચરણાનુયોગના ગ્રંથમાં જણાવેલ છે. તે વ્રતોને મુનિ મહાત્માઓ કે સદ્ગૃહસ્થો મુક્તિ મેળવવાને માટે પ્રેમપૂર્વક પાળે છે. “આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંઘીનું વર્ણન તે ‘ચરણાનુયોગ’.’’ (વ.પૃ.૭૫૫) ।।૨૪।।
દ્રવ્યાનુયોગ જીવાદિ તત્ત્વોનો પ્રકાશક દીપ ગણો, તે પુણ્ય-પાપ સ્વરૂપ સમજાવી કરે જાગ્રત ઘણો; વળી બંઘ-મોક્ષ કરાવનારાં કારણો નજરે ઘરે, તે જાણ્ણ ગુરુગમ, જાગૃતિ-પુરુષાર્થ કરી જીવ ભવ તરે. ૨૫
અર્થ :— દ્રવ્યાનુયોગ વસ્તુના મૂળસ્વરૂપને જણાવનાર છે. તેને જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યો કે નવતત્ત્વ આદિના સ્વરૂપને પ્રકાશવા માટે દીપક સમાન જાણો. તે પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવી જીવને ઘણી જાગૃતિ આપનાર છે, તથા જીવને બંધ અને મોક્ષ કરાવનારા કયા કયા કારણો છે તેને સ્પષ્ટ સમજાવનાર છે. તે કારણોને ભવ્યાત્મા ગુરુગમ વડે જાણી આત્મજાગૃતિ પામી,