SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ 0. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- જેમ સાપ મનોહર કાંચળીને ત્યાગે પણ દાઢમાં રહેલા વિષને ત્યાગતો નથી. તેથી તે મહા ભયંકર જ ભાસે છે પણ સંગ કરવા યોગ્ય લાગતો નથી. ૧૩ તેમ નિરંકુશ વર્તન જેનું, વિષય-લાલસા પૂરીજી, તેનું તપ નિજ, જગ ઠગવા વા, ખાવા શીરા-પૂરીજી. વનવું. ૧૪ અર્થ : - તેમ જેનું વર્તન નિરંકુશ છે અર્થાત્ જે સ્વચ્છંદી છે, પોતાના મનની દુર્વાસનાને રોકી શકતો નથી અને પાંચ ઇન્દ્રિયોનો વિષયાભિલાષ પૂરેપૂરો છે, તેનું કરેલું તપ માત્ર પોતાને અને જગતને ઠગવા માટે છે અર્થાત કેવળ શીરાપૂરી ખાવા માટે છે તેવા જીવો આત્માના સુખને પામી શકે નહીં. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતલ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે.” (વ.પૃ.૬૨૦) I/૧૪ આકાંક્ષા ભવસુખની વિષ સમ, સમ્યગ્દષ્ટિ ભાગેજી; નિષ્કાંક્ષિત ગુણ શિવ-સુખ-હેતું, તે તો ઇચ્છા બાળજી. વનવું. ૧૫ અર્થ - સંસારસુખની કે દેવલોકની ઇચ્છાને સમ્યગ્દષ્ટિ આત્માઓ ઝેર સમાન જાણે છે. સમ્યવ્રુષ્ટિનો નિષ્કાંક્ષિત ગુણ એટલે જેને કોઈ પણ પ્રકારના ભૌતિક સુખની આકાંક્ષા નથી, તે ગુણ જ શિવસુખનું કારણ છે. સમ્યવૃષ્ટિને માત્ર મોક્ષ અભિલાષ હોવાથી બીજી સર્વ ઇચ્છાઓને તે બાળીને ભસ્મીભૂત કરે છે. ૧૫ા. ઇચ્છારોઘન તપનું લક્ષણ, સમતાની એ માતાજી, કર્મ કાપવાની ફરસી એ, મોક્ષ-માર્ગ-વિઘાતાજી. વનવું- ૧૬ અર્થ - ઇચ્છાઓનો રોઘ કરવો એ તપનું લક્ષણ છે. એથી સમતાનો જન્મ થાય છે. બાર પ્રકારના તપ વડે ઇચ્છાઓને રોકવી તે કર્મ કાપવાની ફરસી સમાન છે. અને મોક્ષમાર્ગે જવાની યોગ્યતાને ઘડનાર છે. બાર પ્રકારના તપમાં ઉપવાસ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે અત્યંતર તપ છે. ૧૬ાા શ્રદ્ધા, જ્ઞાન, ચરણરૂપ ઘનને કામ, ક્રોઘ સૌ ચોરેજી, તપરૃપ રક્ષક ભવ-અટવીમાં ચોર હણે નિજ જોરેજી. વનવું ૧૭ અર્થ - આત્માના મુખ્ય એવા દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચરણ એટલે ચારિત્રરૂપ ઘનને આ ભવ-અટવીમાં કામ, ક્રોધ, માન, માયા, લોભાદિ ચોરો સૌ ચોરી રહ્યા છે. ઇચ્છાઓને રોકવારૂપ તપ આ ભવાટવીમાં રક્ષક સમાન છે. તેને આદરી જીવ પોતાના આત્મબળે આ કામ ક્રોધાદિ ચોરોને હણી શકે છે. IT૧ળા પુદ્ગલસુખનો ભિખારી જે અનુપમ તપ ના સહશેજી, સાતા-શીલિયું ર્જીવન વિતાવી, પરભવમાં દુખ ખમશેજી. વનવું ૧૮ અર્થ – જે આ પૌદ્ગલિક ઇન્દ્રિયસુખનો ભિખારી હશે તે આ ઇચ્છાઓને રોકવારૂપ અનુપમ તપને સહન કરી શકશે નહીં. તે તો એશઆરામવાળું જીવન વિતાવીને, તેના ફળમાં પરભવમાં દુઃખરૂપ પીડાને જ પામશે.
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy