________________
૩૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બંઘાયેલ સાતમી નરક ટળી જઈ ત્રીજી નરક સુઘીની જ સ્થિતિ રહી છે. વળી સમ્યકત્વની પણ તમને દ્રઢતા થઈ છે, જેથી મુક્તિ સમીપ આવી ગઈ છે. વૈરાગ્યની પણ તમારામાં વૃદ્ધિ થઈ છે. માટે આજે તો તમે કેવી ઉત્તમ કમાણી કરી લીધી. રા.
પછી કૃષ્ણ પૂછે : “ગજકુમાર મુનિ હજી નથી વંદિયા, નાના નવીન મુનિ ના દીઠા મેં, પ્રભુ કહો તે ક્યાં ગયા?” “નિજ આત્મકાજ કરી ગયા, કૈવલ્યપદ પામી મહા”
એવી પ્રભુની વાણી સુણી આશ્ચર્ય પામે સૌ અહા! ૨૩ અર્થ - પછી શ્રી કૃષ્ણ પૂછવા લાગ્યા કે ભગવન્! ગજસુકુમાર મુનિને હજી મેં વાંદ્યા નથી. તે નાના નવીન દીક્ષિત મુનિને મેં જોયા નથી તો તે ક્યાં ગયા છે, તે પ્રભુ કહો.
પ્રભુ કહે - તે તો પોતાના આત્માનું કામ કરીને મહાન એવા કેવળજ્ઞાનને પામી મોક્ષે પધાર્યા. એવી પ્રભુની વાણી સાંભળીને સર્વે આશ્ચર્ય પામી ગયા. ર૩રા.
શ્રી હરિ કહે : “કેવી રીતે એ અલ્પકાળે શિવ વરે?” ત્યાં પ્રભુ કહે: “મુનિ સાંજના પ્રતિમા સ્મશાને જઈ ઘરે; સોમલ શ્વસુર બ્રિજ પુત્રી-દુખનું વેર ઘર શોધ્યા કરે,
રાત્રે સ્મશાને દેખ, મુનિના શિરપરે અગ્નિ ભરે. ૨૪ અર્થ :- શ્રી હરિ એટલે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે અલ્પકાળમાં જ કેવી રીતે તે મોક્ષને પામી ગયા. ત્યાં જવાબમાં પ્રભુએ કહ્યું કે ગજસુકુમાર મુનિ સાંજના સ્મશાનમાં પ્રતિમા ઘારીને ઊભા રહ્યા હતા. ત્યાં ગજસુકુમારનો સસરો બ્રાહ્મણ સોમલ જે પોતાની પુત્રીને વરી, દીક્ષા લેવાથી પુત્રી દુઃખનું વેર મનમાં ઘારીને ગજસુકુમારને શોધતો હતો. તેણે રાત્રે સ્મશાનમાં ગજસુકુમારને ધ્યાનમાં ઊભા જોઈ ક્રોઘાયમાન થઈને મુનિના શિર ઉપર માટીની પાળ કરી અંગારા ભરી દીધા. ૨૪
શ્રેણી ક્ષેપક માંડી મુનિ તો અંતકૃત કેવળી થયા.” સર્વે સુણી વૈરાગ્ય પામ્યા; કોઈ તો મુનિ થઈ ગયા. હરિ બાર વર્ષે દ્વારિકાના દાહ પછીથી મરી ગયા;
બળદેવ પછી બહુ શોક કરી દીક્ષા થરી મરી સુર થયા. ૨૫ અર્થ - શ્રી ગજસુકુમાર મુનિ તે વખતે ક્ષપકશ્રેણિ માંડીને સર્વે કમને ખપાવી અંતકત કેવળી બની મોક્ષે પધાર્યા. આ વાત ભગવાનના મુખેથી સાંભળીને સર્વ વૈરાગ્ય પામ્યા, અને કોઈ તો વળી મુનિ બની ગયા. હરિ એટલે શ્રીકૃષ્ણ પણ બાર વર્ષે દ્વારિકા નગરી બળી ગયા બાદ જંગલમાં સૂતા હતા. ત્યાં જરાકુમારના બાણથી મરણ પામ્યા. તેથી બળદેવને ઘણો શોક થયો પણ અંતે દીક્ષા લઈ આરાઘના કરીને દેહ છોડી તે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ૨પા.
આ ઑવન વાસુદેવનું વૈરાગ્ય દે, સદ્ભાવ જો: જો જન્મ કારાવાસમાં, ગાયો ચરાવી જીવતો, જીતી સહજ ચાણુરમલને કંસવઘ તે વર કરે, શિશુપાલને પૂરો કરી, પ્રતિ-વાસુદેવ-ર્જીવન હરે. ૨૬