SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પછી લગ્ન બન્નેના થયાં સુખમગ્ન દંપર્તીદિન જતા, ઘનકુંવરે મુનિ એકદા દીઠા વને ઉપદેશતા; નર્મી ભાવથી પૂજે વસુંઘર લબ્ધિવંત મુનિ ભલા ત્યાં તાત સહ-કુટુંબ આવી પ્રશ્ન પૂંછતા સાંભળ્યા - ૧૦ અર્થ :- પછી બન્નેના લગ્ન થયા અને સુખપૂર્વક બન્ને દંપતીના દિવસો વ્યતીત થવા લાગ્યા. એકવાર ઘનકુંવરે જંગલમાં મુનિ મહાત્માને ઉપદેશ આપતા દીઠા. તે વસુંઘર નામના લબ્ધિવંત મુનિ હતા. ત્યાં આવી ભાવપૂર્વક નમી, તેમની પૂજા કરીને તે બેઠા. ત્યાં પોતાના પિતા કુટુંબ સાથે આવીને પ્રશ્ન પૂછવા લાગ્યા, તે તેમણે સાંભળ્યા. ૧૦ના “પ્રભુ, એકદા આ રાણીએ આંબો ર્દીઠો નિજ આંગણે, નવ વાર એ આંબો વવાશે', સ્વપ્રમાં કોઈ ભણે; શું અર્થ તે ના ઊકલે, તેથી ઉરે સંશય રહે.” મુનિ લબ્ધિથી કેવળી કને નવ ભવ સુણી સર્વે કહે : ૧૧ અર્થ :- ઘનકુમારના પિતા મુનિને કહેવા લાગ્યા કે હે પ્રભો! એકવાર આ રાણીએ સ્વપ્નમાં એક જણને પોતાના આંગણામાં આંબો વાવતો દીઠો અને તેણે કહ્યું કે નવ વાર એ આંબો વવાશે તેનો શો અર્થ થાય છે તે સમજાતું નથી. તેથી મનમાં એ વિષે સંશય રહ્યા કરે છે. તે સાંભળી મુનિએ પોતાની લબ્ધિ વડે કેવળી ભગવાનને પૂછી કહ્યું કે નવ વાર તે આંબો વવાશે તેનો અર્થ એમ છે કે નવ ભવ એમના થશે અને તે આ પ્રમાણે થશે. એમ સર્વ હકીકત જણાવી દીધી. ||૧૧ાા “તે તીર્થપતિ બાવીશમા શ્રી નેમિ નવમે ભવ થશે, યદુવંશતિલક તે થશે, નહિ કોઈ નારી પરણશે.” આનંદ પામી ભૂપ આદિ પ્રણમી મુનિને, પુર ગયા; નૃપ મરણ પામ્યા એટલે ઘનરાય નૃપનાયક થયા. ૧૨ અર્થ - નવમા અંતિમ ભવમાં તમારો આ પુત્ર બાવીશમા શ્રી નેમિનાથ તીર્થકર થશે. તે યદુવંશમાં તિલક સમાન થશે તથા કોઈપણ સ્ત્રીને પરણશે નહીં અર્થાત બાળબ્રહ્મચારી જ રહેશે. એમ મુનિ ભગવંતે જણાવ્યું. તે જાણીને આનંદ પામી રાજા વગેરે મુનિને પ્રણામ કરી નગરમાં ગયા. કાળાંતરે રાજાનું મૃત્યુ થયું અને ઘનકુંવર રાજા થયા તેમજ સ્વપ્રતાપે બીજા રાજાઓના પણ નાયક થયા. /૧૨ાા મુનિચંદ્ર મુનિના યોગથી, સમકિત ઘનનૃપ પામિયા, વળી ફરી થતાં ગુરુ-યોગ મુનિ બન ગુરુ-ચરણ ઉપાસિયા; ઘનદેવ ને ઘનદત્ત બંધુ ઘનવતી સાથે તજે સંસાર, મરણાંતે બઘા સૌથર્મ સ્વર્ગે ઊપજે. ૧૩ અર્થ - મુનિચંદ્ર નામના મુનિ ભગવંતના યોગે ઘનરાજા સમકિતને પામ્યા તથા બીજી વાર તે જ મુનિનો યોગ થતાં પોતે પણ મુનિ બની ગયા અને શ્રી ગુરુના ચરણને ઉપાસવા લાગ્યા. તે સમયે પોતાના ભાઈ ઘનદેવ અને ઘનદત્ત પણ દીક્ષા લીધી તથા પોતાની ઘર્મપત્ની ઘનવતીએ
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy