________________
૨૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એટલે અપેક્ષાયુક્ત કથન પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. તેથી વિપરીત માન્યતાઓને ટાળી સુખી થવા માટે તેની જ ઉપાસના કરો. IIકા
પ્રસિદ્ધ એક દ્રષ્ટાંત કહું, લેજો વિચારમાં;
રાજમંદિર પાસે છે હાથી મધ્ય બજારમાં. ૭ અર્થ - તે અપેક્ષાવાદને સમજવા માટે એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત કહું છું. તેને ધ્યાનથી વિચારમાં લેજો. રાજમંદિર પાસે બજારની મધ્યમાં એક હાથી ઊભો છે. શા.
ચારે ભાગોળના લોકો કહે વાતો અનેક એ;
પૂર્વ ભાગોળમાં બોલે, “હાથી પશ્ચિમ બાજુએ.”૮ અર્થ - ચારેય દિશાની ભાગોળમાં ઊભા રહેલા લોકો અનેક જુદી જુદી વાતો કરવા લાગ્યા. પૂર્વ દિશાની ભાગોળમાં ઊભેલ વ્યક્તિએ કહ્યું કે આ હાથી પશ્ચિમ દિશાએ ઊભો છે. ૮ાા
લોકો પશ્ચિમના બોલે, “હાથી પૂર્વ ભણી ભલો,”
ઉત્તરે વાત આ ચાલે, “દક્ષિણે હાથી સાંભળ્યો.” અર્થ :- પશ્ચિમ દિશામાં ઊભેલ વ્યક્તિ કહે કે આ હાથી પૂર્વ દિશામાં ઊભો છે. ઉત્તર દિશામાં આ વાત ચાલવા લાગી કે હાથી તો દક્ષિણ દિશામાં ઊભો છે. લા.
દક્ષિણ ભણના લોકો દેખાડે, “હાથી ઉત્તરે';
વિરોથી વચનો સર્વે, સુણી રોષ ન કો ઘરે. ૧૦ અર્થ - દક્ષિણ દિશા ભણી ઊભેલા લોકો હાથીને ઉત્તર દિશામાં બતાવે છે. આ સર્વ પરસ્પર વિરોથી વચનો છે. છતાં જે અપેક્ષાવાદને જાણે છે તે આ બધું સાંભળીને મનમાં રોષ લાવતા નથી. કેમકે અપેક્ષાથી જોતાં આ બધું કથન સત્ય છે. II૧૦ના
અપેક્ષા બોલનારાની સમજે સમજા જનો,
તેનું નામ અનેકાંત, તળે આગ્રહ એકનો. ૧૧ અર્થ - જે સ્યાદવાદને જાણે છે એવા સમજાજનો બોલનારની અપેક્ષાને જાણે છે. તેનું જ નામ અનેકાન્તવાદ છે. જે એકાન્તના આગ્રહને તજે છે તેને તે સમજાય છે. |૧૧ાા
બુદ્ધિમાં વાત બેઠી તો વાદવિવાદ ના રહે :
પોતાના બાપને કોઈ કાકા શબ્દ ભલે કહે. ૧૨ અર્થ - અનેકાન્તની વાત જો બુદ્ધિમાં બેસી ગઈ તો કંઈ પણ વાદવિવાદ રહેતા નથી. પછી ભલેને કોઈ પોતાના પિતાને કાકા શબ્દથી બોલાવે. ||૧૨ાા.
મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિત્રાઈ, પુત્ર કે
સગાઈ જોઈને બોલે, અનેકાંતિક સૂત્ર તે. ૧૩ અર્થ - મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિતરાઈ કે આ મારો પુત્ર છે એમ જે કહે તે પોતપોતાની બીજા સાથેની સગાઈ જોઈને બોલે છે. તેમાં કંઈ ખોટું નથી. એ જ અનેકાંતિક સૂત્ર છે અર્થાત એ જ સ્યાદ્વાદ શૈલીયુક્ત કથન પદ્ધતિ છે. ૧૩ાા.