Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004994/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ જર साविल જs ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ કાફાલી પિલવસ્તુશીનગર 1/માવસ્તિક | _વિદે { માંચી હોમ - ઑગધ 'ભારત અવક ગિરધાર મીન અટા ઈલોરા કોલ , “સાજા વર્ણબેલગોલો, અg Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી ચકુબહેન સ્મારકમાળા ૫૦ ૨ પ્રાચીન શીલકથાઓ સંપાદક ગેપાળદાસ જીવાભાઈ પટેલ “આકાશથી પૃથ્વી દૂર છે; અને સાગરનો કિનારે તો તેથી, દૂર છે. પરંતુ, હે રાજા, સજજનનું શીલ દુરાચરણથી એ કરતાં પણ ઘણું દૂર છે.” પu. E ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ્ય–૧૪ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૧૪ ૧૯૪૪ પ્રત ૨,૦૦૦ પહેલી આવૃત્તિ, ખીજી આવૃત્તિ, ડિસેમ્બર, ૧૯૫૫ પ્રત ૨,૦૦૦ પુનર્મુદ્રણ, ઓગષ્ટ, ૧૯૫૬ પ્રત ૫,૦૦૦ સાત આના પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ-૧૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન હિંદુ, બૌદ્ધ, જૈન એમ ત્રણે આર્યધર્મ પરંપરાનું સાહિત્ય પેાતપાતાની રીતે કથાનિરૂપણુને વિશિષ્ટ સ્થાન આપે છે. કારણ કે, ધર્મનું રહસ્ય અવગત કરવા માટે સહેલા તથા સચેટ મા દૃષ્ટાંતકથાના છે. તેમાંય, કથાનિરૂપણુની કળા મૌસાહિત્યમાં વળી વિશેષે ખીલેલી કહેવાય. ( એ બૌદ્ધ સાહિત્યમાંથી શિક્ષણ અને સાહિત્ય 'માં જુદી જુદી કથા ઉતારવામાં આવેલી. તેમાંથી શીલકથાએ કહી શકાય એવી જાતની અમુક કથાઓ ચૂંટીને ઈ. સ. ૧૯૪૪માં તે એક જુદા સંગ્રહરૂપે શ્રીમતી ચક્ષુબહેન સ્મારકમાળામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે માળામાં પ્રૌઢ-વાચન માટેની સામગ્રી પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ કથાએ એક પ્રકારે લાકકથાએ પણુ કહી શકાય તેવી છે. ૧૯૫૫માં આ ચેપડીની ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે · કુરુધ ' એ વાર્તા નવી ઉમેરવામાં આવી, તથા તેને સચિત્ર કરવામાં આવી. ત્રણેક મહિના જેટલા ગાળામા જ આ ચેાપડીની બીજી આવૃતિ વેચાઈ જતાં, તેનું આ પુનર્મુદ્રણુ બહાર પાડવામાં આવે છે. તેને લાભ લઈ, તેની ભાષા પર વળી હાથ ફેરવી લેવામાં આવ્યે છે. આશા છે કે, આ ચાપડી આબાલવૃદ્ધ સૌને રસપ્રદ અને ઉપયેગી નીવડશે. ૫૮-૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧. કાણુ માગ આપે? ૨. સુભાષિતની હરીકાઈ ૩. કાણુ જીત્યું ? ૪. છ દિશાની પૂજા અનુક્રમણિકા ૫. સત્ય સમાન કશું શ્રેષ્ઠ નથી ૬. ચંડાળ કાણુ ? ૭. સાચા બ્રાહ્મણુ ૮. ક્રોધી ભારદ્વાજ ૯. ધર્મોપદેશની રીત ૧૦, મહાવિજિત રાજાને યજ્ઞ ૧૧. તેમાં ગુનેગાર કાણુ ? ૧૨. કુર્ધમ ૧૩. મહાપુરુષની સાચી પૂજા ૧૪. યુદ્ધને ચમત્કાર ઝ ૧૦ ૧૩ ૧૭ ૨૧ ~ ૨૮. ૩૦ ૩૪ ૩૬ ૩૮ ૪૧ ૪૫ ૧૮ ૬૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ ૧ કાણુ માર્ગ આપે ? પિતાના મરણુ ખાદ માદત્તકુમાર વારાણસીની રાજગાદીએ આવ્યા. તે ધમપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. તે ન્યાયી હતા, તથા નિષ્પક્ષપાતપણે બધા ઝઘડા ચૂકવતા હતા. રાજા ન્યાયી હોય, એટલે તેના અમલદારે પણું ન્યાયી થાય જ. પરણામે લેાકા ફિરયાદો કરતા બંધ થયા, અને પેાતાની મેળે ન્યાયપૂર્વક વર્તવા લાગ્યા. રાજદરબારને આંગણે ફરિયાદ કરવા આવનારાઓની ભીડ તથા ધમાલ બંધ થઈ ગઈ; અને ન્યાયાધીશે આખા દિવસ ન્યાયસભામાં કામ વિના જ બેસી રહેવા લાગ્યા. આ જોઈ બ્રહ્મદત્તે વિચાર્યું” કે, ‘હું ધપૂર્વક રાજ્ય કરું છું, તેથી લેકમાં કજિયા-કંકાસ તથા દુરાચાર દૂર થયા છે. હવે મારા પોતામાં કઈ દોષ રહ્યા છે કે નહિ, તે મારે જોઈ લેવું જોઈએ; અને કોઈ ઢોષ જણાય, તે તેને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.’ આ વિચારથી તેણે પેાતાની આસપાસના લેાકેાને, પોતામાં કોઈ દોષ દેખાતા હાય તે જણાવવા માટે કહેવા માંડ્યું. પરંતુ બધા તેનાં વખાણ જ કરતા; કોઈ તેનામાં એક પણ દોષ બતાવતું નહિ. ૧. કાશી દેશનું બીજું નામ, ७ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ એ જોઈ બ્રહ્મદત્તે વિચાયું કે, આ બધા લેાકેા, હું ગુસ્સે થઈ જાઉં' એ ખીકે, મારી દોષ બતાવશે જ નહિ. માટે હું છૂપે વેષે દેશમાં ક્વા નીકળું, તો વળી મારા દોષ બતાવનારા કોઈ મળી જાય.' આમ વિચારી તે રથમાં એસી, માત્ર સારથિને સાથે લઇ, ક્રવા નીકળ્યે. #di સંજોગવશાત્ એવું બન્યું કે, કેશલ દેશને રાજા મલ્લિક પણુ એ જ પ્રમાણે પેાતાના દોષ બતાવનારને શેાધતા, રથમાં બેસી, સારથિ સાથે ફરવા નીકળ્યેા હતેા. તે અતેના રથ એક સાંકડી તથા ઊંંડી ગાડા-વાટમાં સામસામા આવી ગયા. તે નેળ એવી નીચી હતી કે, તેની માનુની ભેખડા ઉપર રથ ચડી શકે તેમ ન હતું. એટલે બેમાંથી એક રથ પાછા વળે, તે જ સામે રથ આગળ જઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ. Page #10 -------------------------------------------------------------------------- ________________ કોણ માગ આપે? મલિક રાજાના સારથિએ બ્રહ્મદત્તના સારથિને રથ પાછો વાળવા માટે કહ્યું. ત્યારે બ્રહાદત્તના સારથિએ કહ્યું કે, “તું તારે જ રથ પાછા વાળ; કારણ કે, આ રથમાં તે વારાણસીના અધિપતિ મહારાજ બ્રહ્મદત્ત બેઠા છે. જવાબમાં મલ્લિક રાજાના સારથિએ કહ્યું, “આ રથમાં પણ કોસલ દેશના અધિપતિ મહારાજ મલ્લિક બેઠા છે.” બ્રહ્મદત્તના સારથિએ વિચાર્યું કે સામા રથમાં પણ રાજા જ છે. હવે શું કરવું? લાવ હું તે રાજાની ઉંમર પૂછું. જે ઉંમરમાં નાને હેય, તેણે મોટી ઉંમરનાને માર્ગ આપ જોઈએ. પરંતુ પૂછયા બાદ જણાયું કે, બંને રાજા ઉંમરમાં સમાન જ છે! પછી બ્રહ્મદત્તના સારથિએ સામા રાજાના રાજ્યને વિસ્તાર, બળ, ધન, યશ, કુલ વગેરે વિષે પૂછ્યું. પરંતુ બંને રાજા બધી બાબતમાં સમાન માલૂમ પડ્યા. પછી તેણે વિચાર્યું કે, જે રાજા ગુણ અને શીલમાં ચડિયાતે. હોય, તેને બીજાએ માર્ગ આપ જોઈએ. આમ વિચારી તેણે સામા રાજાના સારથિને પિતાના રાજાનાં ગુણ તથા શીલ વર્ણવી બતાવવાને કહ્યું. તેણે જવાબ આપેઃ “આ મલ્લિક રાજા અક્કડને અડતાથી, મૃદુને મૃદુતાથી, સજ્જનને સજજનતાથી, અને દુર્જનને દુજનતાથી જીતે છે, માટે હે સારથિ માગ મૂક!” પ્રા.-૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાએ 6 પછી બ્રહ્મદત્તના સારથિએ પાતાના રાજાના ગુણા વર્ણવી બતાવતાં કહ્યું : આ બ્રહ્મદત્ત રાજ ક્રોધીને અક્રોધથી, દુનને સજ્જનતાથી, કંજૂસને દાનથી અને જૂઠાને સત્યથી જીતે છે; માટે હું સારથિ, માગ મૂક! ’ આ સાંભળતાં જ મલ્લિક રાજા અને તેને સાથિ રથમાંથી ઊતરી પડયા. તેમણે અશ્વો છેાડી નાખી પેાતાને રથ પાછા ફેરવ્યે, તથા બ્રહ્મદત્ત રાજાને માગ આપ્યું. ૨ સુભાષિતની હરીફાઇ ભગવાન બુદ્ધ એક વખત શ્રાવસ્તી પાસે આવેલા જૈતવનમાં અનાથિપંડક નામે પોતાના ભક્તે બંધાવેલા આરામ’માં રહેતા હતા. ત્યાં તેમણે એક વખત ભિક્ષુએને ઉપદેશ આપતાં નીચેની કથા કહી સંભળાવી : હું ભિક્ષુએ ! એક સમયે દેવા અને અસુરે વચ્ચે યુદ્ધ ચાલતું હતું. તે વખતે અસુરના ઇંદ્ર વેપચિત્તિએ દેવાના ઇંદ્ર શક્રને કહેણુ માકહ્યું: “ હે દેવેન્દ્ર ! આપણે અને સુભાષિતા ખેલીએ, અને જેનું સુભાષિત ઉત્તમ ઠં તેને જીતેલે ગણવા’ દેવેન્દ્ર એ વાત કબૂલ રાખી. ૧. બૌદ્ધ સાધુ – ભિક્ષુને રહેવા બનાવેલું મઠ જેવું મકાન. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુભાષિતની હરીફાઈ પછી દેવો અને અસુરેએ એક પરિષદ નીમી, અને તે પરિષદ જે ચુકાદો આપે તે બંનેએ સ્વીકારે એવું ઠરાવ્યું. અસુરેંદ્ર પચિત્તિએ શકને કહ્યું: હે દેવેન્દ્ર ! તું પ્રથમ એક ગાથા બેલ. દેવેન્દ્ર કહ્યું: હે વેપચિત્તિ ! તું મારા કરતાં માટે છે, માટે તું પ્રથમ બેલ. ત્યારે પચિત્તિ નીચેની ગાથા બે – “મૂર્ખ માણસને રેકીએ નહિ, તે તે વધુ ફાટે છે, માટે ડાહ્યા માણસે પ્રથમથી જ પિતાની લાકડી સંભાળવી.” પચિત્તિની ગાથાને અસુરેએ વધાવી લીધી, પરંતુ દે ચૂપ રહ્યા, પછી દેવેન્દ્ર પિતાની ગાથા બેલેઃ- “મૂર્ખ માણસને રિકવાનો એક જ માગે છે તેને ખૂબ ગુસ્સે થયેલે જોઈ જાતે શાંત થઈ જવું.” દેવેન્દ્રની ગાથાને દેવેએ વધાવી લીધી, પરંતુ અસુરે ચૂપ રહ્યા. પચિત્તિ બેઃ હે દેવેન્દ્ર ! મૂર્ખ આગળ શાંત રહેવાથી તે આપણને ડરી ગયેલા માની, વધુ ત્રાસ આપે છે. બીનને નાસનારને ગાય પણ વધુ કેડે પકડે છે. ત્યારે ઇદે કહ્યુંઃ હે પચિત્તિ ! મૂખે ભલે માને કે આપણે બીની જવાથી શાંત રહ્યા. પરંતુ કઈ પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલથાએ કાર્યની શ્રેષ્ઠતા, તેના વડે અંતે કુલ કેટલું કલ્યાણ નીપજે છે, તેના વડે મપાય છે. તે દૃષ્ટિએ જોતાં સહનશીલતા જ શ્રેષ્ઠ છે. ગુસ્સે થનારની સામે ગુસ્સે થઈએ, તો આપણે સરખા જ દોષિત ઠરીએ, અથવા તે તેનાથી પણ વધારે દોષિત ઠરીએ. કારણ કે, તેના ગુસ્સે થવાથી તેને અને આપણને થતું નુકસાન નજરે જોયા પછી પણ, આપણે સામા ગુસ્સે થઈ બળતામાં ઘી હોમ્યા જેવું કર્યું કહેવાય; તથા તે રીતે તેને અને આપણને થતા નુકસાનમાં વધારે કર્યો, એમ ઠરે! પરંતુ સામાને ગુસ્સે થયેલ જોઈ જે મનુષ્ય શાંત રહે છે, તે પિતાનું તેમ જ સામાનું હિત આચરે છે. તે મનુષ્ય પિતાને રેગ દૂર કરે છે એટલું જ નહીં પણ સામાને ગેય દૂર કરે છે. માટે સાચે વિજ્ય તેને જ છે; ભલે ધર્મ ન જાણનારાઓ તેને નમાલે કહે! આ સાંભળી દે અને અસુરે નમેલી પરિષદના સત્ય એકે અવાજે બોલી ઊઠયા કે, પચિત્તિએ કહેલી ગાથા પશુબળ – શસ્ત્રબળની ગાથા છે, તથા તેનું પરિણામ વિગ્રહ અને કલહ છે, પરંતુ દેવેંદ્ર શકની ગાથા આત્મબળ – ક્ષમાબળની ગાથા છે, તથા તેનું પરિણામ શાંતિ અને સુમેળ છે. માટે દેવેંદ્ર શકને અમે આ સુભાષિતયુદ્ધમાં જીતેલે જાહેર કરીએ છીએ! Page #14 -------------------------------------------------------------------------- ________________ કોણ જીત્યું? દાનેશરી તરીકે કેશલ દેશના રાજાની માટી નામના હતી. દીન-દરિદ્રોનું તે આશ્રયસ્થાન હતું. માતાપિતાની પાસે જેમ બાળક દેડી જાય, તેમ દુઃખમાં દુઃખી લો કે તેની પાસે દેડી જતા. કોશલરાજની એ કીર્તિ કાશીરાજથી સહન થઈ શકી નહીં. તે ઈર્ષ્યાથી બળી જવા લાગ્યાઃ “મારી પ્રજાનાં માણસે મારા કરતાં કેશલરાજને મોટે માને ? મારા કરતાં જેનું પદ નીચું છે તેની, મારી જ પ્રજામાં આટલી બધી કીતિ ?' એમ વિચારી તેણે એક દિવસ પિતાના સેનાપતિને કહ્યું, “સેનાપતિ, ચાલે હાથમાં તલવાર લે અને લશ્કર તૈયાર કરે. મારા કરતાં કેશલરાજને મેટા થઈ બેસવું છે. તો એને જરા પાઠ શીખવીએ.” કાશીરાજે સૈન્ય તૈયાર કરી કેશલ દેશ ઉપર ચડાઈ કરી. કેશલરાજ રણસંગ્રામમાં હારી જવાથી લાજને માર્યો જંગલમાં પલાયન કરી ગયે. વિજયી કાશીરાજ દરબાર ભરી, મદથી હસતે હસતે સભાસદોને કહેવા લાગ્યા, જેનામાં ધન સાચવવાની તાકાત ન હોય, તેણે દાનેશરી થવા નીકળવું ન જોઈએ!” પરંતુ લોકમાં હાહાકાર મચી ગયે. બધા કહેવા કહેવા લાગ્યા, “રાહુ ચંદ્રને ગળી ગયે; લક્ષમીજીએ પણ ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રાચીન શીલકથાઓ બળવાનના બાહુ પસંદ કર્યા, ધમી સામું ન જોયું.” દશે દિશાના લેક કલ્પાંત કરતા બલવા લાગ્યા, “અમારું શિરછત્ર ચાલ્યું ગયું. સકળ જગતના બંધુ કેશલરાજના શત્રુને ધિક્કાર હશે !” નગરજનોનું એ કલ્પાંત સાંભળી, કાશીરાજ ગુસ્સાથી સળગી જવા લાગ્યા : “હરામખોરે ! તમારે સ્વામી હું હજુ જીવતે જાગતે છું, તે પછી આટલું બધું શાને રડી મરે છે? તમારે એ દાનેશરી હવે શું પાછું આવશે? કે મને હરાવીને પિતાનું રાજ્ય પાછું મેળવશે? ઠીક, ઠીક; પરંતુ જ્યાં સુધી તે જીવતે છે, ત્યાં સુધી તમે બધા તેનાં વખાણ છેડવાના નથી. માટે તેને નામશેષ કરી નાખવો એ જ યેગ્ય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, રેગ અને શત્રુનું જરાસરખું મૂળ બાકી રહેવા દેવું નહીં.” આમ વિચારી તેણે પોતાના મંત્રીને બેલાવીને કહ્યું, “મંત્રીજી, જાઓ, નગરમાં ઢંઢરે પિટા કે, જે માણસ કેશલરાજને મરેલો કે જીવતે પકડી લાવશે, તેને સહસ સેનામહેર ઈનામ આપવામાં આવશે. રાજાના નેકરે. રાતદિવસ ઠેર ઠેર ઘોષણા કરવા લાગ્યા. જે કઈ તે સાંભળતું, તે આંખ મીંચી, જીભ કરડી, કાને હાથ દબાવી દેતું. કોશલરાજ ફાટયાં-તૂટટ્યાં ગંદાં કપડાં પહેરી વનવગડામાં રખડ્યા કરતા હતા. એક દિવસ એક વટેમાર્ગુએ આંસુ-ભરેલે મુખે તેને પૂછ્યું, “ભાઈ કેશલદેશને રસ્તે કઈ બાજુ આવ્ય, બતાવીશ?” ૧. જેનું નામ જ બાકી રહ્યું છે તે, અર્થાત નષ્ટ, મૃત. Page #16 -------------------------------------------------------------------------- ________________ કાણુ જીત્યું? રાજાએ તેને સામું પૂછ્યું, એ અભાગિયા દેશમાં હવે શા દુ:ખે જાય છે, ભાઈ ?' ૮ વટેમાર્ગુએ કહ્યું, ‘હું વેપારી વાણિયા છું. મારું નાવ ભરસમુદ્રમાં ડૂબી ગયું. હવે ઘેર ઘેર ભીખ માગતે તે કેમ કરીને જીવું? પણ ચારે બાજુ મેં દયાળુ કોશલરાજની કીર્તિ સાંભળી છે. કહે છે કે તે અનાથના નાથ છે, દીનરિદ્રનું શરણ છે; કેાઈ તેને ખારણેથી ખાલી હાથે પાછું ક્તું નથી. માટે હું તેની પાસે જઈ મારું દુઃખ દૂર કરવા ઈચ્છું છું.” તે સાંભળી કોશલરાજે જરા હસીને પેાતાની આંખમાં આવતાં આંસુ છુપાવી દીધાં. ત્યાર બાદ ચૂપ રહી કાંઈક વિચાર કરી લીધા અને કહ્યું, ‘ભાઈ ! તું ઘણી મુશ્કેલીએ વેઠતા આટલે દૂર આવ્યેા છે, તેા તારી મન:કામના પૂર્ણ થાય તેવા મા તને બતાવું.' એમ કહી તે તેને સાથે લઈ ને ચાલ્યે. . કાશીરાજ દરબાર ભરીને બેઠા છે. ત્યાં એક જટાધારી વનવાસી આવીને ઊભા રહ્યો. રાજાએ માં મલકાવીને તેને પૂછ્યું, · શા કારણસર તમારું આવવું થયું છે? ખુશીથી કહેા. તમારી જે કાંઈ કામના હશે તે કાશીરાજ જરૂર પૂરી કરશે.' પેલા જટાધારીએ ધીરે ધીરે કહ્યું, ‘ કાશીરાજ! હું કેશલરાજ છું; મને પકડી લાવે તેને જે માટું ઇનામ આપવાનું તમે જાહેર કર્યું" છે, તે મારા આ જોડીદાર વિણકને આપેા. તે ભારે મુશ્કેલીમાં આવી પડચો છે; મારી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રાચીન શીલકથાઓ પાસેથી કંઈ મળશે એ આશાએ તે મારા નગરને રસ્તા પૂછતે જતા હતા, તેવામાં મને વચ્ચે મળે. તેને હું નિરાશ કરવા નથી માગતે માટે લે મારું માથું, અને તેને ઈનામની રકમ ગણી આપે.” આ સાંભળી સભાસદો ચેકી ઊઠયા. આ દરબાર સ્તબ્ધ થઈ ગયો. બારણા પાસે ઊભેલા બખતરધારી દ્વારપાળની આંખે આંસુથી ભરાઈ ગઈ. કાશીરાજ પણ ક્ષણભર તે ચૂપ થઈ ગયું. પછી તે બોલ્યો, “હે રાજકેદી ! પિતાનું માથું આપીને મારા ઉપર વિજય મેળવવાને પંતરે તું ઠીક બેઠવી લાવ્યું છે! પણ તારી એ આશા નિષ્ફળ જવાની છે; કેમ કે આજની આ લડાઈમાં પણ હું જ જીતીશ.” આમ કહી, તેણે કેશલરાજને રાજા તરીકે સંબધીને કહ્યું, “હે કેશલરાજ ! તમારું રાજ્ય હું તમને પાછું આપું છું, અને સાથે મારું હૃદય પણ. હવે આ ગાદીએ બેસી તમારા જ રાજ્યભંડારમાંથી આ વણિકને જોઈએ તેટલું ધન ગણી આપે.” એમ કહી એ ચીંથરેહાલ વનવાસીને રાજાએ રાજ્યાસને બેસાર્યો, અને ઝાંખરાં જેવા તેના વાળ ઉપર રાજમુગટ પહેરાવી દીધે. નગરજને એકી અવાજે પિકારી ઊડ્યાઃ “ધન્ય”! ધન્ય...! [ ટાગોરકૃત “કથા ઓ કાહિતી” ઉપરથી ] Page #18 -------------------------------------------------------------------------- ________________ છે કે - ' : : ' છ દિશાની પૂજા એક વખત બુદ્ધ ભગવાન મગધની રાજધાની રાજગૃહ નજીક વેણુવનમાં ઊતર્યા હતા. તે વખતે સિગાલ નામને એક કુલીન તરુણ શહેરમાંથી રોજ સવારે બહાર આવી, સ્નાન કરી, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉપર, અને નીચે એમ છ દિશાઓને નમસ્કાર કરતે હતે. બુદ્ધ એક વખત ભિક્ષા માટે નગરમાં જતા હતા, તેવામાં પિલા યુવકને નમસ્કાર કરતે જોઈને બેલ્યાઃ “હે ગૃહપતિપુત્ર, તેં આ શું માંડ્યું છે?” * સિગાલ બેઃ “હે ભગવંત! મારા પિતાએ મરતી વખતે એ દિશાઓની પૂજા કરતા રહેવાનું મને કહ્યું હોવાથી, હું દિશાઓને નમસ્કાર કરું છું.” છે. '*, પ્રા-૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ બુદ્ધ કહ્યું: “પરંતુ તારે આ નમસ્કારવિધિ આર્યોની ‘પદ્ધતિ પ્રમાણે નથી.” સિગાલે કહ્યું: “તે, હે ભગવંત! આપ મને આર્યોની પદ્ધતિ પ્રમાણેને વિધિ શીખવે.” બુદ્ધ બેલ્યાઃ “હે ગૃહપતિપુત્ર, માબાપ એ પૂર્વ દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગે છેઃ ૧. તેમનું કામ કરવું ૨. તેમનું પિષણ કરવું; ૩. કુળમાં ચાલ્યાં આવેલાં સત્કાર્યો ચાલુ રાખવાં; ૪. તેમની સંપત્તિના વારસ બનવું; અને ૫. તેઓ મરણ પામે ત્યારે તેમને નામે દાન કરવું. માબાપને જે આ પાંચ અંગ વડે પૂજવામાં આવે, તે તેઓ બાળકને – ૧. પાપ કરતાં વારે છે; ૨. તેને સુમાગે ચઢાવે છે; ૩. તેને કળાકૌશલ્ય શીખવે છે; ૪. યેગ્ય સ્ત્રી સાથે તેનું લગ્ન કરી આપે છે; અને ૫. યોગ્ય વેળાએ પોતાની મિલકત તેને સ્વાધીન કરે છે. હે ગૃહપતિપુત્ર, ગુરુ એ દક્ષિણ દિશા છે. તેની પૂજાના આ પાંચ વિધિ છેઃ ૧. તે આવે ત્યારે ઊઠીને ઊભા થવું ૨. તે માંદા થાય ત્યારે તેમની સેવાચાકરી કરવી, ૩. તે જે શિખામણ આપે તે શ્રદ્ધાપૂર્વક સમજી લેવી, ૪. તેમનું જે કંઈ કામ હોય તે કર્યું અને પ. તે જે વિદ્યા આપે તે ઉત્તમ રીતે ગ્રહણ કરવી. ગુરુને જે આ પાંચ પ્રકારે પૂજવામાં આવે, તે તે – ૧. શિષ્યને સદાચાર શીખવે છે; ૨. ઉત્તમ રીતે વિદ્યા Page #20 -------------------------------------------------------------------------- ________________ - છ દિશાની પૂજા શીખવે છે; ૩. પિતાને આવડતી સર્વ વિદ્યા શિષ્યને આપી દે છે; ૪. પિતાનાં સગાંસંબંધીમાં તેની પ્રશંસા કરે છે, અને પ. કોઈ સ્થળે જતાં તેને ખાધાપીધાની અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરે છે. - “હે ગૃહપતિપત્ર, પત્ની એ પશ્ચિમ દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગે છેઃ ૧. તેને માન આપવું; ૨. તેનું અપમાન ન થવા દેવું; ૩. એકપત્નીવ્રત આચરવું, ૪. ઘરને કારભાર તેને સેંપ, પ. અને વસ્ત્રાલંકારની તેને ખોટ ન પડવા દેવી. આ પાંચ અંગેથી તેને પ્રસન્ન રાખવામાં આવે, તે તે – ૧. ઘરમાં સારી વ્યવસ્થા રાખે છે; ૨. નેકરચાકરને પ્રેમથી સંભાળે છે; ૩. પતિવ્રતા થાય છે; ૪. પતિએ મેળવેલી સંપત્તિનું રક્ષણ કરે છે, અને પ. સર્વ ગૃહમાં તત્પર રહે છે. હે ગૃહપતિપુત્ર, મિત્રમંડળ એ ઉત્તર દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગ છેઃ ૧. આપવા ગ્ય વસ્તુ હોય તે તેમને આપવી, ૨. તેમની સાથે પ્રેમથી બોલવું ૩. તેમને ઉપયોગી થવું; ૪. તેમની સાથે સમાનભાવથી વર્તવું, અને ૫. તેમની સાથે નિષ્કપટ વર્તન રાખવું. “આ પાંચ પ્રકારે મિત્રમંડળની પૂજા કરવામાં આવે, તે તેઓ – ૧. એકાએક સંકટ આવી પડે ત્યારે એનું રક્ષણ કરે છે, ૨. તેની સંપત્તિનું પણ રક્ષણ કરે છે; ૩. સંકટમાં ૧. જીવનભર એક જ પત્ની કરવાનું વ્રત , ' . Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ ગભરાઈ જાય ત્યારે ધીરજ આપે છે; ૪. વિપત્તિના સમયે તેને એકલા છેડતા નથી; અને ૫. તેની પાછળ તેની સ ંતતિ ઉપર પણ ઉપકાર કરે છે. २० “ હે ગૃહપતિપુત્ર, નકરચાકર એ નીચલી દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગો છેઃ ૧. તેમની શક્તિ પ્રમાણે તેમને કામ કહેવું; ર. તેમને ચાગ્ય મહેનતાણું આપવું; ૩. તે માંદા પડે ત્યારે તેમની સારવાર કરવી; ૪. પ્રસંગ હોય ત્યારે તેમને ઉત્તમ લેાજન આપવું; ૫. વખતાવખત ઉત્તમ કામ બદલ તેમને અક્ષિસ આપવી. • આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે, તે તે પણ ૧. પોતાના માલિક ઊઠે ત્યારે પહેલાં ઊઠે છે; ૨. માલિક સૂએ ત્યાર પછી સૂએ છે; ૩. માલિકના માલની ચારી કરતા નથી; ૪. ઉત્તમ રીતે કામ કરે છે; અને પ. માલિકના યશ ફેલાવે છે. - હે ગૃહપતિપુત્ર, સાધુસંત એ ઉપલી દિશા છે. તેમની પૂજાનાં આ પાંચ અંગ છેઃ ૧. કાયાથી તેમને આદર કરવેા; ૨. વાચાથી તેમને આદર કરવું; ૩. મનથી તેમને આદર કરવા; ૪. તે ભિક્ષાએ આવે ત્યારે તેમને તકલીફ્ પડવા દેવી ર્નાહ; અને ૫. તેમને ઉપયેગી વસ્તુઓ આપવી. ‘આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે, તે તે — ૧. પાપમાંથી તેનું નિવારણ કરે છે; ૨. તેને કલ્યાણકારક માગે લગાડે છે; ૩. પ્રેમપૂર્વક તેના ઉપર કૃપા કરે Page #22 -------------------------------------------------------------------------- ________________ સત્ય સમાન કશું શ્રેષ્ઠ નથી ૨૧ છે, ૪. તેને ઉત્તમ ધર્મ શીખવે છે, તેની શંકાઓનું સમાધાન કરે છે, અને ૫. તેને સ્વર્ગને માર્ગ દેખાડે છે.” આ ઉપદેશ સાંભળી સિગાલ છેઃ “ભગવાન ! આ આપને ઉપદેશ કેટલે બધે સુંદર છે ! કેઈ માણસ ઢાંકેલી વસ્તુ ઉઘાડી કરીને બતાવે, અથવા અંધારામાં જેવા માટે દીવે ધરે, કે માર્ગમાં ભૂલો પડેલાને માગ બતાવે, તેમ ભગવાને મારે માટે ધર્મનું ઉત્તમ રહસ્ય ખુલ્લું કર્યું છે.' ૫. સત્ય સમાન કશું શ્રેષ્ઠ નથી કાશીને રાજા બ્રહ્મદત્તને મનુષ્યમાંસ ખાવાની ટેવ પડી હતી, તેથી સૌ પ્રજજનેએ ભેગા મળી તેને રાજ્યમાંથી હાંકી કાઢો. બ્રહ્મદર એક મિટા અરયમાં ચાલ્યા ગયે. તે અરણ્યમાં થઈને બીજા દેશમાં જવાને રસ્તો પસાર થતું હતું. બ્રહ્મદર તે રસ્તે થઈને જતાઆવતા મુસાફરેને પકડતે અને મારી ખાતે. એક વખત તેને પગમાં ભારે જખમ થયે. જીવતા રહેવાની આશાએ તેણે વનદેવતાની બાધી રાખી કે, “મારે જખમ જે જલદી રુઝાઈ જશે, તો હું સો રાજકુમારના લેહીથી તને સ્નાન કરાવીશ અને મોટે નરયજ્ઞ કરીશ.” દૈવગે તેને જખમ સાજો થઈ ગયો. એટલે તેણે આજુબાજુનાં રાજ્યમાંથી રાજકુમારે પકડી પકડીને એકઠા Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલથાએ કરવા માંડ્યા. પછી તે કુરુદેશના રાજકુમાર સુત મને પકડવા માટે કુરુદેશની રાજધાની ઈન્દ્રપ્રસ્થમાં ગયે. સવારે સુતમ કુમાર નગર બહાર તળાવમાં સ્નાન કરવા આવે, ત્યારે તેને પકડી લેવાને ઈરાદે તે કમળના વેલાઓની એથે સંતાઈને બેઠે. બીજે દિવસે રિવાજ મુજબ સુતમ કુમાર સ્નાન કરવા તળાવે આવવા નીકળ્યો. તે કુમાર વિદ્યાને બહુ કદરદાન હતું. તેથી, એક પરદેશી બ્રાહ્મણ, ચાર કે તેને સંભળાવી, ધન મેળવવાની ઈચ્છાએ, દૂર દેશથી આવીને આગલી રાત્રે નગર બહાર ઊતર્યો હતો. સવારના કુમારને જ સામે આવતા જોઈ બ્રાહ્મણે તેની પાસે જઈને કહ્યું કે, મહારાજ ! આપની કીતિ સાંભળી હું તક્ષશિલાથી અહીં સુધી ચાલતે આવ્યું છું. મારી પાસે સે સે સેનામહોરેની કિંમતના ચાર લોક છે. તે આપ સાંભળે, અને આપને પસંદ પડે તે મને કિંમત આપજે.” કુમારે કહ્યું: “હું હમણાં જ સ્નાન કરીને પાછા ફરું છું, ત્યાં સુધી તમે મારા મહેલમાં જઈને બેસે.” સુતમ કુમારે પોતાની સાથેના હજૂરિયાને બ્રાહ્મણ સાથે પિતાના મહેલ ભણી વિદાય કર્યો, અને પિતે એકલો તળાવમાં સ્નાન કરવા ઊતર્યો. તરત પિલા નરભક્ષકે તેને પકડ્યો. પછી તેને પીઠ ઉપર નાખી તે વાયુવેગે દેડવા લાગ્યા. થોડે દૂર ગયા બાદ, બ્રહ્મદરે સુતસોમને નીચે ઉતાર્યો, ત્યારે સુમની આંખમાં તેણે આંસુ દીઠાં. ૧. પંજાબમાં આવેલું જૂનું વિદ્યાપીઠનું ધામ. Page #24 -------------------------------------------------------------------------- ________________ સત્ય સમાન કશું શક નથી તે જોઈ બ્રાદતે કહ્યું: “હે કુમાર! નાનપણથી પૈયશાળી તરીકે તારી ખ્યાતિ દૂર દૂર ફેલાયેલી છે, પરંતુ અત્યારે મૃત્યુના ડરથી તું આમ કાયરની પેઠે રડવા બેઠા છે, એ તને ક્ષત્રિયને શોભે છે?” - સુતસામે જવાબ આપેઃ “ભાઈહું મારે માટે કે મારાં સગાંવહાલાં માટે શેક કરતો નથી. પરંતુ મારી કીતિ સાંભળી એક બ્રાહ્મણ દૂર દેશથી મને ચાર કે વેચવા માટે આવ્યા છે, તેને મેં તેના લેક ખરીદી લેવાનું વચન આપી મારા મહેલમાં બેસાડ્યો છે. મારાથી હવે તે વચન પાળી શકાશે નહિ, એને મને ખેદ થાય છે. તું જે મને છેડી દે, તો હું તે બ્રાહ્મણના લેક સાંભળી, તેને યોગ્ય ઈનામ આપી, પાછો આવું.” નરભક્ષક બેઃ “વાહ! એવી વાત ઉપર ભરોસે રાખવા જેટલે હું મૂર્ખ નથી! મૃત્યુના મુખમાંથી છૂટીને સુખરૂપ પિતાને ઘેર પહોંચેલે માણસ ફરી પોતાની મેળે પિતાના શત્રુ પાસે પાછો જાય, એમ બને ખરું?” સુતો મે કહ્યું: “ભાઈ! બીજાની વાત ગમે તે હોય, પરંતુ હું તે અસત્ય બેલીને જીવતા રહેવા કરતાં મૃત્યુને વધુ પસંદ કરું છું. જૂઠું બોલીને કદાચ તારા હાથમાંથી તે છુટાય, પરંતુ દુર્ગતિમાંથી કેવી રીતે છુટાય? છતાં તને મારી પતીજ ન પડતી હોય, તે હું મારી તલવારના સગંદ ખાઉં છું.” ક્ષત્રિયને મુખે તલવારના સોગંદ સાંભળી, બહાદત્ત પણ વિચારમાં પડ્યો. છેવટે તેણે એ નિશ્ચય કર્યો કે, Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ સુતસમ નાસી જાય તે હરકત નહિ, પણ એક વાર તેની પરીક્ષા તે લેવી. સુતમ નરભક્ષકના હાથમાંથી છૂટી પિતાના મહેલમાં ગયે. તેને જીવતે પાછા આવેલ જોઈ સૌ કોને આનંદ થયે. રાજકુમાર નરભક્ષકને થાપ આપી ઠીક છૂટી આવ્યા, એમ સૌ કહેવા લાગ્યા. પરંતુ સુતમે તે પેલા બ્રાહ્મણને તાબડતોબ બેલા અને તેને તેના કે સંભળાવવા કહ્યું. બ્રાહ્મણે તેને નીચે પ્રમાણે* ચાર લેકે ગાઈ સંભળાવ્યા : – ૧. એક વાર જ સજનને સંગ થાય તેાય તે માણસને તારીને કાયમને પાર ઉતારે છે. પરંતુ હુજન સમાગમ હંમેશને હોય, પણ નકામો છે. ૨. જે હંમેશાં સાધુજનના સંગમાં રહે છે, અને ભક્તિપૂર્વક તેમને સહવાસ કરી તેમની પાસેથી ધર્મને સ્પષ્ટ રીતે જાણી લે છે, તે માણસ સુખી થાય છે અને તેનું દુઃખ નાશ પામે છે. ૩. રજાના ચિત્રવિચિત્ર રચે છણુ થાય છેમાણસનાં શરીર પણ છણ થાય છે, પણ સજજનેને ધર્મ છણું થતું નથી, એમ સંતપુરુષ હંમેશ કહે છે. - ૪. આકાશથી પૃથ્વી દૂર છે અને સાગરને કિનારે તો તેથીય દૂર છે. પરંતુ તે સજા! સજનનું શીલ દુરાચરણથી એ કરતાં પણ ઘણું દૂર છે.” * सकिदेव सुतसोम सब्भि होति समागमो । सा नं संगति पालेति नासब्भि बहु संगमो ॥ १ ॥ सभिरेव समासेथ सब्भि कब्बेथ संथवं । . सतं सद्धम्ममझाय सेग्यो होति न पापियो ॥ २ ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ સત્ય સમાન કશું શ્રેષ્ટ નથી - ૨૫ તે કે સાંભળી સુતસેમ બહુ સંતેષ પામે અને તેણે બ્રાહ્મણને ચાર હજાર સોનામહોરે બક્ષિસ આપી. પછી સુતમ કુમાર પેલા નરભક્ષક પાસે પાછા જવા તૈયાર થયે. તે જે તેના પિતા તેને સમજાવવા લાગ્યાઃ આ તું શું કરે છે? એક વાર એ દુષ્ટના હાથમાંથી જેમતેમ છૂટી આવ્યા બાદ, તેના મોંમાં હાથે કરીને જઈ પડ્યું, એ શું બુદ્ધિશાળીનું લક્ષણ છે?” સુતમે કહ્યું: “મહારાજ! એ નરભક્ષક ભલે દુષ્ટ હોયપરંતુ તેણે તે આ બ્રાહ્મણના ત્રણમાંથી મુક્ત થવાની મને તક આપીને મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે. તેને હું વિશ્વાસઘાત કરું, તે મારા જે નીચ અને કૃતઘ કે કહેવાય?” પછી સુતસેમ બધા લેકની સલાહને ગણકાર્યા વિના, જ્યાં પેલે નરભક્ષક હતું ત્યાં જઈને હાજર થયે. તેને પાછે આવેલે જોઈ નરભક્ષકને બહુ આશ્ચર્ય થયું ને તે તેની તરફ એકીટસે જોઈ રહ્યો. સુતમે કહ્યું, “ભાઈ! હું પાછો આવ્યો છું. હવે તું મને મારીને તારે યજ્ઞ પૂરે કર.” - બ્રહ્મદરે કહ્યું: “કુમાર! મેં હમકુંડ હમણાં જ સળગાવ્યું છે, એટલે કશી ઉતાવળ નથી, પરંતુ તેં બ્રાહ્મણ --जीरन्ति वे राजरथा सुचित्ता अथो सरीरंऽपि जरं उपेति । ' सतं च धम्मो न जरं उपेति सन्तो हवे सब्भि पवेदयंति ॥ ३ ॥ नभं च दूरे पठवी च दूरे पारं समुदस्स तदाहु दूरे । ततो हवे दूरतरं वदन्ति सतं च धम्मो असतं च राजाऽति ।। ४ । Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રાચીન શીલકથાઓ પાસે જઈ જે શ્ર્લાકે સાંભળ્યા, તે તેા મને સંભળાવ. ઉપરાંત, એક વખત મારા હાથમાંથી જીવતા છૂટથા ખાદ તું પેાતાની મેળે પાછો શા માટે આવ્યા, તે પણ મને કહે.’ સુતસામે કહ્યું : ‘ ભાઈ ! સત્ય જેવી શ્રેષ્ઠ વસ્તુ જગતમાં ખીજી કાઈ નથી. તે સત્યના ભંગ ન થાય તે માટે જ હું અહી પાછે. આવ્યા છું.' < બ્રહ્મદત્તે કહ્યુંઃ રાજમહેલમાં ખટરસ અન્નનું ભેાજન કરવાનું અને મેાજશેાખ કરવાનું મળે છે તે છેાડી, સત્યને જ વળગી રહેવા ખાતર માતના માંમાં જઈ પડવું, એ તે તારું કેવળ મૂખ પણું જ લાગે છે.' 6 ભાઈ! સત્યનું પાલન કરવામાં જે સુતસામે કહ્યું : ઉત્તમ રસ છે, તેની તાલે બીજા કેાઈ રસ નથી.’ બ્રહ્મદત્તે કહ્યું : પરંતુ મૃત્યુય સૌથી માટા છે. પેાતાના જીવનું રક્ષણ કરવા માટે જૂઠ્ઠું ખેલવામાં લેાકેા કશું ખાટું માનતા નથી. તને તારા જીવન વિષે કશી પરવા દેખાતી નથી, તેનું શું કારણ? < સુતસામે કહ્યું : મેં આજ સુધી જીવન દરમ્યાન કશાં ખાટાં કામ કર્યાં નથી, પરંતુ અનેક લેાકેા ઉપર ઉપકાર કર્યાં છે; માખાપની સેવા કરી છે; સગાંવહાલાંને મન્દ્વ કરી છે; તથા ગૃહસ્થનાં બીજા જે કાઈ કવ્યા છે, તેમાં ચૂક પડવા દીધી નથી. મને માતના ડર નથી.' ત્યાર બાદ સુતસામે પેલા ચાર શ્લાર્ક તેને કહી સંભળાવ્યા. તે સાંભળી બ્રહ્મદત્ત ઘણા સંતુષ્ટ થયેા. તેણે ચાર શ્લોકના બદલામાં ચાર વરદાન માગવાનું સુતસામને કહ્યું. " Page #28 -------------------------------------------------------------------------- ________________ સત્ય સમાન કશું' શ્રેષ્ઠ નથી સુતસામે કહ્યું : જો તું ચાર વરદાન આપવા માગતા જ હાય, તા મને નીચેનાં ચાર વરદાન આપઃ પહેલું વરદાન એ કે, હું સો વર્ષ સુધી તને નીરોગી અને સુખી જોવાને સમથ થાઉં. બીજું વરદાન એ કે, તે પકડી આણેલા બધા રાજકુમારેને તું જીવતદાન આપ. ત્રીજું વરદાન એ કે, તે સૌને તું તેમની રાજધાનીઓમાં પહોંચાડી દે. અને ચાથું વરદાન એ કે, હવેથી નરમાંસભક્ષણનું ક તું છોડી દે. " બ્રહ્મદને તે સાંભળી, હસીને કહ્યું, ભાઈ! તે આ વરદાનેથી પણ મારું સુખ અને આરોગ્ય જ ઈન્ગ્યુ છે. શીલ અને સદાચાર વિના સુખશાંતિ તથા નીરાગિતા મળે જ નહીં, તેં તારું જીવિત પણ મને લાંબે વખત સુખી અને નીરોગી જોવા સારુ જ માગ્યું છે. જા, તારે ખાતર પણ હું હવેથી મારાં દુષ્કમ છેડી, તારે બતાવેલે સદાચારને માર્ગે વળીશ. આ રાજકુમારીને તે હું તારા દેખતાં જ છોડી દઉં છુ, અને તેમને ઘેર સુખરૂપ પહાંચાડી દઉ છું.' એટલું થતાંની સાથે જ ચારે બાજુ સમાચાર પ્રસરી ગયા કે બ્રહ્મદત્તે નરમાંસ છેડી દીધું છે તથા હવેથી ધમ અનુસાર વર્તવાને નિશ્ચય કર્યાં છે. એ જાણી, કાશીના લેાકાએ ઘણી ખુશીથી તથા માટી ધામધૂમથી બ્રહ્મદત્તને તેના રાજ્યમાં પાછા આણ્યા, અને તેને ફરી ગાદીએ બેસા ડચો. બ્રહ્મદને સુતસામને એક મહિના સુધી પોતાના નગરમાં સન્માનપૂર્વક રાખ્યા, અને પછી ભારે સત્કાર સાથે તેને ઘેર વિદાય કર્યાં. : Page #29 -------------------------------------------------------------------------- ________________ ચંડાળ કાણુ ? એક વખત ભગવાન બુદ્ધે શ્રાવસ્તી નગરીમાં ગામ મહાર રહેતા હતા. ભિક્ષાકાળે ભિક્ષા માગતા માગતા તે એક દિવસ ભારદ્વાજ બ્રાહ્મણના આરણા આગળ આવી પહોંચ્યા. તે વખતે ભારદ્વાજ હામ ભારદ્વાજ હામ કરતા હતા. બુદ્ધને આવતા જોતાં જ તે માટી ખૂમ પાડીને ખેલ્યા : મૂડિયા ! ચંડાળ! ત્યાં ઈંટો જ ઊભેા રહે! રખે પાસે આવતા !’ • અલ્યા બુદ્ધે કહ્યું : બ્રાહ્મણુ ! ચંડાળ કાણુ કહેવાય તે તું જાણે છે ખરો ? ’ બ્રાહ્મણ ખેલ્યા : ૮ ના મને ચંડાળના ગુણાની શી ખબર? તું જ તે કહે ! > : બુદ્ધ ખેલ્યા : રાખનાર, અને પાપથી કહેવાય. વેરવૃત્તિ વારંવાર ગુસ્સે થનાર, ખરડાયેલે અશ્રદ્ધાળુ મનુષ્ય ચંડાળ જે મનુષ્ય અન્ય પ્રાણીઓની હિંસા કરે છે, જેના અંતઃકરણમાં યા નથી, જે લૂંટફાટ અને ચારી કરે છે, તે ચાંડાળ કહેવાય, જે મનુષ્ય બીજાનું દેવું કરી, પેલા પાછું માગે ત્યારે નાસી જાય છે કે આડુ ખેલે છે, તે ચંડાળ કહેવાય. ક Page #30 -------------------------------------------------------------------------- ________________ ચડાળ કાણુ ? · જે પાતા માટે, પારકા માટે, કે પૈસા માટે ખાટી સાક્ષી પૂરે છે, તે ચંડાળ કહેવાય. ‘ જે મનુષ્ય પેાતાનાં વૃદ્ધ માતાપિતાની સેવાચાકરી કરતા નથી, માખાપભાઈ – મહેન–સગાંવહાલાં સૌને ગાળા દે છે કે મારે છે, તે ચંડાળ કહેવાય. • જે મનુષ્ય પાતે કરેલાં પાપકમ છુપાવવાના પ્રયત્ન કરે છે, તે ચંડાળ કહેવાય. • હે બ્રાહ્મણ ! મનુષ્ય જન્મથી જ ચંડાળ કે બ્રાહ્મણુ હાતા નથી; પરંતુ પેાતાનાંકમથી જ ચંડાળ થાય છે કે બ્રાહ્મણ થાય છે. માણસ ચંડાળના કુળમાં ઉત્પન્ન થયેલેા હાય, પણ તે સદાચારી હોય, તેા તે શ્રેષ્ઠ છે; પરંતુ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા માણસ જો દુરાચારી હાય, તા તે ચંડાળ જ છે.' •; યુદ્ધને આ ઉપદેશ સાંભળી ભારદ્વાજ શરમાઈ ગયું. તે એલ્યે: હું ભગવન્ ! આપના ઉપદેશ ઘણા સરસ છે. જેમ કોઈ માણસ ઢાંકેલી વસ્તુ ઉઘાડી કરીને બતાવે, અથવા દ્વેષ્મતાને અંધારામાં મશાલ ધરીને ખતાવે, તે જ પ્રમાણે આપે ધમને ઉત્તમ રીતે સ્પષ્ટ કરીને સમજાવ્યા છે.” Page #31 -------------------------------------------------------------------------- ________________ સાચે બ્રાહ્મણ વારાણસી નગરીમાં જયઘોષ તથા વિશેષ નામે બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. જયઘોષ એક વખત નદીકિનારે ફરતે હિતે, તેવામાં તેણે એક દેડકાને કરુણાજનક ચીસ પાડતે સાંભળે. પાસે જઈને જોતાં માલુમ પડયું કે, એક સાપ તે દેડકાને ગાળ હતે. તે દેડકાની જીભે એક જીવડું ચાટેલું હતું. તે ઉપરથી જણાતું હતું કે, દેડકે એ જીવડાને ગળવા કૂદ્યો હશે, તેવામાં ત્યાં પાસે ફરતા સાપે તેને જ પકડ્યો હશે. જયઘોષ હજુ એ બીના ઉપર વિચાર કરતું હતું, તેવામાં પાસેના ઝૂંડમાંથી એક નેળિયે વેગથી આવીને તે સાપને પકડ્યો. આ જોઈ યશેષને વિચાર આવ્યું કે, બધાં પ્રાણીઓ ખાન-પાન વગેરે સુખની પાછળ રાતદિવસ નચિંતપણે દેડ્યા કરે છે; પરંતુ કાળ આવીને ક્યારે કેને પકડશે, તેની ફિકર કેઈ કરતું નથી. માટે જ્યાં સુધી આપણે કાળના હાથમાં સપડાયા નથી, ત્યાં સુધી આ સંસારમાંથી મુક્ત થવાને પ્રયત્ન કરે જોઈએ. આમ વિચારી તેણે એક સંતપુરુષ પાસે જઈને દીક્ષા લીધી, અને ઘરબારને ત્યાગ કરી સાધુપણું સ્વીકાર્યું. ઘણાં વર્ષો બાદ તે ફરતો ફરતે પાછો વારાણસી નગરીમાં આવી પહોંચ્યું. તે વખતે તેને ભાઈ વિજયેષ Page #32 -------------------------------------------------------------------------- ________________ સાચા બ્રાહ્મણ એક માટો યજ્ઞ કરતા હતા. યજ્ઞને નિમિત્તે બ્રાભાજન કરાવવા સારુ તેણે પુષ્કળ ખાનપાન તૈયાર કરાવ્યું હતું. જયઘાષ ભિક્ષા માટે ક્રૂરતા કરતા વિજયઘાષના યજ્ઞમડપ પાસે આવી પહેાંચ્યા. તેને જોઈ વિજયઘાષ દૂરથી જ ખેલી ઊચો: હું અપશુકનિયાળ મૂડિયા ! તું અહીં ઊભા ન રહીશ. અહીં તે વેદ ભણનારા પવિત્ર બ્રાહ્મણાને માટે જ ભાજન તૈયાર કરેલું છે, અને બ્રાહ્મણ સિવાય ખીજા કોઈ ને તે આપવાનું નથી. માટે અહીંથી ચાલ્યા જા. જયઘાષે જવાખ આપ્યા: હે બ્રાહ્મણ ! હું ઘરબારને ત્યાગ કરનારો ભિક્ષુ છું. હું મારું અન્ન જાતે રાંધતા નથી, પરંતુ યાચકવૃત્તિથી જીવું છું. અહીં તમે દાન અર્થઘણું અન્નપાન તૈયાર કરાવેલું છે; માટે મને તપસ્વી જાણીને જે કાંઈ વધ્યુંઘટ્યુ હોય તે આપે. વિજયધેાત્ર મેલ્યા : હું સાધુ ! જગતભરમાં જાણીતું છે કે, જાતિ અને વિદ્યાર્થી યુક્ત બ્રાહ્મણા જ દાન માટે ઉચિત પાત્રા છે, જેમ ઉત્તમ જમીનમાં વાવેલાં ખીજ અચૂક ઊગી નીકળે છે, તેમ બ્રાહ્મણા રૂપી ક્ષેત્રમાં વાવેલું દાનરૂપી ખીજ પુણ્યરૂપે અચૂક ઊગી નીકળે છે. સા જયઘાષ બ્રાહ્મણના કુળમાં જન્મ્યા હોય માટે કોઈ ને બ્રાહ્મણ કહી શકાય નહીં. બ્રાહ્મણને ઘેર જન્મ્યા હોય, પરંતુ ક્રોધ, માન, હિંસા, ઢ, ચારી અને પરિગ્રહથી યુક્ત હોય, તે તેને બ્રાહ્મણ શી રીતે કહેવાય ? વિદ્યાની ખાખતમાં પણ માત્ર વાણીને ભાર ઊંચકનારને ઉત્તમ કહી * Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રાચીન શીલકથાઓ શકાય નહીં. જે માણસ વેદ ભણીને પણ તેનું તાત્પર્ય જાણતું નથી, તથા તે પ્રમાણે આચરણ રાખતા નથી, તે બ્રાહ્મણ નથી. આર્યપુરુષએ બ્રાહ્મણ કોને કહ્યો છે, તે જાણે છે ? | વિજયશેષે કહ્યું? ના! આયપુરુષે વળી બ્રાહ્મણ કેને કહે છે તે તું જાણુતે હેય તે મને કહી સંભળાવ! વિષે કહ્યુંઃ મળેલી સંપત્તિમાં જે આસક્ત નથી થતું, અને ગયેલાને જે શક નથી કરતે, તે બ્રાહ્મણ કહેવાય છે. જેની વાણી શુદ્ધ છે, સાચી છે, તથા મધુર છે, તથા જેનું હૃદય અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સેના જેવું નિર્મળ છે, તે સાચે બ્રાહ્મણ છે. જે રાગ, દ્વેષ અને ભય વિનાને છે, તપસ્વી છે, સંયમી છે, સારાં વ્રત ધારણ કરનારે છે, તથા અંદર અને બહાર શાંત છે, તે બ્રાહ્મણ કહેવાય છે. સર્વ જીવોને સુખ જ પ્રિય છે એમ જાણી, કઈ પણ જીવને જે દુઃખ આપતું નથી, કે પિતાના સુખ માટે તેમની હિંસા કરતું નથી, તે સાચે બ્રાહ્મણ છે. બીજાની નાની-મોટી કઈ પણ વસ્તુ તેની પરવાનગી વગર જે ઉપાડી લેતો નથી, તે સાચો બ્રાહ્મણ છે. જેને ધનમાં લોલુપતા નથી, જેને ભેમાં આસક્તિ નથી, જે દુનિની સોબત કરતા નથી, તથા હમેશાં સન્દુરુષની જ સેવા કરે છે, તે સાચે બ્રાહણે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સાચે બ્રાહાણ માણસ જેવું કર્મ કરે છે, તે તે થાય છે. માત્ર મૂંડાવાથી તે સાધુ બનતું નથી, મેથી 48 બેલ્યા કરવાથી બ્રાહ્મણ બનતું નથી, અરણ્યવાસથી મુનિ બનતે નથી, અને વલ્કલ પહેરવાથી તપસ્વી બનતું નથી. પણ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થાય છે. કર્મથી જ માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ થાય છે, જન્મથી નહીં. જેનામાં બ્રાહ્મણના ગુણ છે, તે જ બ્રાહ્મણ છે. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણે જ પિતાને કે બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ છે. આ સાંભળી વિજયશેષનું અભિમાન તથા અજ્ઞાન દૂર થઈ ગયું. તેણે હાથ જોડીને જયઘોષને કહ્યું, “હે સાધુ! સાચું બ્રાહ્મણત્વ શું છે, તે તમે મને બરાબર સમજાવ્યું. તમે જ સાચા બ્રાહ્મણ છે, તથા વેદવિત્ છે. તમે જ બીજાને તેમ જ પિતાને ઉદ્ધાર કરવા સમર્થ છે. માટે હે ભિક્ષુકતમે મારા ઉપર કૃપા કરીને આ ભિક્ષા ગ્રહણ કરે.” [જૈન કથા ઉપરથી ] Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્રોધી ભારદ્વાજ : જ * - * " , , * * : : ક . : # * :: ' એક વખત બુદ્ધ ભગવાન મગધ ની રાજધાની રાજગૃહની પાસેના વેણુવનમાં રહેતા હતા. તે નગરમાં ભારદ્વાજ નામે એક અતિ ક્રોધી બ્રાહ્મણ રહેતું હતું. એક વખત, તેના ગેત્રમાંને એક બ્રાહ્મણ બુદ્ધને ધર્મ સ્વીકારી, તેમને શિષ્ય બન્યું. એ સાંભળી ભારદ્વાજને ખૂબ ગુસ્સો ચડ્યો. Page #36 -------------------------------------------------------------------------- ________________ | કોપી લારદ્વાજ, તે વેણુવનમાં આવી બુદ્ધ ઉપર ગાળોને વરસાદ વરસાવવા લાગે. બુદ્ધે કાંઈ પણ જવાબ ન આપે; તેથી થોડા વખત બાદ થાકીને તે . ત્યાર પછી બુદ્ધ તેને પૂછ્યું: “હે બ્રાહ્મણ ! તારે ઘેર કદી પણ આવે છે ખરા? ભારદ્વાજે કહ્યું: “હા, મારાં સગાવહાલા અવારનવાર મારે ઘેર આવે જ છે.” બુદ્ધ પૂછયું: “તેમને તું ખાવાપીવાની સામગ્રી આપે ભારદ્વાજે કહ્યું: “હા; મારે ઘેર આવેલા મહેમાનોને યોગ્ય આદરસત્કાર કરી, હું તેમને ખાવાપીવાની સામગ્રી આવું જ છું.” - બુદ્ધે કહ્યું: “પરંતુ તે બ્રાહ્મણ ! જે તારા પણ તારી આપેલી વસ્તુઓ ન સ્વીકારે, તે તે વસ્તુઓનું શું થાય?” ભારદ્વાજે કહ્યું: “હે ગૌતમ! આ બધું તું શું પૂછે છે? મેં આપેલી વસ્તુઓ મારા પરેરણા લે નહિ, તે તે બધી મારી પાસે જ રહે, એ દેખીતું છે!” - બુદ્ધે કહ્યું: “હે બ્રાહ્મણ! તે જ પ્રમાણે તે આજે આ ગાળની ભેટ મારે માટે આણી હતી, તેને મેં સ્વીકાર કર્યો નહિ; તેથી તે કોની પાસે રહી? જે મેં તારા ઉપર ગુસ્સે કર્યો હોત કે તને સામે ગાળે ભાંડી હેત, તે તારી ભેટ મેં અંગીકાર કરી એમ કહેવાત. પરંતુ મેં તેમ ન કર્યું, એટલે તેં ભાંડેલી ગાળે તારી પાસે જ રહી કહેવાય કે નહિ ? Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ ભારદ્વાજ મેલ્યાઃ હા ગૌતમ !' હું બ્રાહ્મણ ! ગુસ્સે થનાર ઉપર જે તે માણસ પાતાની જાતને નુકસાન બુદ્ધ બાલ્યા : સામેા ગુસ્સા કરે છે, કરે છે. પરંતુ સામે ગુસ્સો કરવાને ખલે તે શાંત રહે, તા તેથી તેને તેમ જ ગુસ્સો કરનારને ખનેને લાભ થાય છે.’ ૩૬ ૯ ધર્મોપદેશની રીત ભગવાન બુદ્ધના પૂર્ણ નામે એક શિષ્ય હતા. એક વખત તે બુદ્ધ પાસે ગયા, અને સંક્ષેપમાં પેાતાને ધર્મોપદેશ કરવાની તેણે તેમને વિનતિ કરી. ઉપદેશ પૂરા થયા ખાદ બુદ્ધે તેને પૂછ્યું: “હે પૂણ્^! હવે તું કયાં જવા Üચ્છે છે ?” પૂર્ણ ભગવન્ ! આ · આપના કરીને હવે હું સુનાપરત દેશમાં જવાને છું. - બુદ્ધ — હું પૂર્ણ ! સુનાપરત પ્રાંતના લેાકે મહુ કંડાર છે તથા બહુ જ ક્રૂર છે. તું તેને ઉપદેશ આપવા જઈશ ત્યારે તેઓ તને ગાળેા દેશે કે તારી નિંદા કરશે, તે તું શું કરીશ ? ઉપદેશને ગ્રહણ પૂર્ણ હે ભગવન્ ! હું તે વખતે એવું માનીશ કે, આ લેાકા ઘણા સારા છે; કારણ કે, તેઓએ મને માત્ર ગાળા જ દીધી છે, પરંતુ મારા ઉપર હાથ ઉપાડયો નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મોપદેશની રીત ક બુદ્ધ — અને જો તે તારા ઉપર હાથ ઉપાડશે તે ? પૂર્ણ — તે મને તેઓએ પથ્થરથી માર્યાં નહિ માટે તેઓ સારા જ છે, એમ હું સમજીશ. તને પથ્થર મારશે તે ? પર તેઓએ દડપ્રહાર નથી કર્યાં, - બુદ્ધ — અને તે પૂર્ણ —તા મારા તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તેઓ દડપ્રહાર કરશે તે છુ પૂર્ણ — તા તેઓએ શસ્ત્રપ્રહાર નથી કર્યાં, તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તે શસ્ત્રપ્રહાર કરશે તે ? પૂર્ણ તે મને તેમણે ઠાર માર્યાં નથી, તેથી તેએ ઘણા સારા છે, એમ હું માનીશ. યુદ્ધે અને તેઓ તને ઠાર મારશે તા ? - પૂ— હે ભગવન્ ! આ શરીરથી કંટાળીને ઘણા લેાકેા આપઘાત કરે છે. સુનાપરતના રહેવાસીએ મારા એવા શરીરને નાશ કર્યાં, તેમાં તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં છે, અને તેથી તેઓ સારા જ છે, એમ હું ત્યારે પણ માનીશ. મુદ્ધે - શામાશ! પૂર્ણ, શાખાશ ! તું જરૂર સુનાપરતના લેાકાને ધર્મોપદેશ કરવાને ચેાગ્ય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માવજત રાજાના યજ્ઞ પ્રાચીન કાળમાં મહાવિજત નામે એક માટા રાજા થઈ ગયે. તે એક દિવસ એકાંતમાં બેઠા હતા, ત્યારે તેના મનમાં એવા વિચાર આન્યા કે, મારી પાસે પુષ્કળ સપત્તિ છે; તેને જો હું એક મેાટા યજ્ઞ કરવામાં વાપરું, તે પરલેાકમાં મારું ભલું થાય. આ વિચાર તેણે પેાતાના પુરાહિતને જણાવ્યા અને પૂછ્યું કે, કેવા યજ્ઞ કરીએ તે પરલેાકમાં મારું વધારેમાં વધારે ભલું થાય ? : પુરહિત આલ્યે હૈ મહારાજ ! હાલમાં આપના રાજ્યમાં શાંતિ નથી; ગામ અને શહેશ લૂંટાઈ જાય છે; તથા લાકાને ચારાને ભારે ઉપદ્રવ છે. આવી સ્થિતિમાં આપ યજ્ઞ કરશેા, તેા તેનાથી તમારું ભલું નહીં થાય. “ આપને એમ લાગશે કે, ફ્રાંસી દીધાથી, તુર ંગમાં નાખવાથી, તિરસ્કાર કરવાથી, કે દેશનિકાલ કરવાથી ચારેને! દાખસ્ત થઈ જશે. પરંતુ એવા ઉપાયાથી ચારાના પૂરેપૂરા અંદોબસ્ત નહીં જ થાય. તેથી તા તે થાડા દૂર જઈને ફ્રી તેાફાન ઊભાં કરશે. ૮ એ તાક્ાના દૂર કરવાના ખરા ઉપાયા આ પ્રમાણે છે: આપના રાજ્યમાં જે ખેતી કરવા ઇચ્છે છે, તેમને આપ ખી આપે; જેએ વેપાર કરવા ઇચ્છે છે, તેમને મૂડી ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ મહાવિજિત રાજાને યજ્ઞ આપે, અને જેઓ નોકરી કરવા ઈચ્છે છે, તેમને રેગ્ય નોકરી આપે. આ રીતે સર્વ માણસે પોતપોતાના મનગમતા કામમાં લાગી ગયા પછી આપના રાજ્યમાં તેફાન રહેવાનો સંભવ નથી. વખતસર કર વસૂલ થતા રહેવાથી આપની તિજોરી ભરપૂર થશે, અને તોફાનીઓને ઉપદ્રવ ન રહેવાથી લોકે પિતાનાં બાળબચ્ચાંને કેડ પૂરા કરશે, તથા દરવાજા ઉઘાડા મૂકી નિર્ભયતાથી આનંદમાં રહેશે.” પરેહિતે બતાવેલે તેફાનોને બોબસ્ત કરવાને ઉપાય મહાવિજિત રાજાને પસંદ પડ્યો. પોતાના રાજ્યમાં ખેતી કરવાને સમર્થ એવા લેકેને બી વગેરે આપી, તેણે તેમની પાસે ખેતી કરાવી, નાનામોટા વેપારીઓને મૂડી આપી તેમને વેપાર વધાર્યો અને મેગ્ય માણસોને ચૂંટી કાઢી, સરકારી કામ ઉપર, યોગ્ય સ્થળે તેમની નિમણુક કરી. આ ઉપાયથી મહાવિજિતનું રાષ્ટ્ર ચેડા જ વખતમાં સમૃદ્ધ થયું. - ત્યાર બાદ રાજાએ પુરોહિતની સૂચનાથી રાજ્યમાં જાહેરનામું કઢાવીને પ્રજાને પુછાવ્યું કે, “મારે મારા પર લેકના હિત ખાતર યજ્ઞ કરે છે, તેમાં તમારા બધાની સંમતિ છે કે નહીં?” પ્રજાએ રાજીખુશીથી અને નિર્ભયતાથી રાજાને યજ્ઞ કરવા માટે સ્પષ્ટપણે અનુમતિ આપી. ત્યાર બાદ પુરોહિતની સલાહ મુજબ રાજાએ યજ્ઞ કર્યો. તેમાં ગાયે, બકરાં, મેંઢાં વગેરે પ્રાણ મારવામાં આવ્યાં નહીં; યજ્ઞસ્તો બનાવવા ઝાડે કાપવામાં આવ્યાં Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ નહીં; દર્ભને ચૂંટી ચૂંટી ઢગલા કરવામાં આવ્યા નહીં; અને દાસને તથા મજૂરેને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહીં. જેમની ઈચ્છા હતી તેમણે જ કામ કર્યું. અને જેમની ઈચ્છા ન હતી તેમણે ન કર્યું. ઘી, તેલ, માખણ, દહીં, મધ, અને ગેળ, એટલા પદાર્થોથી તે યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. પછી રાજ્યના શ્રીમંત કે રિવાજ મુજબ મોટાં મેટાં નજરાણું લઈને રાજા પાસે આવ્યા. રાજાએ તેમને જણાવ્યું કે મારે તમારાં નજરાણુની જરૂર નથી, કારણ કે, પ્રજા પાસેથી ધાર્મિક કરરૂપે ઉઘરાવેલું પુષ્કળ દ્રવ્ય હજી મારી પાસે પડેલું છે. તેમાંથી તમારે કાંઈ જાહેર હિત માટે જોઈતું હોય તે લઈ જઈ શકે છે.” - રાજાએ નજરાણું સ્વીકારવાની ના પાડવાથી કે એ તે પૈસામાંથી આંધળા-લંગડા વગેરે અપંગ લોકે માટે રાજાની યજ્ઞશાળાની ચારે દિશાએ અનાથશાળ બંધાવી. આ પ્રમાણે મહાવિજિત રાજાને યજ્ઞ સર્વને પ્રિય તથા કલ્યાણકારી નીવડ્યો. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તેમાં ગુનેગાર કાણુ ? એક વખત ભગવાન બુદ્ધે ફરતા ફરતા શ્રાવસ્તી નગરીમાં આવીને ઊતર્યાં હતા. તે વખતે રાજાની ફરજો ખામત વાત નીકળી. તે ઉપરથી બુદ્ધે નીચેની કથા સૌને કહી સંભળાવી. ઘણા સમય પહેલાં એક રાજા રાજ્ય કરતા હતા. તે પાતાની પ્રજાના લેાકેાને પાતાનાં બાળકાની પેઠે સંભાળતા હતા. તેના રાજ્યમાં બધા કારભાર ન્યાયથી ચાલતા હૈાવાથી લેાકેા પણ પાતપેાતાનું કામકાજ ખંતથી તથા પ્રમાણિકતાથી કરતા અને સદાચારથી વતા. તે રાજા હમેશાં પેાતાના ધમ શા છે તે જાણવા તથા શોધવા પ્રયત્નશીલ રહેતા અને તે પ્રમાણે આચરણ કરતા. રાજકારભારની કશી વસ્તુની ખાખતમાં અજ્ઞાન ન રહેવું એવી એની ધખણા હતી. તે પાતે હિંસા, ચારી, વ્યભિચાર, છળકપટ, નિંદા, અસત્ય, પ્રમાદ, અદેખાઈ, ક્રોધ વગેરે દાષામાંથી મુક્ત હતા; તથા પેાતાની ઊછુપા શોધીને તેમને દૂર કરવા પ્રયત્ન કર્યાં કરતા. એક વખત એવું બન્યું કે, તેના રાજ્યમાં એક માણસ અતિશય ગરીમ બની ગયા. તેને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. એ સ્થિતિમાં ખીજો કોઈ રસ્તો ન સૂઝવાથી ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ કર પ્રાચીન શીલકથાઓ તેણે ચેરી કરી. જેને માલ રાયે હતું તે માણસ, તેને પકડીને રાજા પાસે લઈ આવ્યું. બધા દરબારીઓ તથા નગરજને તે ચાર ઉપર ગુસ્સે થઈ, બૂમ પાડી, તેને દેહાંતદંડ આપવાનું કહેવા લાગ્યા. - રાજા તે બધું સાંભળી રહ્યો. પછી તેણે શાંતિથી વિચાર કરીને તે ચેરને પૂછ્યું, “ભાઈ! તે ખરેખર આ ચેરી કરી હતી?” ચારે કહ્યું, “હા.” રાજાએ પૂછ્યું : તે એમ કેમ કર્યું? તું જાણત નથી કે ચેરી કરવી એ માટે ગુને છે તથા તેની બહુ કપરી સજા હોય છે? ચાર બે – રાજાજી! મારી સ્થિતિ એટલી બધી ગરીબ થઈ ગઈ કે, મારી પાસે પેટ ભરવાનું કાંઈ પણ સાધન રહ્યું નહીં. છેવટે ભૂખના માર્યા નાછુટકે મેં આપના પવિત્ર તથા કલ્યાણકારી કાયદાનું ઉલ્લંઘન કરી આ પાપ કર્યું છે. રાજા તેને આ નિખાલસ એકરાર સાંભળી ખુશી થયો. પરંતુ થોડી વારમાં જ વિચાર કરીને તેણે શરમથી પિતાનું મેં નીચું કરી દીધું. પછી એક ઊંડે નિસાસો નાખીને તે બે – “મારા રાજ્યમાં કોઈ ભૂખે મરતે હેય, તે તેને ભૂખે મારનાર હું છું. મારા રાજ્યમાં કોઈ ટાઢે મરતે હોય, તે તેને કપડાં વગરને રાખનાર પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ તેમાં ગુનેગાર કેશુ? હું છું. હું એવા પદ ઉપર છું, તથા મારી પાસે એવાં સાધને છે કે, હું જે ધારું તે મારા રાજ્યમાં કેઈ દુઃખી ન રહે. તેમ છતાં આ માણસ અને માર્યો ચેરી જેવું મહાપાપ કરવાની હદે આવે, તે તેમાં ખરે વાંક મારે જ કહેવાય.” આમ કહી, તેણે તે ચોરને તથા બીજા પણ તેવા ગુનેગારોને તરત છેડી મૂકવાને હુકમ કર્યો, અને પછી પિતાના મોટા રાજભંડારનાં બારણું તરત લાવી નાખ્યાં. પિતાના રાજ્યમાં જેઓ ભૂખે મરતા હતા, તે સૌને તેણે ખાવાપીવાની વસ્તુઓ પહોંચાડી. જેઓ કપડાં વિનાના હતા, તેમને કપડાં પહોંચાડ્યાં. જેઓ રેગી હતા, તેમને ઔષધ પહોંચાડ્યાં. સૌ કેઈને જે વસ્તુની ઊણપ હતી, તે બધી તેણે પિતાના ભંડારમાંથી પૂરી કરી. આમ થતાં જ રાજ્યના તમામ લોકો ખાધેપીધે સુખી તથા પિતપિતાને ધંધા-રોજગાર કરતા થયા. પરિણામે રાજ્યમાંથી દુરાચાર અને દુઃખનું નામનિશાન નીકળી ગયું. લાઠી, કેરડા, બેડીઓ વગેરે સાધને ઉપગ વિના નકામાં પડ્યાં, તથા કેદખાનામાં કઈ કેદી ન રહ્યો. રાજ્યમાં અસંતેષ, ભૂખમરે, છળકપટ, વગેરે છિદ્રો ન મળતાં પાસેના શત્રુ-રાજાઓએ પણ તે રાજ્યને જીતવાની આશા છોડી દીધી. પરિણામે લશ્કરનાં તરવાર, ભાલા, બરછીઓ વગેરે શત્રે પણ હથિયારખાનામાં જ કટાવા લાગ્યાં. અને લેકે વારે વારે કહેવા લાગ્યા કે, “ આવા રાજા વખતમાં આપણને જીવવા મળ્યું તે આપણું કેવું સદ્ભાગ્ય છે !” Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ એ રાજાના રાજ્યમાં વરસાદ પણ નિયમિત તથા પૂરતા પડવા લાગ્યા. ઋતુએ પણ નિયમિત તથા ઉપદ્રવ વિનાની બની. ભૂત, પ્રેત, કાગળિયું, વગેરેના ત્રાસા શાંત થયા. પરંતુ તે બધા કરતાં રાજાને પેાતાને આ પાંચ ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત થઈઃ—(૧) લાંબુ આયુષ્ય, (૨) શાંત, મનેાહર દેખાવ; (૩) આઠે દિશાઓને કપાવે તેવું શીલઅળ; (૪) નીરેાગિતા તથા રાજ રાજ વધતું પરાક્રમ; અને (૫) ચારે દિશાઓમાં શાંતિવાળું રાજ્ય તથા અંતરમાં નિરંતર આનંદ પામ્યા કરતું ચિત્ત. સ અંતે રાજા જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે છેવટની ઘડીએ પણ તેનું શરીરબળ પહેલાં જેવું જ કાયમ હતું, તથા તેની ભૂખ અને નિદ્રાની શક્તિ જરા પણ એછી થઈ ન હતી. મર્યાં બાદ તરત જ તે સ્વગમાં દેવ થયા, અને તેની પ્રજામાંથી પણ કેઈ નરકગામી થયું નહીં. બુદ્ધ છેવટે કહ્યું : “હે ભિક્ષુએ, પૂર્વ રાજા હું પાતે જ હતા.” જન્મમાં તે ભિક્ષુએ તે સાંભળી અત્યંત આનંદિત થયા તથા ભગવાન બુદ્ધને વારવાર પ્રણામ કરવા લાગ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુરુધર્મ કુરુ દેશના રાજા પોતાના પાંચ કુરુધર્મો બરાબર પાળતે હતે. એક વખત, પાસેના કલિંગ દેશમાં વરસાદ ન વરસવાથી દુકાળ પડ્યો. પ્રથમ ભૂખમરે શરૂ થયે, અને પછી રેગચાળ. આ હાડમારીઓથી ત્રાસેલા લોકે છોકરાને આંગળીએ વળગાડી, આમથી તેમ ભટકવા લાગ્યા, અને છેવટે રાજાને દરવાજે ધા નાખવા ભેગા થયા. રાજાએ પૂછ્યું: વરસાદ ન પડે ત્યારે વરસાદ લાવવા પહેલાંના રાજાઓ શું કરતા? - તેઓએ કહ્યુંઃ વરસાદ ન વરસે ત્યારે પહેલાંના રાજાઓ દાન આપતા, ઉપવાસ કરતા, શીલ પાળતા અને સાત દિવસ દાભને સાથરે સૂતા; એટલે વરસાદ વરસતે. રાજાએ તેમ કર્યું, પણ વરસાદ ન વરસ્યું. તેણે અમાત્યને પૂછ્યું. તેઓએ કહ્યુંઃ કુરુ રાજાને રાજહાથી શુકનવંતે ગણાય છે. તેને આપણું રાજ્યમાં લઈ આવે, તે વરસાદ વરસે. રાજાએ કહ્યું પણ રાજાને હરાવ્યા વિના તેને હાથી શી રીતે લવાય? એ તે બને એવું નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ તેઓએ કહ્યું? હાથી માટે લડવાની જરૂર નથી. કુરુ રાજા માટે દાનેશરી છે. તે દાન કરવા બેસે, ત્યારે બ્રાહ્મણે. તેની પાસેથી જે માગે તે વસ્તુ રાજા આપી દે છે. ' રાજાએ આઠ સગુણ બ્રાહ્મણોને કુરુરાજ પાસે હાથી માગવા મોકલ્યા. પરંતુ હાથી આવવા છતાં વરસાદ ન વરસ્યું. રાજાએ બીજા વૃદ્ધોને પૂછ્યું: હવે શું કરવું? ' તેઓએ કહ્યુંઃ કુરુઓને રાજા પિતાના કુળમાં ચાલતા. આવેલા પાંચ કુરુધર્મો બરાબર પાળે છે, તેને પુણ્યથી કુરુ દેશમાં નિયમિત વરસાદ વરસે છે. હાથીનું સત તે કેટલું હેય? માટે હાથીને બદલે તે રાજાને કુરુધર્મ માગે. રાજાએ બ્રાહ્મણે અને દરબારીઓ સાથે કુરુ રાજાને રાજહાથી પાછા મોકલાવ્યું, અને પિતા તરફથી કહાવ્યું કે, હાથીને પ્રતાપે વરસાદ વરસશે એમ માની, મેં આ હાથી તમારી પાસેથી દાનમાં મંગાવરાવ્યું હતું; પરંતુ વરસાદ તે ન વરસ્ય. હવે મેં સાંભળ્યું છે કે, તમે જે પાંચ કુરુધર્મ પાળે છે, તેને પ્રતાપે જ તમારા રાજ્યમાં વરસાદ વરસે છે. તે તમે આ સેનાની પાટી ઉપર એ કુરુધર્મ મને લખાવી લે. એટલે હું પણ તે પાળું અને મારી પ્રજા સુખી થાય.” બ્રાહ્મણોએ અને દરબારીઓએ કુરુરાજ પાસે જઈ એ સંદેશ કર્યો અને કુરુધર્મ મા. કુરુરાજે ચિંતામાં પડી જઈને કહ્યું: “હું કુરુધર્મ પાળતું હતું એ વાત ખરી છે, પણ મારે હાથે હાલમાં એક Page #48 -------------------------------------------------------------------------- ________________ કુરુધર્મ અપરાધ થઈ ગયેલ છે, તેથી મારે ધર્મ ખંડિત થયેલ છે. અમારા રાજ્યમાં દર ત્રણ વર્ષે કાર્તિક મહિનાને મેળે ભરાય છે. તે વખતે રાજા સવારી કાઢીને નગર બહાર ચિત્રરાજ યક્ષને મંદિરે જાય છે. ત્યાં બધે વિધિ થયા પછી રાજા ચાર દિશામાં ચાર બાણે છેડે છે. આ વરસે મારાં ત્રનું બાણ કયાં પડ્યાં છે તે જોવામાં આવ્યું, પણ ચિથું બાણ સરોવરમાં ક્યાંક જઈને પડ્યું. તે બાણથી કઈ જળચર પ્રાણી જરૂર નાશ પામ્યું હશે. આમ, જીવહિંસા થવા પૂરતું મારે ધર્મ ખંડિત થયે કહેવાય. એટલે કુરુધર્મ લેવા માટે તમે મારી માતા પાસે જાઓ. તેને ધર્મ અખંડિત છે. અખંડ૫ણે ધર્મ પાળનાર પાસેથી લીધેલ ધર્મ જ ફળદાયી થાય છે.” પરંતુ કલિંગ દેશવાળાઓએ કહ્યું: રાજાજી, આપને ઈરાદે જીવહિંસા કરવાનો ન હતો. અજાણતાં થયેલા દેશથી આપને ધર્મ ખંડિત થયે એમ અમે માનતા નથી. માટે અમને આપ જ કુરુધર્મ આપે. રાજાએ કહ્યું ત્યારે લખે, “કેઈ પ્રાણીની હિંસા ન કરવી, કેઈની ચોરી ન કરવી, વ્યભિચાર ન કરે, અસત્ય ન બેલવું, અને મદ્ય ન પીવું. છતાં, તમે મારી માતા પાસે તે જાએ જ. પેલા બધા રાજમાતા પાસે પહોંચ્યા. રાજમાતાએ તેમની વાત સાંભળીને નિસાસો નાખી કહ્યું: “મારે ધમ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ પણ ખંડિત થયું છે. મારા બે પુત્રોમાંથી માટે તે રાજા છે, અને નાને યુવરાજપદે છે. એક વખત બહારના કેઈ રાજાએ લાખ લાખની કિંમતનાં બે વાનાં રાજાને ભેટ મોકલ્યાં: ચંદનતેલ અને સેનાહાર. રાજાએ તે બંને વાનાં - હડાદ an III - 5 મને મોકલાવી આપ્યાં. મેં વિચાર્યું કે, મારે વિધવાને વળી આ શા ખપનાં? એટલે મારી બે વહુએ ને તે આપી દીધાં. પણ મોટી વહુ જે પટરાણી, તેની શેહમાં તણાઈ મેં એનાહાર તેને આપે અને નાની વહુને કશી વિસાત વિનાની ગણીને ચંદનતેલં આપ્યું. પણ આપ્યા પછી મને વિચાર આવ્યો કે હું તે કુરુધર્મ પાળું છું, મારાથી આ ભેદભાવ ન રખાય; મારી આગળ તે બંને વહુ સરખી કહેવાય. આ દેષ થઈ જવાથી મારે ધર્મ અખંડ રહેલે હું માનતી નથી. માટે તમે મારી મેટ વહુ પાસે જાઓ; તેને ધર્મ અખંડ છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ પરંતુ કલિંગ દેશવાળાએ બેલી ઊઠ્યા: તમારી ચીજ તમે મન ફાવે તેને આપો, તેમાં કશે દેષ થયેલે અમે માનતા નથી. માટે તમે જ અમને કુરુધર્મ આપો. રાજમાતાએ પણ ધમ લખાવ્યું, પરંતુ અખંડ કુરુધર્મ લેવા માટે તે પોતાની મોટી વહુ પાસે જવા જ એ લેકોને આગ્રહ કર્યો. પેલાએ મેટી વહુ રાજરાણુ પાસે પહોંચ્યા. તેણે તે એમની વાત સાંભળીને પિતાના કાન બે હાથે દાબી દીધા, અને પછી કહ્યું: “હું તો ધર્મ ઈ બેઠી છું. એક વખત રાજાજીની સવારી નીકળી હતી, તે વખતે તેમની સાથે તેમના નાના ભાઈ યુવરાજ પણ બેઠા હતા. પ Tv -- - * - તit In = : * * * E TETU : 1 . ' * M . IS : R * Mini - S Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ પ્રાચીન શીલકથાઓ તેમનું રૂપ જોઈ ક્ષણભર હું મોહિત થઈ ગઈ. ત્યારથી હું મારે ધર્મ ખંડિત થયે માની સંતાપ કર્યા કરું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે યુવરાજ પાસે જ જાએ.” માત્ર ક્ષણિક મેહથી રાણીને ધર્મ ખંડિત થયો ન કહેવાય એમ માની, કલિંગવાળાઓએ તેની પાસેથી પણ ધર્મ લખાવી લીધું. ત્યાર બાદ રાણીના આગ્રહથી તેઓ યુવરાજ પાસે પહોંચ્યા. યુવરાતિ થઈ ગયે સર કહે,અને મહેલમાં જ યુવરાજે જણાવ્યુંઃ મારે કુરુધર્મ પણ ખંડિત થઈ ગયે છે. અમારા દેશમાં રિવાજ છે કે, યુવરાજ રેજ રાતે છેક છેલ્લે રાજાને મહેલમાં જઈને મળે, તેમને દેશસમાચાર કહે, અને રાજા જે કંઈ કહે તે સાંભળી લે. હું પણ રોજ રાતે રથમાં બેસી રાજમહેલે જાઉં છું. જે હું રાતે રાજાજી સાથે જ જમવાને હેઉં અને રાતે પણ ત્યાં જ સૂવાને હેલું, તે રથમાંથી ઊતરતી વખતે હું લગામ તથા ચાબુક ઘડાઓના ઝંસરા ઉપર નાખી દઉં છું. એટલે મારા માણસે એ નિશાની સમજી લઈ ઘેર ચાલ્યા જાય, અને વહેલી સવારે પાછા આવી હાજર થાય. પરંતુ જે હું તરત જ પાછા ફરવાનો હોઉં, તે મારી લગામ અને ચાબુક વગેરે બેઠક ઉપર રાખીને જાઉં, જેથી મારા નીકળવાની રાહ જોઈને તેઓ ત્યાં જ ઊભા રહે. એક વખત હું એ પ્રમાણે પાછા ફરવાને હવાથી ચાબુક વગેરે બેઠક ઉપર રાખીને મહેલમાં રાજા પાસે ગયે. Page #52 -------------------------------------------------------------------------- ________________ એવામાં વરસાદ વરસવા લાગ્યું. એટલે રાજાજીએ મને ઘેર જવા ન દીધે, અને રાજમહેલમાં જ ખાઈને સૂઈ ગયે. બીજે દિવસે સવારે હું મહેલમાંથી બહાર નીકળીને જેઉં, તે મારા માણસે પલળી ગયેલી હાલતમાં ટાઢે ધ્રુજતા મારા રથ પાસે જ મારા આવવાની રાહ જોતા આખી રાત ઊભા રહેલા ! આમ, એ લોકોને પ્રમાદથી મેં નાહક ત્રાસ આપ્યું, ત્યારથી મારે કુરુધર્મ હું ખંડિત થયેલ માનું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે રાજપુરેહિત પાસે જાઓ. છતાં કલિંગવાળાઓએ તે તેના ધર્મને અખંડિત માની, તેની પાસેથી ધર્મ લખાવી લીધું. પછી તેના આગ્રહથી તેઓ રાજપુરોહિત પાસે ગયા. રાજપુરોહિતે કહ્યુંઃ મારે ધર્મ પણ ખંડિત થઈ ગયા છે. એક વખત બીજા રાજાએ અમારા રાજાને એક સુંદર રથ ભેટ મોકલ્યા. રસ્તામાં જ મેં તે રથ રાજા પાસે જતે જોયે. ત્યારે મને વિચાર આવ્યું કે, રાજા પાસે ઘણા રથ છે, રાજા જે આ રથ મને આપી દે, તે હાલ ઘડપણમાં ચાલીને જવા-આવવાની મારી તકલીફ દૂર થઈ જાય. પછી હું દરબારમાં પહોંચ્યા. ત્યાં પેલે રથ આવેલે હતું. રાજાએ મને ચાલતે આવતે જોઈ આપમેળે જ તે રથ મને મારા ઉપગ માટે સ્વીકારવા વિનંતી કરી. પરંતુ રાજાના ઘણા આગ્રહ છતાં પછી મેં તે રથ ન લીધે. કુરુધર્મ પાળનારા મને, બીજાની વસ્તુ માટે આમ લેભ Page #53 -------------------------------------------------------------------------- ________________ ५२ પ્રાચીન શીલકથાઓ થયે, ત્યારથી હું મારો ધર્મ ખંડિત થયેલે માનું છું. માટે અખંડ કુરુધર્મ માટે તે તમે અમારા મજણુ-પ્રધાન પાસે જાઓ. છતાં કલિંગવાળાઓએ તે પુરોહિતના ધર્મને અખંડિત રહેલો માની, તેની પાસેથી પણ ધર્મ લખી લીધે અને પછી તેના આગ્રહથી તેઓ જણ-પ્રધાન પાસે ગયા. મિજણી-પ્રધાને કહ્યું: મારો ધર્મ પણ ખંડિત થઈ ગે છે. એક વખત ખેતર માપવા જતાં મેં દેરડાને છેડે બાંધેલે ખીલે એક જગ્યાએ બેસી દીધે. પછી બીજે છેડે પણ ખીલે બાંધી, તે ખીલે હું બેસવા જતું હતું, તેવામાં બરાબર તે ઠેકાણે મેં એક દર જોયું. હવે જે હું ખીલે 't is it + કે મા stdf, Ans એ . (18 % પ. . જs Page #54 -------------------------------------------------------------------------- ________________ ધમ જરા અહારની બાજુએ ખારું, તે રાજાને તેટલી જમીનનું નુકસાન થાય; અને અંદરની બાજુએ ખેાસું, તે ખેડૂતને નુકસાન થાય. એટલે મે દરમાં કશું હાય તા નીકળી જાય તે માટે થાડી ઠોકાઠોક કરી; અને પછી તે દરમાં જ જોરથી ખીલા ખાસ્યા. ત્યાં તે અંદરથી કાઈ પ્રાણીની મરણચીસ સંભળાઈ. તે દિવસથી હું મારા ધર્મને ખંડિત થયેલે માનું છું. માટે તમારે અખંડ કુરુધ જોઈ તે હાય, તેા અમારા રાજસારથિ પાસે જાઓ. તેને ધમ અખંડિત છે. છતાં કલિંગવાળાઓએ તે માજણી-પ્રધાનના ધમને અખંડિત રહેલા માની, તેની પાસેથી પણ ધમ લખી લીધે.. પછી તેએ તેના કહ્યાથી રાજસારથિ પાસે ગયા. રાજસારથિએ કહ્યુંઃ મારે ધર્મ પણ ખંડિત થઈ ગયા છે. એક દિવસ રાજા રાજની જેમ રથમાં બેસી ઉદ્યાન તરફ ફરવા ગયા હતા. સાંજ પડયે રાજા નગર તરફ પાછા ફરવા રથમાં આવી બેઠા. હજી નગર થાડું દૂર રહ્યું હતું તેવામાં ઘનઘેાર વાદળ ચડી આવ્યું. રાજા વરસાદમાં હેરાન થશે એમ માની, મે વેગે દોડતા ઘેાડાઆને પણુ જોરથી ચાબુક માર્યાં. ઘેાડાએ એકદમ ધૃપાટ દોડયા અને વરસાદ પડતાં પડતાંમાં તે અમે નગરે પહોંચી ગયા. પરંતુ ત્યારથી માંડીને હું જોઉં છું કે, ઉદ્યાનેથી પાછા ફરતી વખતે તે જગા આવે છે એટલે ઘેાડાઓ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રાચીન શીલકથાઓ એકદમ ખૂબ જોરથી દોડવા લાગે છે. મને થયું કે, ઘેાડાએ કેમ આમ કરે છે? ત્યારે અચાનક મને સમજાયું કે, તે દિવસે મે આ જગાએ રથ આવતાં, રાજા પલળશે એ બીકે ઘેાડાઓને ચાબુક માર્યાં હતા; એટલે આ સમજદાર ઘેાડાએ ત્યારથી માંડીને આ સ્થાન આવતાં બેફાટ દોડે છે. હવે મને થાય છે કે, મહાર ફરવા નીકળ્યા હોઈ એ અને અધવચ વરસાદ પડે, તા થૈડું પલળાય પણ ખરું. પરંતુ તે દિવસે મેં વેગથી દોડતા ઘેાડાઓને ખામુખા ચાબુક માર્યાં, એ ઠીક ન કર્યું. આમ, એ પ્રાણીઓને હું નાહક ત્રાસનું કારણ બન્યા, ત્યારથી મારા કુરુધ ખંડિત થયેલે માનું છું. માટે અખંડ કુરુધમાં જોઈ તા હાય, તે તે અમારા નગરશેઠ પાસે જાએ. છતાં કલિંગવાળાઓએ તે રાજસારથિના ધર્મને અખંડિત રહેલા માની, તેની પાસેથી પણ ધમ લખી લીધેા. પછી તેના આગ્રહથી તેઓ નગરશેઠ પાસે ગયા. Page #56 -------------------------------------------------------------------------- ________________ નગરશેઠે કહ્યું : મારા ધર્મ પણ ખંડિત થયેલા છે. એક વખત હું મારા ડાંગરના કચારાએ જોવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં મેં ડાંગરના એક ડૂંડાને નમી ગયેલું જોયું. તેને અંધાવી લેવું સારું, એમ માની મે' તેને એક મૂડી પૂર્વિયા વડે એક ટેકા સાથે બંધાવી દીધું. પણ પછી મને ખ્યાલ આન્યા કે, આ ખેતરમાંથી રાજાને ભાગ આ પવે ܀ ખાકી છે; ત્યાર પહેલાં મે ખેતરમાંથી મૂઠી પૂળિયું લીધું, એ મેં કુરુધર્મના ભંગ કર્યો કહેવાય. તે વખતથી હું મારી ધમ ભંગ થયેલે માનું છું. માટે તમારે અખંડ કુરુધમ જોઈતા હોય, તેા અમારા રાજભ ડારી પાસે જાઓ. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલથાએ છતાં કલિંગવાળાઓએ તે તેને ધર્મને અખંડિત રહેલો માની, તેની પાસેથી ધર્મ લખી લીધે; અને પછી તેના કહેવાથી તેઓ રાજભંડારી પાસે ગયા. રાજભંડારીએ કહ્યું: મારે ધર્મ પણ ખંડિત થયેલે છે. એક વખત હું કોઠારના દરવાજા આગળ બેસી, રાજાના ભાગની ડાંગર તેલાવતું હતું. તે વખતે દરેક તેલની ગણતરી રાખવા હું તેલવાના ઢગલામાંથી એક એક દાણે લઈ જુદે મૂકતે હતે. એટલામાં વરસાદ વરસવાથી બધું ઝટપટ સમેટી લઈ હું કઠારમાં પેસી ગયે. તે વખતે તેલની ગણતરી માટેના દાણા ગણ લઈ મેં ગમે તે ઢગલામાં નાખી દીધા. પણ પછી મને વિચાર આવ્યું કે, જે એ દાણ મેં તેલેલા ઢગલામાં નાખી દીધા હશે, તે રાજાને ભાગ નાહક વધ્ય કહેવાય, અને ખેડૂતને એટલું નુકસાન થયું કહેવાય. આમ હું મારે કુરુધર્મ ખંડિત થયેલે માનું છું. માટે તમારે અખંડ કુરુધર્મ જોઈતો હોય, તે અમારા કેટવાળ પાસે જાઓ. છતાં કલિંગવાળાઓએ તે તેના ધર્મને અખંડિત રહેલે માની, તેની પાસેથી ધર્મ લખી લીધું અને પછી તેના કહેવાથી તેઓ કેટવાળ પાસે ગયા. ૧૦ કેટવાળે પણ કહ્યું: મારે ધર્મ ખંડિત થયેલ છે. રોજ રાતે નગરને દરવાજો બંધ કરતી વખતે હું બહારની Page #58 -------------------------------------------------------------------------- ________________ કુરુપમ બાજુ કોઈ રહી જતું હોય તે તેને ખબર આપવા ત્રણ વખત બૂમ પાડું છું. એક વખત એક ગરીબ કઠિયારે લાકડાં વીણવા તેની જુવાન બહેન સાથે જંગલમાં ગયે હશે. તેને પાછા આવતાં મેંડું થવાથી, મારી છેલ્લી બૂમે જ દરવાજા પાસે તે દેડતે આવી પહોંચ્યો. હું થડે વખત છે , પણ તે તથા તેની બહેન અંદર દાખલ થતાં હતાં II ' 'till : ત્યારે મેં તેને તાકીદ આપતાં કહ્યું કે, “દરવાજે વખતસર બંધ થઈ જાય છે તે તને ખબર નથી, કે આમ મેડી રાત સુધી તારી માનીતીને લઈને બહાર રઝળવા રહ્યો હતે?” પેલો બિચારો જવાબમાં નમ્રપણે બે, “સ્વામી, આ તે મારી બહેન છે!” એ સાંભળી મને થયું, કોઈની બહેનને પત્ની કહેવી એ મેં ભૂંડું કર્યું કહેવાય. રાજાના Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ પ્રજાજન પ્રત્યે શા માટે આમ વગર જાણ્યે હું વધારેપડતું મેલ્યા ? ત્યારથી હું મારા કુરુધમ ખંડિત થયેલેા માનું છું. છતાં કલિંગવાળાઓએ તા તેના ધર્મને અખડ રહેલા માની, તેની પાસેથી ધમ લખી લીધેા. પછી તે તે સોનાની પાટી લઈને પેાતાના રાજા કલિંગરાજ પાસે ગયા. કલેગરાજે એ પંચશીલને યથાચૈાગ્ય ધારણ કર્યાં અને તે પ્રમાણે વર્તવા માંડયું. તેની સાથે જ રાજ્યમાં વરસાદ વરસવા શરૂ થયે, અને လူ့ મહાલય પ્રજાને ઘેરી વળ્યા હતા, તે દૂર થયા. ૧૯ ૧૩ મહાપુરુષની સાચી પૂજા આવ્યા ' હે બુદ્ધ ભગવાનના નિર્વાણુના સમય નજીક ત્યારે તેમણે પેાતાના શિષ્યાને ખેલાવીને કહ્યું : ભિક્ષુએ ! આજથી ચાર મહિના માદહુંનિર્વાણ પામવાને છું. એ સાંભળી, સાતસે ભિક્ષુઓ આખા વખત યુદ્ધની જ તહેનાતમાં રહેવા લાગ્યા; તથા અવારનવાર ટાળે વળીને વીલે માંએ વિચાર કરવા લાગ્યા કે, ‘હવે આપણું શું થશે?’ પરંતુ તિસ્સ નામનેા એક શિષ્ય પેાતાના મન સાથે વિચારવા લાગ્યા : - ભગવાન કહે છે કે, તે હવે ચાર માસ ખાદ્ય નિર્વાણ પામવાના છે. પરંતુ હજી હું તૃષ્ણાએ Page #60 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષની સાચી પૂજા અને વાસનાએમાંથી છૂટી શકયો નથી; તથા ભગવાને મતાવેલા માર્ગોમાં ખરાખર · સ્થિર થયે નથી. તે પછી ભગવાનના નિર્વાણ બાદ તેમના જેવા ભેામિયાની મદદ વિના હું આ ભવસાગર કેવી રીતે પાર કરી શકીશ ? માટે હજી જ્યાં સુધી ભગવાન જીવતા છે, ત્યાં સુધી મારાથી બનતે બધા પ્રયત્ન કરીને હું ભગવાને બતાવેલે માગે મારું ચિત્ત નિર્મળ તથા સ્થિર કરી લઉં, તેા કેવું સારું ? અહ આવેા વિચાર કરી, તિસ્સે ખીજા ભિક્ષુએ સાથે હળવા-મળવાનું કે વાતાચીતે કરવાનું છેડી દીધું, અને એકાંતમાં જઈ, ભગવાને બતાવેલી રીતે ધ્યાન કરવા માંડ્યુ. ભિક્ષુએ તેની આવી વર્તણુક જોઈ નારાજ થયા. તેએ બુદ્ધ પાસે જઈ કહેવા લાગ્યા કે, તિસ્સ ભિક્ષુને આપના પ્રત્યે કંઈ ભાવ-ભક્તિ રહ્યાં નથી; આપના નિર્વાણને સમય નજીક આવ્યે છે એમ જાણવા છતાં, તે મને તેટલેા વધુ સમય આપની સેવામાં તથા સેાબતમાં ગાળવાને બદલે એકલા કાંક પડી રહે છે; તથા અમારી સાથે પણ કાંઈ ખેલતા ચાલતા નથી. : બુદ્ધ ભગવાને આ સાંભળી, તરત તિસ્સને પેાતાની પાસે ખેલાવી મગાવ્યા, અને તેને આ બધાનું કારણ પૃથ્થુ. તિસે જવાબ આપ્યા “ હે પ્રભુ ! જ્યારથી આપે જણાવ્યું છે કે, આપ ચાર માસમાં નિર્વાણુ પામવાના છે, ત્યારથી મેં મારા મન સાથે નક્કી કર્યું છે કે, જ્યાં સુધી આપ હજી અમારી વચ્ચે માબૂદ છે, ત્યાં સુધીમાં મનતા Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ બધે પ્રયત્ન કરીને ધર્મમાર્ગમાં આપે બતાવેલે રસ્તે દઢતા મારે પ્રાપ્ત કરી લેવી જેથી આપની ગેરહાજરીમાં હું ભમિયાને અભાવે આમતેમ અથડાઈ–કુટાઈને નાશ ન પામું.” બુદ્ધ ભગવાને આ સાંભળી, તેને આશીર્વાદ આપ્યા, તથા સૌ ભિક્ષુઓને ઉદ્દેશીને કહ્યું: “હે ભિક્ષુઓ ! મારા પ્રત્યે ભક્તિ રાખવાની આ જ સાચી રીત છે. જેઓ પુષ્પ તથા સુગંધીથી મારી પૂજા કરે છે, તે મારી સાચી પૂજા નથી કરતા; પરંતુ જેઓ મેં બતાવેલે માગે જવા તથા સ્થિર થવા પ્રયત્ન કરે છે, તેઓ જ મારા સાચા પૂજકે છે.” ૧૪ બુદ્ધને ચમત્કાર એક વખત ભગવાન બુદ્ધ ફરતા ફરતા નાલંદા નગરીમાં આવ્યા, અને ત્યાંના આંબાવાડિયામાં ઊતર્યા. તે વખતે કેવધ્ધ નામને એક જુવાનિયે તેમની પાસે આવ્યા અને તેમને નમસ્કારાદિ કરી એક બાજુએ બેઠે. ત્યાર બાદ તે કહેવા લાગ્યાઃ - “હે ભદંત! આ અમારી નાલંદા બહુ સમૃદ્ધ છે, વિશાળ છે, લેકેથી ભરપૂર છે, તથા આપના પ્રત્યે આદરભાવવાળી છે. એટલે આપ જે આપના કેઈ ભિક્ષુને કશેક ૧. બિહારમાં આવેલું પ્રાચીન વિદ્યાપીઠનું ધામ. Page #62 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધને ચમત્કાર અલૌકિક ચમત્કાર કરી બતાવવાનું કહેશે, તે આખી નાલંદા નગરી તમારા ઉપર ગાંડી થઈ જશે.” ભગવાને જવાબ આપ્યોઃ “હે કેવધ્ધ ! લેકને ખેંચવા માટે હું ચમત્કારે કરવાનું મારા ભિક્ષુઓને કદી કહેતું નથી.” ત્યારે કેવધે ભગવાનને ફરીથી કહ્યું: “હે ભગવન ! આમ કહેવામાં મારે કશે સ્વાર્થ નથી. પરંતુ આ૫ આવા ચમત્કાર કરાવશે, તે લેકે આપના તરફ ખૂબ આકર્ષાશે, એટલું જ કહેવાની મારી મતલબ છે.” પરંતુ બુદ્ધે તે પહેલાં જે જ જવાબ ફરી આપે. ત્યારે કેવધે ત્રીજી વાર આગ્રડ કરીને એ જ વસ્તુ ફરીથી જણાવી. એટલે બુદ્ધ તેને જવાબ આપ્યઃ “હે ભાઈ! ચમત્કાર ત્રણ પ્રકારના કહેવાય છે; અને તે ત્રણ પ્રકારના ચમત્કારે હું બરાબર જાણું છું. જેમ કે ૧. સિદ્ધિોવી વાર. અર્થાત્ એકના અનેક થઈ જવું, અદશ્ય થઈ જવું, ભીંત કે પર્વતમાંથી આરપાર નીકળી જવું, પાણીની પેઠે જમીનમાં ડૂબકી મારવી, પાણી ઉપર ચાલવું, આકાશમાં ઊડવું કે સૂર્યચંદ્રને આંગળીથી સ્પર્શ કરે, વગેરે. ૨. અન્યના મનની વાતો ના વાપી રમવાર. અર્થાત્ સામાના મનની વૃત્તિઓ, વિચારે અને તકે કહી બતાવવાં તે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રાચીન શીલકથાઓ “હે કેવધ્ધ ! આ બંને પ્રકારના ચમત્કારો કરવામાં હું દેષ જોઉં છું. તેથી તે પ્રત્યે મને ધૃણા, લજજા અને તિરસ્કાર છે. પરંતુ ત્રીજે ચમત્કાર તે શિક્ષણનો માર છે. તેના વડે માણસોને બતાવી શકાય છે કે, આ કામ કરે, આ કામ ન કરે, આ નિશ્ચય કરે, આ ન કરે; આને ત્યાગ કરે, આને સ્વીકાર કરે. એના વડે જ સામા માણસને ઠસાવી શકાય છે કે, આદિ, અંત અને મધ્યમાં કલ્યાણકારી એવું સત્ય આ છે, તથા તેને અનુરૂપ આચાર આ છે. તે કેવધ્ય! શિક્ષણને ચમત્કાર આવે છે ! “ આ ચમત્કાર વડે પરમાર્થ સત્ય વિષે સમજ પ્રાપ્ત કરીને, પછી લેકે મન-વાણી-કાયાથી કુશલ કર્મો કરનારા બને છે, શીલયુક્ત બને છે, ઇંદ્રિયનિગ્રહી બને છે, અને જાગ્રત બને છે. તે કેવધ ! શિક્ષણને ચમત્કાર આવે છે! હે કેવધ! ધીમે ધીમે તેઓ એ બાબતેમાં એવા સિદ્ધહસ્ત થઈ જાય છે કે, તેઓને પછી તે બાબતને ઉચાટ નથી રહેતું. કોઈ ચક્રવતી રાજા બધા શત્રુઓને દબાવી દીધા પછી જેવી નિરાંત માણે છે, તેવી નિરાંત તેમને પ્રાપ્ત થાય છે. તે કેવધ ! શિક્ષણને ચમત્કાર આવે છે ! ૧. કુશળ. Page #64 -------------------------------------------------------------------------- ________________ મુદ્દા ચમત્કાર “ હું કેવધ્ધ ! કોઈ માણસે ઉછીનાં નાણાં વડે ધંધા શરૂ કર્યાં હાય; ધીમે ધીમે તે ધંધામાં તેને એટલે બધે લાભ થાય કે, તે પેાતાનું દેવું પણ ભરપાઈ કરી દે, એટલું જ નહિં પણ પેાતાના કુટુંબનેા નિર્વાહ કરવાને માટે પણ તેની પાસે પૂરતું ખર્ચ, ત્યારે તેને જેવી હાશ વળે છે; www “ હું કેવધ્ધ ! કોઈ રોગી માણસ લાંબા વખતથી રાગ ભાગવતા હાય; તેને ખાવા-પીવામાં, હરવા-ફરવામાં, અને નિરાંતે સૂવા-બેસવામાં પણ વેદના થતી હોય; પછી ધીમે ધીમે ચાગ્ય ઇલાજોથી તે નિરાંતે ખાતા-પીતા, હરતાક્રૂરતા કે સૂતા-બેસતા થઈ જાય, ત્યારે પહેલાંની રેગી દશાની તુલનામાં પોતાની નીરોગી દશાથી તેને જેવી હાશ વળે છે;– હું કેવધ્યું ! કઈ ગુલામ પરાધીન દશા ભાગવતા હાય; તેને મરજી મુજબ હરવા-ફરવાની કે ખેલવા-ચાલવાની છૂટ ન હોય; અમુક વખત ખાદ તે ગુલામીમાંથી મુક્ત થાય, અને મરજી મુજબ હરવા-ફરવાની ચેાગ્યતાવાળા થાય, ત્યારે ગુલામદશાની તુલનામાં પોતાની સ્વતંત્ર દશાથી તેને જેવી હાશ વળે છે;– હું કેવલ્પ ! કોઈ પૈસાદાર માણસ મુસાફરી કરતા કરતા રણને લાંએ રસ્તે જઈ ચડે, કે જ્યાં ખાવા-પીવાનું કે જાનમાલનું કાંઈ ઠેકાણું ન હોય; પછી ભાગ્યવશાત્ તે સહીસલામતીથી કાઈ વસ્તીમાં આવી ચડે, ત્યારે પેાતાની પહેલાંની દશાની તુલનામાં પછીની સહીસલામત દશાથી તેને જેવી હાશ વળે છે; Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શીલકથાઓ - “તેમ, હે કેવધિ ! જ્યાં સુધી આપણે ચિત્તના દો દૂર થયા નથી હોતા, ત્યાં સુધી આપણે જાણે દેવાના બજા નીચે કચરાતા હોઈએ, બીમાર દશામાં હોઈએ, ગુલામીમાં હેઈએ કે માગે ભૂલા પડ્યા હોઈએ, તેવી દશા ભેગવીએ છીએ, પણ જ્યારે આપણા ચિત્તના દે દૂર થઈ જાય છે, ત્યારે આપણે જાણે દેવામાંથી, રેગમાંથી, ગુલામીમાંથી, કે ભુલભુલામણીમાંથી મુક્ત થયા હોઈએ, તેવા બનીએ છીએ. હે કેવ ! શિક્ષણને ચમત્કાર આવે છે!” Page #66 -------------------------------------------------------------------------- ________________ 0 1- આ ગ્રંથમાળાનાં બીજાં પુસ્તકો - 1. ગામગોષ્ઠી લેવિઠ્ઠલદાસ કોઠારી અને રાવજીભાઈ પટેલ અપ્રાપ્ય 2, આહાર અને પોષણ - ભા. 1 (બીજી આવૃત્તિ) લેઝવેરભાઈ પટેલ 0=1000 3, મલેરિયા (બીજી આવૃત્તિ) સં૦ વિઠ્ઠલદાસ કોઠારી 07-0 4. ધરમાખી લે. બંસીધર ગાંધી 0-17-0 5. ખેડૂતના ચોપડા 6. આહાર અને પોષણુ ભા. 2 લે. ઝવેરભાઈ પટેલ 0-12-0 7. ટાઈફ્રોઈડ લેહ બંસીધર ગાંધી 8. પાણી લેબંસીધર ગાંધી 0-14-0 9. મીઠું લેરા બંસીધર ગાંધી ૦-૧ર૧૦. બેધક ટીકડીઓ લે મુલભાઈ કલાથી 3-14 11. શીલ અને સદાચાર , લેમુકુલભાઈ કલાથી 0-6-0 12. મોટાં માણસોનાં મન લેટ મુકુલભાઈ કલાથી 0-8-0 13. પચાસ પ્રેરક પ્રસંગે લે. મુકુલભાઈ કલાથી 0-10-9. 0-9-0 પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ-૧૪