________________
પ્રાચીન શીલથાએ કાર્યની શ્રેષ્ઠતા, તેના વડે અંતે કુલ કેટલું કલ્યાણ નીપજે છે, તેના વડે મપાય છે. તે દૃષ્ટિએ જોતાં સહનશીલતા જ શ્રેષ્ઠ છે. ગુસ્સે થનારની સામે ગુસ્સે થઈએ, તો આપણે સરખા જ દોષિત ઠરીએ, અથવા તે તેનાથી પણ વધારે દોષિત ઠરીએ. કારણ કે, તેના ગુસ્સે થવાથી તેને અને આપણને થતું નુકસાન નજરે જોયા પછી પણ, આપણે સામા ગુસ્સે થઈ બળતામાં ઘી હોમ્યા જેવું કર્યું કહેવાય; તથા તે રીતે તેને અને આપણને થતા નુકસાનમાં વધારે કર્યો, એમ ઠરે! પરંતુ સામાને ગુસ્સે થયેલ જોઈ જે મનુષ્ય શાંત રહે છે, તે પિતાનું તેમ જ સામાનું હિત આચરે છે. તે મનુષ્ય પિતાને રેગ દૂર કરે છે એટલું જ નહીં પણ સામાને ગેય દૂર કરે છે. માટે સાચે વિજ્ય તેને જ છે; ભલે ધર્મ ન જાણનારાઓ તેને નમાલે કહે!
આ સાંભળી દે અને અસુરે નમેલી પરિષદના સત્ય એકે અવાજે બોલી ઊઠયા કે, પચિત્તિએ કહેલી ગાથા પશુબળ – શસ્ત્રબળની ગાથા છે, તથા તેનું પરિણામ વિગ્રહ અને કલહ છે, પરંતુ દેવેંદ્ર શકની ગાથા આત્મબળ – ક્ષમાબળની ગાથા છે, તથા તેનું પરિણામ શાંતિ અને સુમેળ છે. માટે દેવેંદ્ર શકને અમે આ સુભાષિતયુદ્ધમાં જીતેલે જાહેર કરીએ છીએ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org