________________
કોણ માગ આપે? મલિક રાજાના સારથિએ બ્રહ્મદત્તના સારથિને રથ પાછો વાળવા માટે કહ્યું.
ત્યારે બ્રહાદત્તના સારથિએ કહ્યું કે, “તું તારે જ રથ પાછા વાળ; કારણ કે, આ રથમાં તે વારાણસીના અધિપતિ મહારાજ બ્રહ્મદત્ત બેઠા છે.
જવાબમાં મલ્લિક રાજાના સારથિએ કહ્યું, “આ રથમાં પણ કોસલ દેશના અધિપતિ મહારાજ મલ્લિક બેઠા છે.”
બ્રહ્મદત્તના સારથિએ વિચાર્યું કે સામા રથમાં પણ રાજા જ છે. હવે શું કરવું? લાવ હું તે રાજાની ઉંમર પૂછું. જે ઉંમરમાં નાને હેય, તેણે મોટી ઉંમરનાને માર્ગ આપ જોઈએ.
પરંતુ પૂછયા બાદ જણાયું કે, બંને રાજા ઉંમરમાં સમાન જ છે! પછી બ્રહ્મદત્તના સારથિએ સામા રાજાના રાજ્યને વિસ્તાર, બળ, ધન, યશ, કુલ વગેરે વિષે પૂછ્યું. પરંતુ બંને રાજા બધી બાબતમાં સમાન માલૂમ પડ્યા. પછી તેણે વિચાર્યું કે, જે રાજા ગુણ અને શીલમાં ચડિયાતે. હોય, તેને બીજાએ માર્ગ આપ જોઈએ. આમ વિચારી તેણે સામા રાજાના સારથિને પિતાના રાજાનાં ગુણ તથા શીલ વર્ણવી બતાવવાને કહ્યું. તેણે જવાબ આપેઃ “આ મલ્લિક રાજા અક્કડને અડતાથી, મૃદુને મૃદુતાથી, સજ્જનને સજજનતાથી, અને દુર્જનને દુજનતાથી જીતે છે, માટે હે સારથિ માગ મૂક!”
પ્રા.-૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org