________________
સત્ય સમાન કશું શ્રેષ્ઠ નથી ૨૧ છે, ૪. તેને ઉત્તમ ધર્મ શીખવે છે, તેની શંકાઓનું સમાધાન કરે છે, અને ૫. તેને સ્વર્ગને માર્ગ દેખાડે છે.”
આ ઉપદેશ સાંભળી સિગાલ છેઃ “ભગવાન ! આ આપને ઉપદેશ કેટલે બધે સુંદર છે ! કેઈ માણસ ઢાંકેલી વસ્તુ ઉઘાડી કરીને બતાવે, અથવા અંધારામાં જેવા માટે દીવે ધરે, કે માર્ગમાં ભૂલો પડેલાને માગ બતાવે, તેમ ભગવાને મારે માટે ધર્મનું ઉત્તમ રહસ્ય ખુલ્લું કર્યું છે.'
૫. સત્ય સમાન કશું શ્રેષ્ઠ નથી કાશીને રાજા બ્રહ્મદત્તને મનુષ્યમાંસ ખાવાની ટેવ પડી હતી, તેથી સૌ પ્રજજનેએ ભેગા મળી તેને રાજ્યમાંથી હાંકી કાઢો. બ્રહ્મદર એક મિટા અરયમાં ચાલ્યા ગયે. તે અરણ્યમાં થઈને બીજા દેશમાં જવાને રસ્તો પસાર થતું હતું. બ્રહ્મદર તે રસ્તે થઈને જતાઆવતા મુસાફરેને પકડતે અને મારી ખાતે.
એક વખત તેને પગમાં ભારે જખમ થયે. જીવતા રહેવાની આશાએ તેણે વનદેવતાની બાધી રાખી કે, “મારે જખમ જે જલદી રુઝાઈ જશે, તો હું સો રાજકુમારના લેહીથી તને સ્નાન કરાવીશ અને મોટે નરયજ્ઞ કરીશ.”
દૈવગે તેને જખમ સાજો થઈ ગયો. એટલે તેણે આજુબાજુનાં રાજ્યમાંથી રાજકુમારે પકડી પકડીને એકઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org