________________
પ્રાચીન શીલથાએ કરવા માંડ્યા. પછી તે કુરુદેશના રાજકુમાર સુત મને પકડવા માટે કુરુદેશની રાજધાની ઈન્દ્રપ્રસ્થમાં ગયે. સવારે સુતમ કુમાર નગર બહાર તળાવમાં સ્નાન કરવા આવે, ત્યારે તેને પકડી લેવાને ઈરાદે તે કમળના વેલાઓની એથે સંતાઈને બેઠે.
બીજે દિવસે રિવાજ મુજબ સુતમ કુમાર સ્નાન કરવા તળાવે આવવા નીકળ્યો. તે કુમાર વિદ્યાને બહુ કદરદાન હતું. તેથી, એક પરદેશી બ્રાહ્મણ, ચાર કે તેને સંભળાવી, ધન મેળવવાની ઈચ્છાએ, દૂર દેશથી આવીને આગલી રાત્રે નગર બહાર ઊતર્યો હતો. સવારના કુમારને જ સામે આવતા જોઈ બ્રાહ્મણે તેની પાસે જઈને કહ્યું કે,
મહારાજ ! આપની કીતિ સાંભળી હું તક્ષશિલાથી અહીં સુધી ચાલતે આવ્યું છું. મારી પાસે સે સે સેનામહોરેની કિંમતના ચાર લોક છે. તે આપ સાંભળે, અને આપને પસંદ પડે તે મને કિંમત આપજે.”
કુમારે કહ્યું: “હું હમણાં જ સ્નાન કરીને પાછા ફરું છું, ત્યાં સુધી તમે મારા મહેલમાં જઈને બેસે.”
સુતમ કુમારે પોતાની સાથેના હજૂરિયાને બ્રાહ્મણ સાથે પિતાના મહેલ ભણી વિદાય કર્યો, અને પિતે એકલો તળાવમાં સ્નાન કરવા ઊતર્યો. તરત પિલા નરભક્ષકે તેને પકડ્યો. પછી તેને પીઠ ઉપર નાખી તે વાયુવેગે દેડવા લાગ્યા. થોડે દૂર ગયા બાદ, બ્રહ્મદરે સુતસોમને નીચે ઉતાર્યો, ત્યારે સુમની આંખમાં તેણે આંસુ દીઠાં.
૧. પંજાબમાં આવેલું જૂનું વિદ્યાપીઠનું ધામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org