Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 01
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પન સમય મા - ૨ * 10 પૂર્વકાળનો માન-મોભો-પંડિતાઈ-આદિ દરેકનો ત્યાગ કરી જૈનાગમોના આરાધક બન્યા, પારદર્શી, પારંગત બન્યા. જેમ જેમ નાગમોની પંક્તિઓનો તેઓ સ્પર્શ કરતા ગયા, તેમ તેમ તેમની આંખ સામે મિથ્યાદર્શનોની વાતો-તત્ત્વો ઉભરાવા લાગ્યા. બન્નેની માધ્યસ્થભાવે તુલના-પરીક્ષા કરી તેઓશ્રીમદ્ મિત્ વચનં યસ્ય તસ્ય વાર્થ પરિપ્રદ: | “યુક્તિપૂર્વકનું (ન્યાયસંગત=સત્ય) વચન જેમનું હશે તેનો હું સ્વીકાર કરીશ” આ ન્યાયે જૈનવચન જ સંપૂર્ણ યુક્તિમતુ–ન્યાયસંગત=સત્યવચન જણાતાં ડંકાની ચોટ પર તેની સત્યતા જગત સામે જાહેર કરી. જૈનાગમોના અભ્યાસ દ્વારા જ આ શક્ય બન્યું હોઈ, તેઓશ્રીમદ્ “સંબોધ પ્રકરણ' નામના મહાગ્રંથમાં એક સ્થળે ખૂબ જ માર્મિક શબ્દોમાં જૈન આગમનું મહિમાગાન કર્યું છે. कहं अम्हारिसा पाणी दुसमादोसदूसिया । हा । ऊणाहा कहं हुंता जई न हुँतो जिणागमो ।। અર્થ-દુષમકાળની વિચિત્રતાઓથી દોષિત બનેલા અમારા જેવા અનાથ જીવોનું, જો જિનાગમ ન મળ્યા હોત તો શું થાત ? એવા એ પ્રાજ્ઞવર મહાપુરુષે જગતમાં પ્રસિદ્ધ દરેક દર્શનોની માન્યતા- આચરણાઓનું જ્ઞાન મળે એ માટે ષડ્રદર્શનસમુચ્ચય નામના મહાન સંગ્રહગ્રંથની રચના કરી મહોપકાર કરેલો છે. આ ગ્રંથમાં એઓશ્રીમદ્ ૧- બૌદ્ધદર્શન ૨- નૈયાયિક(ન્યાય)દર્શન, ૩ – સાંખ્ય(યોગ)દર્શન ૪ - સર્વજ્ઞ પ્રરૂપિત જૈનદર્શન, ૫ - વૈશેષિકદર્શન અને ૬ - મીમાંસકદર્શનની ખૂબ જ સુંદર, સંગ્રહાત્મક શૈલીમાં પ્રામાણિક માહિતી આપેલ છે. સાથોસાથ દર્શન નામ ધરાવવા છતાં વાસ્તવિક રીતે જોતાં દર્શનની કક્ષામાં ન આવી શકે એવા લોકયત = ચાર્વાક મતની પણ જરૂરી જાણકારી આપી છે. આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ પર પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે ખૂબ જ વિશદ વૃત્તિની રચના કરી છે. જેમાં તે તે અસદુ-દર્શનોની અસદુ માન્યતાઓનું પ્રબળ ખંડન કરવાપૂર્વક જૈનદર્શનની સદ્માન્યતાઓનું ઠોસ મંડન જૈનદર્શનના નિરૂપણ અવસરે કરેલું છે. આ ગ્રંથ તે તે દર્શનોના મહત્ત્વના દરેક સિદ્ધાંતો આદિનું ખૂબ જ અસરકારક રીતે વર્ણ કરે છે. તે વર્ણન પણ ન્યાયની શૈલીમાં કરાયેલું છે. એની એક-એક પંક્તિને સમજવા માટે બુદ્ધિને ખાસી કસવી પડે છે અને એ માટે ભાષાજ્ઞાન ઉપરાંત તર્કના પ્રારંભિક ગ્રંથો અને સૂક્ષ્મયોપશમની જરૂર પડે છે. એવી જ્ઞાનલક્ષ્મી ખૂબ ઓછા પુણ્યાત્માઓ પાસે હોઈ, આ ગ્રંથનો અભ્યાસ કરનારની સંખ્યા પણ ઓછી જ હોય એ સમજી શકાય તેમ છે. સેંકડો વર્ષોથી જૈનસંઘમાં આ ગ્રંથનો અભ્યાસ થતો આવ્યો છે. એ ગ્રંથનો ભાવ મધ્યમક્ષયોપશમવાળા અભ્યાસુઓને પણ જાણવા-માણવા મળે એ ઉદ્દેશથી એનો સરળશૈલીમાં ભાવાનુવાદ થવો અનિવાર્ય છે, એમ જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનેકવાર કહેતા. જોકે આ પૂર્વે હિંદી ભાષામાં અનુવાદ થયેલો, પરંતુ અનેકાનેક ગ્રંથોનો આધાર લઈને, વિશદ ટીપ્પણીઓ, પરિશિષ્ટો, સંદર્ભો, સાક્ષિઓ આદિ સુસમૃદ્ધ પ્રકાશન થવું જરૂરી હતું. આ પ્રકાશનમાં તે કાર્ય સંપન્ન થયું હોવાથી આની ઉપયોગિતા ખૂબ વધી જવા પામી છે. વધુ આનંદદાયક બાબતરૂપે આ ગ્રંથમાં પરિશિષ્ટરૂપે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 436