Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 01
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ સમુહ મા - ૨g એમ બને પણ રત્ન લેવા માટે ગમે તેવા સ્થાનોનો આશ્રય કરાતો નથી. રત્ન લેવા માટે “રત્નાકર'ને ખોળવો પડે છે. આ જ ન્યાય-નીતિ “દર્શન'ની બાબતમાં પણ લાગુ પડે છે. માટે જ સમર્થ દાર્શનિક વાદિપુરંદર પૂ.આ.શ્રી. સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજાએ એક સ્થળે લખ્યું છે – “સુનિશ્ચિતં : પરતિનિષિ , स्फुरन्ति याः काश्चित् सुक्तिसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता - ત્રમા બિનવાવવિgs: ” અર્થ - હે પરમાત્મન્ ! અમને સારી રીતે ખબર પડી ગઈ છે કે - અન્યદર્શનો (શાસ્ત્રો)ની યુક્તિઓમાં જે કેટલીક સારા-વચનોરૂપી સંપત્તિઓ ઝળકતી દેખાય છે, તે તમારા જ પૂર્વરૂપી મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે, માટે જ જિનવચનના જાણકારો તેને (આંશિક અંશે) પ્રમાણરૂપ માને છે, પ્રમાણે છે. જૈનદર્શને મુક્તિમાર્ગરૂપે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના બતાવેલ છે. એ ત્રણમાંય એક અપેક્ષાથી સમ્યગુદર્શન જ પ્રધાન છે. કેમકે એ - પાયાના સ્થાને છે. સમ્યગ્દર્શનની શુદ્ધિના આધારે જ જ્ઞાન અને ચારિત્રની સમ્યક્તા ટકી રહે છે. દર્શન જો સમ્યફ હોય તો જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક બને છે અને દર્શન જો મિથ્યા હોય તો જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા બને છે. સમ્યક્દર્શન+જ્ઞાનચારિત્ર જ મોક્ષ આપી શકે. મિથ્યાદર્શન+જ્ઞાનચારિત્ર તો સંસારભ્રમણ દુ:ખપરંપરા-દુર્ગતિ જ આપે. માટે જ આત્માર્થી - સુખાર્થી જીવોએ સતતપણે દર્શનને “સમ્યફ' બનાવવાનો પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. દર્શનને “સમ્યફ' બનાવવા માટે પ્રથમ દર્શનનું સ્વરૂપ જાણવું-સમજવું પડે. દર્શનને જાણતાં-સમજતાં દર્શનનાં નામે જગતમાં ગવાતાં-ઓળખાતાં મિથ્યાદર્શનોને પણ જાણવા પડે. જેમ અહિંસાનું પાલન કરવા માટે અહિંસાનું સ્વરૂપ સમજવું જરૂરી છે. એ સાથે હિંસાનું પણ સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. તે જ રીતે સમ્યગ્દર્શનને જાણવા માટે મિથ્યાદર્શનોને પણ જાણવા જરૂરી છે. મિથ્યાદર્શનો દ્વારા જગતમાં મિથ્યાત્વ ફેલાવાયું છે. મિથ્યાત્વને કાઢ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સંભવિત જ નથી. માટે સમ્યગ્દર્શન પામતાં પૂર્વે જ મિથ્યાત્વને કાઢવા માટે કે સમ્યગ્દર્શનને પામ્યા પછી મિથ્યાદર્શનની જાળમાં ફસાઈ ન જવાય, તે માટે એ મિથ્યાત્વને પ્રચારનાર મિથ્યાદર્શનોને પૂરેપૂરાં જાણી સમજી લેવાં જરૂરી થઈ પડે છે. અને એ માટે જ પદર્શનનો અભ્યાસ જરૂરી છે. સૂરિપુરંદર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પૂર્વાવસ્થામાં વેદાંતદર્શનના પ્રકાંડ વિદ્વાન હતા. ત્યાંની ચૌદ વિદ્યાઓના પારગામી હતા. સમર્થવાદી હતા. રાજમાન્ય હતા. રાજપુરોહીત પદે પ્રતિષ્ઠિત હતા. જૈનદર્શનના એ કટ્ટર દ્વેષી પણ હતા. છતાં એ સરળ હતા. એમનામાં અખંડ જ્ઞાનપિપાસા હતી. એ જ્ઞાનપિપાસામાંથી જ એમણે એક પ્રતિજ્ઞા કરી હતી. કોઈ પણ વાક્યનો અર્થ-પરમાર્થ પોતાને " સમજાય તો એને સમજાવનારનું પોતે શિષ્યત્વ સ્વીકારવું. - આમાંથી જ આગળ જઈ એક સાધ્વીજી ભગવંતના મુખે ઉચ્ચારાતી પ્રાકૃત ગાથાનો સાંકેતિક અર્થ. પરમાર્થ ન સમજી શકતાં, સાધ્વીજી મહારાજના મર્યાદાપાલનથી જૈનાચાર્યના શરણે જઈ વિનય-વિવેકથી અર્થની યાચના કરતાં આચાર્યશ્રીની દીર્ઘદૃષ્ટિભરી ગીતાર્થતાથી અભિભૂત થઈ તેઓ જૈનશ્રમણ બન્યા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 436