Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ઉપા. યશોવિજય ननु परद्रव्यसङ्गे शुद्धोपयोगरुपात्माधिकारो न सम्भवति, अशुध्धोपयोगरुपशुध्धोपयोगच्छेदायतनत्वात्तस्य, सति च तत्र स्वद्रव्यप्रतिबन्धरूपश्रामण्यपरिपूर्णाऽऽयतनाऽसमवात् । तथा चै कथमेतावत्युपधिसम्बन्धे सिताम्बराणामध्यात्मसम्भावना ? इति विवक्षया स्फुरितोतराधरमन्तरैवीपस्थितं दिगम्बरमुद्रीक्ष्य धर्मानुरोधिनः परद्रव्यस्याध्यात्माविरोधितां समाधत्ते
ण विणा रागद्दोसे अज्ञप्पस्सेह किंचि पंडिकूलं ।
परदव्वं उवगरणं किं पुण देहुव्व धम्मदं ॥४॥ (न विना रागद्वेषौ अध्यात्मस्यह किञ्चित् प्रतिकूलम् । परद्रव्यमुपकरणं किं पुनः देह इव धर्मार्थम् ॥४॥) ____ यत्खलु धर्मोपकरणस्यापि परद्रव्यतया श्रामण्यविरोधितामाचक्षते क्षपणकास्तत्रेद पर्यनुयुज्महे-किं स्वरूपत एव तस्य शुद्धोपयोगविरोधित्वं रागद्वेषद्वारा वा ? आवेऽतिप्रसङ्गी, द्वितीये तु धर्मसाधनतया धर्मार्थमुपादीयमानस्य तस्य शरीरस्येव तदनुगुणत्वमेवेति कुतस्तद्विरोधित्वम् ? यथोक्तसिद्धान्तविधिनाऽऽदीयमानस्य तस्य रागद्वेषाऽजनकत्वात् । વિસાદિ રાખીએ તે શુદ્ધ આત્માધિકાર કેમ હોય? દિગબર શંકા
શંકા - જેમ ઉપાધિના સંનિધાનમાં સ્ફટિકને પિતાને નિર્મળ સ્વભાવ મલીન થાય છે તેમ પરદ્રવ્યસંગથી આત્માને નિર્મળ સ્વભાવ મલીન થાય છે. કારણ કે આદિ પરદ્રવ્ય ધારણ કરીએ તે એને અંગેની વિચારણ-પડિલેહણાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું પડતું હોવાથી આત્મરૂપ સ્વદ્રવ્યમાં રમણ કરવારૂપ શુદ્ધપાગને છેદ થઈ જાય છે. આમ પરદ્રવ્યસંગ શુધ્ધપાગ-છેદનું આયતન સ્થાન હોવાથી તેની હાજરીમાં અધ્યાત્મ= શુદ્ધોપગને અધિકાર સંભવી શકતું નથી. તે પછી ૧૪ પ્રકારની વસ્ત્ર–પાત્રાદિ ઉપધિને ધારણ કરનારા શ્વેતાંબર સાધુઓને અધ્યાત્મ શી રીતે સંભવી શકે? આવીશંકારૂપ વિવક્ષાથી હઠને ફફડાવતા ફફડાવતા વચમાં જ ટપકી પડેલા દિગમ્બરને ઉદેશીને ધર્મમાં સહાય કરનાર પરદ્રવ્ય અધ્યાત્મનું વિરોધી નથી” એવું સમાધાન આપતાં ગ્રન્થકાર કહે છે
- [વસ્ત્રાદિ અધ્યાત્મ વિરોધી નથી–સમાધાન ગાથાર્થ – રાગદ્વેષને છોડીને બીજી કોઈ વસ્તુ એવી નથી કે જે અધ્યાત્મને પ્રતિકૂળ હોય. એટલે કે જે પરદ્રવ્ય ધર્મોપકરણરૂપ નથી તે પણ જે અધ્યાત્મને (સર્વથા) પ્રતિકૂળ નથી તે ધર્મમાં સહાયક એવું ઉપકરણાત્મક પરદ્રવ્ય, ધર્મસહાયક હોવાથી દેહ જેમ અધ્યાત્મવિરોધી નથી તેમ અધ્યાત્મવિરોધી શી રીતે હોય? ધર્મોપકરણને અધ્યાત્મવિધી માનવામાં બે વિકલપથી દોષ પ્રદર્શની
વસ્ત્રાદિ ધર્મોપકરણ પણ પરદ્રવ્યરૂપ હોવાથી શ્રમણ્યને વિરોધી છે એવું કહેતી દિગંબરાને અમે બે વાત પૂછીએ છીએ કે (૧) ધર્મોપકરણ સ્વરૂપથી જ શુદ્ધોપયોગને વિરોધી છે કે (૨) રાગદ્વેષ કરાવવા દ્વારા વિરોધી બને છે?” જે પહેલા પ્રશ્નના જવાબમાં “સ્વરૂપથી જ વિરોધી છે અર્થાત્ એનું સ્વરૂપ જ એવું છે કે એ હાજર હવા માત્રથી શુદ્ધોપયોગને વિરોધ કરે જ” એવું જે કહેશે તે અતિપ્રસંગ થશે.