Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 6
________________ થોડા ગ્રંથો આજે વિદ્યમાન છે-એ આપણા સૌના માટે ગૌરવનો વિષય પરમકૃપાસમુદ્ર પૂજ્યપાદ સૂરિપુરંદરશ્રીના યોગવિષયક ગ્રંથોમાં યોગવિંશિકા' નામનો એક ખૂબ જ નાનો ગ્રંથ છે. “વિંશતિ-ર્વિશિકા’ ગ્રંથાન્તર્ગત એ યોગવિંશિકા આજે એક ગ્રંથરૂપે પ્રસિદ્ધ છે. માત્ર વીશ ગાથા પ્રમાણ આ ગ્રંથ ઉપર મહામહોપાધ્યાય ન્યાયવિશારદ પૂજ્યપાદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ ખૂબ જ સ્પષ્ટ-વિશદ ટીકાની રચના કરી છે. ઉપાધ્યાયજી મહારાજ' - આટલા નામથી સુપ્રસિદ્ધ પૂજ્યશ્રીની અસાધારણ દાર્શનિક પ્રતિભાનું અદ્ભુત દર્શન આ ટીકામાં સારી રીતે કરી શકાય છે. સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રન્થોના પરમાર્થને પામવા પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોના પરિશીલન વિના બીજો કોઈ ઉપાય નથી. આ ગ્રંથના રચયિતા અને આ ગ્રંથની ટીકાના રચયિતા : બંન્ને પૂજ્યોનો પુયપરિચય કરાવવા તેઓશ્રીના પરમ પવિત્ર નામનો ઉલ્લેખ કરવા સિવાય બીજું કશું જ કરવાની જરૂર નથી. તેઓશ્રીની અસાધારણ પ્રતિભા અને સર્વવિષયક વિદ્વત્તાથી સર્જાયેલા ગ્રંથો જ તેઓશ્રીના પરિચાયક છે. માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ તેઓશ્રીનો પરિચય કરાવનારાઓએ તેઓશ્રીના એકાદ પણ ગ્રંથનું યોગ્ય રીતે પરિશીલન ક્યું હોત તો તેઓશ્રીના વાસ્તવિક પરિચયને તેઓ કરાવી શક્યા હોત. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને સમદર્શી જણાવતાં પૂર્વે પૂજ્યશ્રીની તત્ત્વદર્શિતા અને તાત્ત્વિક Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130