Book Title: Yogavinshika Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 4
________________ અધ્યયનની પૂર્વે.... અનન્તોપકારી શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સૌ કોઇ પુણ્યાત્માઓને એનો સારી રીતે ખ્યાલ છે કે-તે પરમતારક દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માની પરમોપકારિતા માત્ર મોક્ષ અને મોક્ષપ્રાપ્તિના પરમોપાયની નિરૂપતા સ્વરૂપ છે. મોક્ષ અને મોક્ષપ્રાપ્તિના પરમોપાયની નિરૂપક્તાને છોડીને અન્યવિધ પરમોપકારિતાને વર્ણવનારાઓ ખરેખર જ શ્રી અરિહન્તપરમાત્માને અન્ય સ્વરૂપે વર્ણવી રહ્યા છે. વિશ્વના સકલ દર્શનકારોએ યોગમાર્ગનું જે રીતે નિરૂપણ કર્યું છે-એ જોતાં પણ એટલું તો સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે-અનાદિકાલીન વિષયાભિમુખતાને અને કષાયની પરવશતાને દૂર કરવાની ભાવના જન્મ્યા વિના યોગમાર્ગનો આછો-પાતળો પણ ખ્યાલ આવવો શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક અનેકાન્તદર્શનના દર્શન વિના યોગમાર્ગનું કરાતું પરિશીલન કેટલું અધકચરું છે-એ વર્તમાનના આધ્યાત્મિક યોગીઓની પ્રવૃત્તિઓથી કોઇ પણ વિદ્વાન યોગાર્થી સમજી શકે છે. કેવળ લૌકિક દર્શનના એકાંગી પરિચયથી યોગી બનેલા એ સમજી ન શકે-એ બનવાજોગ છે. પરંતુ દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પરમપવિત્ર સાધનાના અર્થી જનો(?) પણ એ સમજ્યા વિના યોગના નામે જે પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે-એ ખૂબ જ વિલક્ષણ છે. આજની આધ્યાત્મિક શિબિરો, યોગના ક્લાસ અને ધ્યાનની શિબિરો વસ્તુત: સુધરેલી વ્યાયામ(કસરત)શાળાઓ છે; જ્યાં આત્માના નામે શરીરની વાતો ચાલે છે, પોતાની અપૂર્ણતાને ઢાંકવા પૂર્ણતાની વાતો કરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130