Book Title: Yogavinshika Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 5
________________ છે, ચેતનના નામે જડની વાતો પ્રવર્તે છે, યોગના નામે ભોગને ઉત્તેજન અપાય છે અને અનાદિકાળથી સ્વભાવસ્થજેવી બનેલી વૃત્તિઓનું દર્શન ક્ય-કરાવ્યા વિના વૃત્તિઓનો નિરોધ જણાવાય છે. પાંચે ય ઇન્દ્રિયોને અનુકૂળ સામગ્રી પૂરી પાડીને ઇન્દ્રિયોનો નિરોધ જણાવનારા વસ્તુતઃ તેની ગુલામી કરી રહ્યા છે. આવા લોકોની યોગની કાલ્પનિક પરિશીલનતાનું પરિશીલન કોઈ પણ ન કરે એ માટે યોગમાર્ગનો વાસ્તવિક પરિચય કરાવનારા સૂરિપુરંદર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશતક યોગબિંદુ.. વગેરે અનેક ગ્રંથરત્નોનું સર્જન કર્યું છે. ચૌદસો ચુંમાળીશ ગ્રંથરત્નોના પ્રણેતા યાકિનીમહત્તરારૂનુ પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રીના પરમ પવિત્ર જીવનવૃત્તાન્તને મોટા ભાગના મુમુક્ષુજનો સારી રીતે જાણે છે. જૈન-જૈનેતર વિદ્વાનોમાં સુપ્રસિદ્ધ પૂજ્યપાશ્રીના પુણ્યનામશ્રવણથી વંચિત ભાગ્યે જ કોઈ હશે. “હે ભગવન્! આપશ્રીના પરમતારક શ્રી જિનાગમની પ્રાપ્તિ અમને થઈ ન હોત તો અમારું શું થાત ?' -આ પ્રમાણે જણાવવા દ્વારા એકમાત્ર શ્રી જિનાગમની સંસારસમુદ્ર-તરણોપાયતાને વર્ણવનારા ગ્રંથકાર પરમર્ષિનું સમગ્ર જીવન; જીવનની અંતિમ પળ સુધી શાસ્ત્રરચનામાં વીતેલું. એ સ્વનામધન્ય પૂજ્યશ્રીએ રચેલાં ગ્રંથરત્નોની આપણને પ્રાપ્તિ ન થઈ હોત તો આપણું શું થાત-એ વિચારવાની ખૂબ જ જરૂર છે. આપણા દુર્ભાગ્યે ચૌદશો ચુંમાળીશ ગ્રંથોમાંથી ઘણાખરા ગ્રંથો નામશેષ થયા હોવા છતાં જે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130