________________
૧૬
યોગદષ્ટિનાં અજવાળાં ભાગ-૨
છતાં મારે પુણ્ય બંધાય છે ઓછું... તો હું સંન્યાસ લઉં તો જ ઊંચી કોટિનું પુણ્ય બંધાય, એમ વિચારી ઘરબાર છોડી સંન્યાસી બન્યો.
જેને પાપ પ્રવૃત્તિ ન ગમી, જેને પાપ વૃત્તિ ન ગમી, તે આત્મા ધર્મ ન પામે તો કોણ પામશે ? આપણે ધર્મ કરીએ છીએ, પણ ધર્મ કેમ નથી પામતાં ? પાપની પ્રવૃત્તિ ઘટી નથી એટલે, વાસ્તવિક પુણ્યકર્મ બંધ પણ ઓછો થાય છે. પાપનો ડંખ પેદા થાય તો પાપ કર્મ ઘટે અને તો જ પુણ્યકર્મ ઊંચે બંધાય.
તાલીએ તાપસી દીક્ષા લીધી છઠ્ઠના પારણે છટ્ટ... પારણામાં એકવીસ વાર ધોયેલા ચોખા - ભાત વાપરવાના, તે પણ ખેચર, પશુ-પંખીઓ, વગેરેને આપીને પછી માત્ર ચોથો ભાગ વાપરવાનો.. સૂર્યની સામે જોઈ આતાપના લેવાની, ઉગ્ર તપ કરવાનો.... લોકોનો પરિચય પણ નહીં કરવાનો.. આ રીતે તે જીવે છે... એની પાસે કોઈ વિશેષ સૂક્ષ્મબોધ નથી પણ હૃદય શુદ્ધ થયું છે. એક પણ શુભપ્રવૃત્તિ પકડાઈ ગઈ.. અને તેનાથી જ આત્માનું કલ્યાણ છે. એવું પ્રણિધાન નક્કી થઈ ગયું છે. “મરી જાઉં તો ભલે, પણ આ શુભપ્રવૃત્તિ છોડું જ નહીં.” એમ શુભ પ્રવૃત્તિનો પક્ષપાત ઊભો થયો છે. (૧) પાપની અરૂચિ, જુગુપ્સા-ધિક્કાર જોઈએ. (૨) અને સત્કાર્યની રૂચિ, પક્ષપાત - અનુકૂળ વલણ જોઈએ. આ બન્નેથી જીવ આગળ વધે છે.
તામલીની સાધના તાપસી દીક્ષા લીધા પછી રાત-દિવસ અપ્રમત્તપણે સાધના કરે છે. કાયયોગથી તીવ્ર તપસ્યા કરે છે. વચનયોગથી મૌનની સાધના અને મનોયોગથી આજ વિકલ્પ કે, “મારું કલ્યાણ આમાં જ છે.” આવી રીતે સાધના કરે છે, જેમાં કોઈ ભક્ત ભક્તાણીની વાત નહીં, સંસારના કોઈપણ પાત્રો સાથે સંબંધ, વાતચીત, પરિચય, કશું જ નહીં. સંસારનો પરિચય ઘટે તો જ આગળ વધી શકાય. આત્માને આગળ લાવી આપે તેટલો જ વ્યવહાર ધર્મ સાચો... બાકી તો વ્યવહારાભાસ છે. પોતાની જાતને ભૂલીને, પોતાના આત્મકલ્યાણની ઉપેક્ષા કરીને ધર્મના નામે કેવળ બીજાની જ પળોજણ કરવી એ જૈનશાસનનો વ્યવહાર ધર્મ નથી. વિશુદ્ધ પુણ્યમાં, સ્પૃહા કચડાઈ ગયેલી હોય છે. ઇચ્છાનું મન થયેલું હોય છે. ધર્મ આજે પરિણામ પામતો નથી કારણ કે આજે કચરા જેવી બીજી બધી ઇચ્છાઓ આપણામાં પડેલી છે. કાયાને કચડતાં કાયાનો રાગ કાઢવાનો છે. તોડવાનો છે એની સાથે બધી ઇચ્છાઓ છૂટી જશે. સંસાર ઇચ્છાના બળથી ચાલે છે. જ્ઞાનથી નથી ચાલતો – મોક્ષપણ ઇચ્છાના બળથી ચાલે છે. ઇચ્છા કરતાં કર્તવ્યનું પાલન બળવાન છે. ઇચ્છા ચઢે કે જ્ઞાન?
અભવ્ય પાસે નવ પૂર્વનું જ્ઞાન છે પણ ઇચ્છા નથી, રૂચિ નથી જ્ઞાન આવ્યા પછી ઇચ્છા સમ્યગૂ થવી જોઈએ. સમ્યગુજ્ઞાન જ તેને કહેવાય – જે સત્ પદાર્થની જોડે સતત સંબંધ રખાવ્યા કરે, જ્ઞાન સમ્યગુ ઇચ્છાને પ્રગટ કરવા માટે છે. જ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org