Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 384
________________ ૩પ૩ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ બાહ્ય તપ કરતાં, કષાયની પરિણતિ ઉભી થાય તો નિર્જરા ન થાય. અગ્નિશર્માને કષાયગ્રસ્ત, નિયાણાગ્રસ્ત ત૫ હતું તેથી નિર્જરાનો લાભ ન થયો. અંદરની અહંકારાદિ કષાયની પરિણતિ ઘટાડવી જોઈએ. શુશ્રષાનું ફળ આ છે, એ આવી જાય તો મોક્ષ નિકટમાં છે. शुभयोगसमारम्भे, न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि, चारु तद्विषयं भवेत् ।। ५५ ।। અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ મોક્ષમાર્ગના જોડાણ રૂપે દૃષ્ટિની વાત કરી રહ્યા છે. કુલ આઠ દૃષ્ટિઓ છે. તેમાં ત્રીજી દૃષ્ટિની અંદર આત્મા કયા દોષનો નાશ કરે છે એ વાત ચાલી રહી છે. પહેલી દૃષ્ટિની અંદર ખેદ દોષ નાશ પામ્યો હતો. બીજી દૃષ્ટિની અંદર ઉદ્વેગ દોષ નાશ પામ્યો હતો. ત્રીજી દષ્ટિની અંદર ક્ષેપ દોષ નાશ પામે છે. પ્રશ્ન : ક્ષેપ એટલે શું? ઉત્તર : ક્રિયામાર્ગમાંથી ચિત્તનું બહાર ફેંકાઈ જવું તે ક્ષેપ છે. ક્રિયામાં ઉપયોગ પકડાયેલો ન રહે તો આ દોષ લાગે છે. સંસારમાં જીવની પ્રવૃત્તિ કરતાં ઉપયોગ પકડાયેલો રહે છે. ધર્મપ્રવૃત્તિમાં ઉપયોગ પકડાયેલો હોતો નથી. તેનું શું કારણ? દર્શનમોહનીયનો અર્થાત્ મિથ્યાત્વ મોહનો ઉદય વધતાં પર૫દાર્થ પ્રત્યે આકર્ષણ રહે છે, અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં, અર્થાત્ તેનો ઉદય ઘટતાં, સ્વરૂપ પ્રત્યે આકર્ષણ રહે છે. અનુભવ, લક્ષ, પ્રતીતિ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવામાં, અનુભવવામાં અને રુચિ કરવામાં જે મૂંઝવણ ઉભી કરે છે, સ્વરૂપની પ્રતીતિ ન થવા દે તે દર્શનમોહ છે. “વર્તે શુદ્ધ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” અનુભવ, લક્ષ, પ્રતીતિ - આ ત્રણે સમક્તિનું સ્વરૂપ છે. ક્ષયોપશમ સમક્તિનો ઉત્કૃષ્ટ કાળ છાસઠ સાગરોપમ છે. તે પ્રતીતિ રૂ૫ છે. પ્રતીતિ એટલે શું ? અન્ય ક્રિયા કરતાં કરતાં પણ તેનો ખ્યાલ, તેની રૂચિ ખસે નહી તે પ્રતીતિ છે. જેમાં અતિશય હિતબુદ્ધિ, અત્યંત ઉપાદેય બુદ્ધિ ઉત્પન્ન થતાં તેની માનસિક સ્થિતિ એવી થઈ જાય છે કે અન્ય ક્રિયા કાળે પણ તેના સંસ્કાર દૃઢ થયેલા હોવાથી તેની છાયા ઉપયોગમાં વર્તે છે. રુચિ દઢતર બનતાં લક્ષ્ય બને છે. અહીં ઉપયોગ, સ્વરૂપને અનુરૂપ ચાલે છે. ઉપયોગ સૂમ બને, અને દેહનું ભાન ભૂલી જવાય તો અનુભવનું સ્ટેજ આવે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398