Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 394
________________ ૩૬૩ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જ્યારે તે ૨માં ગુણસ્થાનકે ઉપયોગમાંથી મોહ અને અજ્ઞાન જન્ય વિકારીભાવો નીકળી ગયેલા હોવાથી ઉપયોગ અદ્વૈત બનેલો છે, પરંતુ આત્મપ્રદેશો અઘાતી કર્મ સાથે જોડાયેલા છે તે અપેક્ષાએ તેમજ અઘાતી કર્મના ઉદયજન્ય સંસારી અવસ્થા હોવાથી તે દ્વૈત છે, પરંતુ સિદ્ધના જીવો ઉપયોગ અને આત્મપ્રદેશો બંનેથી અદ્વૈત છે. આમ વિચારતા જીવની સંસારી અવસ્થા એ વૈત છે. અને તેને જે સાધનોની સહાયથી જીવવાનું છે તે બધા જ સાધનો પણ દ્વૈત છે. આમ તૈતની વચ્ચે રહીને દ્વતના બનેલા સાધનોની સહાય લઇને આત્માએ અદ્વૈતાવસ્થાને પ્રાપ્ત કરવાની છે. અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ તે અધ્યાત્મ છે. સામાન્યથી વૈતના બનેલા સાધનો-મંદિર-મૂર્તિ-ગુરુ-આગમ કે બીજા ઉપકરણો વસ્ત્ર-પાત્રાદિ વિગેરે કે જેમાં-બાહ્ય સ્વરૂપમાં કાળભેદે ફેરફાર થતો રહે છે, તેનું મૌલિક સ્વરૂપ એક સરખું હોવા છતાં કાળભેદે તેમાં કથંચિત્ ફેરફાર થવાની સંભાવના છે. અર્થાતુ અપવાદ-માર્ગ, ઉત્સર્ગમાર્ગમાં કથંચિત ફેરફાર કરે છે, પરંતુ મૂળથી ફેરફાર કરતો નથી. તેથી અધ્યાત્મમાર્ગે આગળ વધવા ઇચ્છતા આત્માઓ દ્વૈતના બનેલા સાધનમાં એકાંતે એવા આગ્રહી ન બને કે જેથી ઉપયોગને અદ્વૈત બનાવવાની સાધના બાજુએ રહી જાય !! કારણકે તેમ કરવા જતા મિથ્યા આગ્રહને કારણે ઉપયોગ કષાયવાળો બને છે અને ધર્મની આરાધના માત્ર બાહ્યથી-દેખાવની રહે છે. જયારે તત્ત્વદૃષ્ટિએ તો ઉપયોગમાં રહેલા વિકારીભાવો જેનાથી નીકળે તે જ અધ્યાત્મ છે. તે જ મોક્ષમાર્ગ છે. અધ્યાત્મના માર્ગમાં જ્ઞાનીઓએ બતાવેલ પંચાચારનું પાલન એ વ્યવહાર સાધન છે. જયારે તે આચારપાલનમાં આદર-બહુમાન વિધિ-જ્ઞાન-ગુરૂસાપેક્ષતા એ નિશ્ચય સાધન છે. જયારે નિશ્ચય સાધનને મુખ્ય કરવામાં આવે ત્યારે વ્યવહાર સાધનની ત્યાં ગૌણતા છે પણ અભાવ નથી, અને જયારે વ્યવહાર સાધનને મુખ્ય કરવામાં આવે ત્યારે નિશ્ચય સાધનની ગૌણતા છે પણ ત્યાં તેનો અભાવ નથી. આમ બંને સાધન પરસ્પર એકબીજાના પૂરક બનીને જ અધ્યાત્મના માર્ગે આગળ વધારી જીવને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે. અન્યથા નહીં. જે વ્યવહાર સાધન ઉપરોકત નિશ્ચય સાધનને સાપેક્ષ ન હોય તે અપ્રધાન વ્યવહાર સાધન છે. અને જે વ્યવહાર સાધન ઉપરોકત નિશ્ચય સાધનને સાપેક્ષ હોય તે પ્રધાન વ્યવહાર સાધન છે. જે આચારમાર્ગમાં જ્ઞાનોપયોગ, આદર, બહુમાન, ભકિત, વિધિ અને ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ ભાવો ભળેલા હોય તે દ્વૈત, અદ્વૈતને પામવાનું સાધન છે. લયોપશમભાવ, આદર, બહુમાન વિનાની ક્રિયા દ્વૈત રૂપ છે. પરંતુ તે અદ્વૈતને પામવાનું સાધન નથી. માટે તે અપ્રધાન વ્યવહાર સાધન છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398