________________
ક્ષુદ્રતા એ ભયંકર દોષ છે.
૨૪૬
તમારે માટે જેમ અનીતિનું ધન વર્જ્ય છે. તેમ સાધુને દોષિત ગોચરી તમારા અનીતિના ધનની જેમ વર્જ્ય છે. સાધુઓ પ્રભુએ બતાવેલી મર્યાદામાં રહીને ગોચરી વહોરે તો પણ વગર ઉપદેશે લોકોને ધર્મ પમાડી શકે છે.
જેમ તન અન્નનું બને છે, તેમ મન પણ અન્નનું બને છે. જો એ ખોરાક સાત્ત્વિક હોય, ખોરાક નિર્દોષ હોય, ખોરાક વિધિપૂર્વકનો હોય તો તેમાંથી બનેલા તન-મનથી જ યોગ સાધનાની વૃદ્ધિ થાય છે. તેનાથી પ્રસન્નતા વધે છે.
ગમે તેવો ખોરાક લેવાથી શુદ્ધિ આવી શકતી નથી. તમે નીતિ-ન્યાય ભૂલ્યા છો. અમે દોષિત ચર્ચામાં છીએ, નિર્દોષ ચર્યા ભૂલ્યા છીએ. શિથિલતા ક્યાં સુધીની આવી ગઈ છે ? ગોચરી ઉપાશ્રયમાં લાવવાની ચીજ છે કે શ્રાવકને ત્યાંથી વિધિપૂર્વક લાવવાની ચીજ છે ? જેઓ આચારને ભૂલ્યા છે, ભ્રષ્ટ થયા છે, તેમના ઉપદેશની કોઈ અસર નથી પડતી. તમારી પુછવાની તાકાત નથી કે આ ચીજની શું જરૂર છે ? ઘેલી ભક્તિ, ગાંડી ભક્તિ નથી કરવાની, શ્રાવક ચુસ્ત હોવા જોઈએ. સંયમને વિરાધક હોય તેવું ન વહોરાવવું જોઈએ. અન્ન ખોટું હશે તો મન બગડશે. એક તો દોષિત આહાર લીધેલો હોય અને તેમાં વિગઈઓવાળું - વિકારો થાય તેવું વાપરે, એટલે એની સીધી અસર બ્રહ્મચર્ય ઉપર થાય છે. કટોકટીની પળે પાળેલા આચારથી કેટલાય લોકો ધર્મ પામે છે.
પ્રશ્ન - સાહેબ ! અશક્ત હોય તો શું થાય ?
ઉપાશ્રયમાં કેટલા સાધુ હોય ? કમસે કમ બે સાધુ હોય. તો બન્ને અશક્ત હોય ? જીવનમાં આચારનું બહુમાન હોય તો લોકો કેવો ધર્મ પામે ? માનો કે ૧૦૦ ડીગ્રી તાવ હોય અને તે સાધુ વહોરવા જાય તો તેની અસર કેવી પડે ? લોકો કેવો ધર્મ પામી જાય ? અને તાવ ન હોવા છતાં સામે ગોચરી મંગાવીને વાપરે તો કેટલા લોકો અધર્મ પામે ? આચાર માર્ગ દિન-પ્રતિદિન શિથિલ થઈ રહ્યો છે. અમારે ત્યાં પણ અમારા વિડલો જેટલું ઊંચું સંયમ પાળીને ગયા તેમાં આજે ધીરે ધીરે ક્ષતિ દેખાય છે. આમાં કાળ બળવાન છે. જીવની પરિણતિ પલટાતી ગઈ છે. અને તેમાં મુખ્ય કારણ અયોગ્ય દીક્ષાઓ વધી છે.
તમે દીકરાની વહુ નાત-જાત-ભાત જોયા વગર ગમે તેવી કજાત લઈ આવ્યા પછી તમારે તેને રાખવી જ પડે છે, નિભાવવી જ પડે છે, કાઢો તો આબરૂ જાય છે. તેમ શિષ્ય પણ નિભાવવો જ પડે છે. કાળબળ ખરાબ છે. કાઢીએ તો આબરૂ જાય છે. ને શિષ્યોના પ્રલોભનો આજે કોને નથી સતાવતા ?
આજે લાખો રૂપિયા તમને મળતાં હોય તો કોણ જૂઠું નથી બોલતું ? એક ડોક્ટર પાસે એક પેશન્ટ આવ્યો. મને તાવ આવે છે. સારો ડોક્ટર હોય તો સલાહ આપે - કે ત્રણ દિવસ લાંઘણ કર, મગનું પાણી અને આા-કોફી લેજે, ગરમ પાણી પીવાનું રાખ, તારો તાવ ઉતરી જશે. પણ પેલો દર્દી કહે - કે મારે આજને આજ તાવ ઉતારવો છે. તો ઇન્જેક્શન આપવું પડે ને ? એ ન આપે તો બીજા ડૉક્ટર પાસે જશે. હું નહીં આપું તો સોનાની ચકલી બીજે જવાની જ છે. સોનાની ચકલી જાય તે ઈષ્ટ નથી. હું દીક્ષા ન આપું તો બીજે જવાનો જ છે.
આજે શિષ્ય નથી તો જે શાંતિ છે તેવી શાંતિ બે-ચાર શિષ્યો થયા પછી રહેશે ખરી?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org