________________
૨૮૩
યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨
છે, આ મધપુડામાંથી એક મધનું ટીપું લટકી રહ્યું છે તે પડી જાય તો તે ચાટીને પછી આવું. આ દૃષ્ટાંત દ્વારા જ્ઞાની જીવને કહી રહ્યા છે કે આ રાત-દિવસ નામના કાળા અને સફેદ ઉંદરો તારા આયુષ્યરૂપી વડવાઈને કાપી રહ્યા છે, તું ક્રોધ માન, માયા, લોભ રૂપી ચાર અજગરના મોંમાં પડી જઈશ, અને સંસાર કૂવામાં પડયા પછી બહાર નીકળવું દુર્લભ છે. એટલે મધુબિંદુની આશા છોડી મારી વાત માની લે! જ્ઞાનીઓ આ રૂપક દ્વારા આપણી વિષયાસક્તિને તોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પણ કોણ માને ? જીવને હજી સંસાર સ્વરૂપ ઓળખાયું નથી. વારંવાર રોજ વિચાર કર્યા કરશો તો બહુ વિચારના અંતે આંતરિક સ્વરૂપ ઓળખાશે અને તેના બળે જ આત્મા જાગૃત બનશે. જીવને વિચાર વિના આત્મા ઓળખાવાનો નથી.
અહંકારના પ્રભાવે શુભક્રિયા કરો કાં અશુભ ક્રિયા કરો પણ આત્માને ન ઓળખવો તે અહંકાર છે. પહેલે ગુણઠાણે અહંકાર છે. અહંકારના સાતત્યથી જીવ શુભ ક્રિયા કરે છે. તે બધું જ્ઞાન છે. તેનાથી ક્રમે કરીને મોક્ષ થાય છે. અહંકાર વિના ધર્મ કરાય તો તે વિજ્ઞાન છે અને તે તત્કાળ મોક્ષ આપે છે મન અને બુદ્ધિના થર નીકળે પછી આત્માનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. અહંકારમાં જીવને બધું કરવું પડે છે. કર્તાપણાનો બોજો વહન કરવો પડે છે. જ્યારે વિજ્ઞાન તો ઇટ સેલ્ફ ક્રિયાકારી હોય” તેમાં બધું થયા કરે, કરવું ન પડે. વિજ્ઞાનથી આત્મા જણાય છે તે સિવાય બીજું કોઈ એવું સાધન નથી જેનાથી આત્મા જણાય. અહંકાર વિના કરાયેલી ક્રિયા એટલે આત્મા આત્માના ઘરમાં રહીને ક્રિયા કરે છે. હું મણિભાઈ, હું જસુભાઈ એ અહંકાર છે જ્ઞાન છે. હું આત્મા છું. આ વિજ્ઞાન છે. હું શુદ્ધાત્મા છું એ વિશુદ્ધ જ્ઞાન છે.
કોઈ પણ પદાર્થ આવે, આપણે તેમાં તદાકાર બનીએ છીએ. બુદ્ધિ અને પદાર્થ, આત્મા અને શરીર એક ક્ષેત્રે મળવાથી જે શુભાશુભ ભાવ થયા તે સંસાર છે. આત્માને ઓળખીને શુભાશુભ ભાવોથી જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે આત્મા આત્મઘરમાં આવે છે. ચૌદ રાજલોકમાં ઠાંસીને સર્વત્ર કાર્મણવર્ગણા (theraw material ofkarma - કર્મની કાચી ધાતુ) રહેલી છે. જીવ રાગાદિ ભાવો કરવા વડે, આત્મપ્રદેશોની સાથે રહેલી કાર્મણવર્ગણાના પ્રદેશ -- bulkને ગ્રહણ કરે છે. અને તેમાં પ્રકૃતિ Nature - સ્થિતિ duration - રસ, intensity - ને દાખલ કરે છે. તે પ્રદેશો જ કર્મ બને છે. એને પોતાના તરફ આકર્ષે છે, ખેંચે છે. આ ચોંટવું એ બંધ છે. દ્રવ્યાશ્રવ શું છે ? કાર્મણવર્ગણાના જેટલા પ્રદેશોમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ દાખલ કર્યા છે તે કર્મનો જથ્થો તે દ્રવ્યાશ્રવ છે. જે પરિણામથી આત્મામાં કર્મ આવે તે પરિણામ તે ભાવાશ્રવ છે.
તત્વદૃષ્ટિથી વિચારતા ભાવાશ્રવ અને ભાવબંધ જુદા નથી.
આ રીતે બંધ સંવર અને નિર્જરામાં પણ દ્રવ્ય અને ભાવ ભેદ પડે છે. આત્મપ્રદેશો સાથે કાર્મણ વર્ગણાના પ્રદેશોનું એકમેક થઈ જવું તે દ્રવ્યબંધ અને જે પરિણામ વિશેષથી આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org